World

ઈરાને અમેરિકાની 'આકાશી આંખ' ફોડી, કતારમાં 9000 કરોડનું બેલિસ્ટિક મિસાઈલ રડાર ઉડાવ્યું

By GS TEAM
4 Mar 20262 mins read
TukuTouch Logo
ઈરાને અમેરિકાની 'આકાશી આંખ' સમાન ગણાતા અત્યંત મોંઘા રડાર સિસ્ટમ પર હુમલો કરીને મધ્ય પૂર્વના સંઘર્ષમાં નવો વળાંક લાવી દીધો છે. કતારમાં સ્થિત અમેરિકાના AN/FPS-132 બેલિસ્ટિક મિસાઈલ અર્લી વોર્નિંગ રડાર પર થયેલા આ હુમલાની પુષ્ટિ હવે સેટેલાઈટ તસવીરો દ્વારા પણ થઈ ગઈ છે. આ હુમલાએ અમેરિકાની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાને અમેરિકાની 'આકાશી આંખ' ફોડી, કતારમાં 9000 કરોડનું બેલિસ્ટિક મિસાઈલ રડાર ઉડાવ્યું

Image : Twitter 



Iran vs Israel USA War Updates : ઈરાને અમેરિકાની 'આકાશી આંખ' સમાન ગણાતા અત્યંત મોંઘા રડાર સિસ્ટમ પર હુમલો કરીને મધ્ય પૂર્વના સંઘર્ષમાં નવો વળાંક લાવી દીધો છે. કતારમાં સ્થિત અમેરિકાના AN/FPS-132 બેલિસ્ટિક મિસાઈલ અર્લી વોર્નિંગ રડાર પર થયેલા આ હુમલાની પુષ્ટિ હવે સેટેલાઈટ તસવીરો દ્વારા પણ થઈ ગઈ છે. આ હુમલાએ અમેરિકાની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.



અબજો ડોલરનું નુકસાન અને મોટો ઝટકો

ઈરાને અમેરિકા વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરતા કતારમાં સ્થિત અમેરિકી સ્પેસ ફોર્સના અત્યંત મહત્વના રડાર સિસ્ટમને નિશાન બનાવ્યું છે. આ રડારની કિંમત આશરે 1.1 બિલિયન ડોલર (લગભગ 9000 કરોડ રૂપિયા) છે. સેટેલાઈટ ઈમેજ દર્શાવે છે કે આ હુમલામાં રડારને ભારે નુકસાન થયું છે. આ મધ્ય પૂર્વમાં અમેરિકાનું સૌથી મોટું અને વ્યૂહાત્મક રીતે સૌથી મહત્વનું રડાર હતું, જેનું મુખ્ય કામ દુશ્મન દેશની મિસાઈલ લોન્ચ થતા જ તેની ચેતવણી આપવાનું હતું.

સસ્તા ડ્રોને મોંઘી સિસ્ટમને કરી 'અંધ'

આશ્ચર્યની વાત એ છે કે, ઈરાને એક અત્યંત સસ્તા ગણાતા 'શાહેદ ડ્રોન' દ્વારા આટલા મોંઘા અને હાઈ-ટેક ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવ્યું છે. એક સામાન્ય કાર કરતા પણ સસ્તા ડ્રોને અમેરિકાની મિસાઈલ ડિફેન્સની આંખોને 'અંધ' કરી દીધી છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ડ્રોન યુદ્ધની નવી રણનીતિ સામે દુનિયાના સૌથી આધુનિક સંસાધનો પણ લાચાર બની શકે છે.

રડારની વિશેષતા અને તેનું મહત્વ

AN/FPS-132 રડાર અમેરિકાના ગ્લોબલ મિસાઈલ વોર્નિંગ નેટવર્કનો હિસ્સો છે. તેની રેન્જ 5000 કિલોમીટર સુધીની છે, જે ઈરાન કે અન્ય દેશોમાંથી લોન્ચ થતી મિસાઈલોને ખૂબ દૂરથી ટ્રેક કરી શકે છે. કતારના અલ ઉદૈદ એરબેઝ પાસે સ્થિત આ રડાર વગર અમેરિકા અને તેના સહયોગી દેશો (સાઉદી અરેબિયા, UAE) માટે મિસાઈલ હુમલાઓથી બચવું ઘણું મુશ્કેલ બની જશે.

'ટ્રુ પ્રોમિસ 4' ઓપરેશન

ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ આ હુમલાને 'ટ્રુ પ્રોમિસ 4' ઓપરેશનનો ભાગ ગણાવ્યો છે. આ હુમલો અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા તાજેતરમાં ઈરાન પર કરવામાં આવેલા હુમલાઓનો જવાબ હતો. ઈરાને મિસાઈલો અને ડ્રોનનો ઉપયોગ કરીને આ હુમલો કર્યો હતો. કતારના સંરક્ષણ મંત્રાલયે સ્વીકાર્યું છે કે હુમલામાં 8 લોકો ઘાયલ થયા છે અને રડાર સાઈટને નુકસાન પહોંચ્યું છે.