Get The App

48 કલાકના યુદ્ધ-વિરામની અમેરિકાની દરખાસ્તને ઈરાને ભણેલો સ્પષ્ટ નનૈયો

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
48 કલાકના યુદ્ધ-વિરામની અમેરિકાની દરખાસ્તને ઈરાને ભણેલો સ્પષ્ટ નનૈયો 1 - image

- ઈરાનની સરહદમાં તૂટી પડેલા અમેરિકાના એફ-15ના એક પાયલોટને બચાવી લેવાયો : બીજાની શોધ ચાલે છે : સ્થિતિ ગંભીર બનતી જાય છે

નવી દિલ્હી : અમેરિકાએ ઈરાન યુદ્ધમાં ૪૮ કલાકના યુદ્ધ વિરામની મુકેલી દરખાસ્તને ઈરાને સ્પષ્ટ નનૈયો ભણી દીધો છે. આ યુદ્ધ વિરામની દરખાસ્ત, મધ્યસ્થી તરીકે રહેલા એક દેશ દ્વારા અમેરિકાએ મોકલી હતી, જોકે તે દેશનું નામ જાહેર કરાયું ન હતું.

યુદ્ધ-વિરામ દરખાસ્તને ઈરાને ભણેલો નનૈયો સ્પષ્ટત: દર્શાવે છે કે તંગદિલી ઘટાડવાના પ્રયાસો સફળ રહ્યા નથી. વાસ્તવમાં બેમાંથી એક પણ પક્ષ પાછા હઠવા માટે જરાપણ તૈયાર નથી.

બહુ સ્પષ્ટ છે કે પરિસ્થિતિ દિવસે દિવસે વધુને વધુ તંગ બનતી જાય છે. તેવામાં અમેરિકાનું એક ફાયટર જેટ વિમાન એફ-૧૫ ઈરાનની સરહદમાં તૂટી પડયું. તેમાં બે પાયલોટસ પૈકી એકને બચાવી લેવાયો છે પરંતુ બીજો હજી લાપત્તા છે. તેની શોધ ચાલે છે.

તૂટી પડેલું અમેરિકાનું વિમાન એફ-૧૫ સ્ટ્રાઇક-ઈગલ પ્રકારનું હતું તે એર-કોમ્બેટ તથા ગ્રાઉન્ડ એટેક મિશન તેમ બંને પ્રકારની કાર્યવાહી કરી શકે તેવું હતું. તેમાં બે ચાલકો હોય છે. એક વિમાનનું ઉડ્ડયન સંભાળે છે, જ્યારે બીજો વેપન-સીસ્ટીમ સંભાળતો રહે છે.

ઇરાન મીડીયાએ તે તૂટી પડેલા જેટ વિમાનનો વિડીયો પણ પ્રદર્શિત કર્યો છે.

તૂટી પડેલા વિમાનનો ભંગાર ખુઝેસ્તાન વિસ્તારમાંથી મળી આવ્યો છે. જોકે તેનું નિશ્ચિત સ્થાન જાહેર કરાયું નથી.

ઉલ્લેખનીય તો તે છે કે તે વિમાન ઈરાનના વિરોધી દળ દ્વારા તોડી પાડવામાં આવ્યું હોવાનો ઈરાને દાવો તો કર્યો છે, પરંતુ તે અંગે કોઈ સત્તાવાર નિવેદન તેણે પ્રસિદ્ધ કર્યું નથી તેમ જ અમેરિકાએ પણ કોઈ સત્તાવાર નિવેદન પ્રસિદ્ધ કર્યું નથી.