World

સાઉદી કે કતાર નહીં પણ UAEને અમે બરબાદ કરી નાખીશું, અમેરિકાને ઈરાનની ખુલ્લી ધમકી

By GS TEAM
4 Apr 20262 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ હવે એક અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયું છે. અત્યાર સુધી આ સંઘર્ષ ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે સીમિત જણાતું હતું, પરંતુ હવે ખાડીના દેશો પર પણ સીધું જોખમ મંડરાઈ રહ્યું છે. ખાસ કરીને UAE પ્રત્યે ઈરાને ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. તેહરાનના વરિષ્ઠ અધિકારીઓના મતે, ઈરાનને હવે વિશ્વાસ છે કે UAE આ જંગમાં માત્ર 'મૂક પ્રેક્ષક' નથી, પરંતુ સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. આરોપ છે કે UAEએ અમેરિકા અને ઈઝરાયલને માત્ર પોતાના સૈન્ય મથકોનો ઉપયોગ કરવા જ નથી દીધો, પરંતુ કેટલીક એર ફેસિલિટી પણ ઓપરેશન માટે પૂરી પાડી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાઉદી કે કતાર નહીં પણ UAEને અમે બરબાદ કરી નાખીશું, અમેરિકાને ઈરાનની ખુલ્લી ધમકી
(IMAGE - IANS)

Iran UAE Tension 2026: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ હવે એક અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયું છે. અત્યાર સુધી આ સંઘર્ષ ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે સીમિત જણાતું હતું, પરંતુ હવે ખાડીના દેશો પર પણ સીધું જોખમ મંડરાઈ રહ્યું છે. ખાસ કરીને  UAE  પ્રત્યે ઈરાને ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. તેહરાનના વરિષ્ઠ અધિકારીઓના મતે, ઈરાનને હવે વિશ્વાસ છે કે UAE આ જંગમાં માત્ર 'મૂક પ્રેક્ષક' નથી, પરંતુ સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. આરોપ છે કે UAEએ અમેરિકા અને ઈઝરાયલને માત્ર પોતાના સૈન્ય મથકોનો ઉપયોગ કરવા જ નથી દીધો, પરંતુ કેટલીક એર ફેસિલિટી પણ ઓપરેશન માટે પૂરી પાડી છે.


UAE પર ઈરાનની નજર

ઈરાને ચેતવણી આપી છે કે જો તેના પર કોઈ પણ પ્રકારનું ગ્રાઉન્ડ ઇન્વેઝન(જમીની આક્રમણ) થશે, ખાસ કરીને તેના કોઈ ટાપુ કે જમીન પર કબજો કરવાનો પ્રયાસ થશે, તો તે હુમલો જે દેશની ધરતી પરથી કરવામાં આવશે તેને સીધો દુશ્મન માનશે. મિડલ ઈસ્ટના મીડિયા અહેવાલ મુજબ, ઈરાને UAEને સંકેત આપ્યો છે કે જો તેના માધ્યમથી કોઈ જમીની હુમલો શરૂ થશે, તો ઈરાનનો જવાબ માત્ર સૈન્ય મથકો સુધી સીમિત નહીં રહે, પરંતુ સરકારી સંસ્થાઓ, આર્થિક માળખા અને વ્યાવસાયિક પ્રોજેક્ટ્સને પણ નિશાન બનાવવામાં આવશે. અત્યાર સુધી ઈરાન ખાડી દેશોને સીધા નિશાન બનાવવાનું ટાળતું હતું, પરંતુ હવે આ 'સંયમ' ખતમ થઈ શકે છે.

આ પણ વાંચો: મિડલ ઈસ્ટ યુદ્ધમાં ટ્રમ્પની જાળમાં અમેરિકા પોતે ફસાયું? 6 એપ્રિલની ડેડલાઈન ભારે પડશે!

ખાડી દેશોની જમીન પરથી ઈરાન પર હુમલાનો ખતરો

આ વિવાદનું મુખ્ય કેન્દ્ર હોર્મુઝ સ્ટ્રેટ પાસે આવેલા ઈરાની ટાપુઓ 'ખાર્ગ' અને 'કેશમ' છે. એવી શક્યતા સેવાઈ રહી છે કે અમેરિકા આ વ્યૂહાત્મક ટાપુઓ પર કબજો કરવા વિચારી રહ્યું છે અને આ ઓપરેશન માટે ખાડી દેશોમાં આવેલા અમેરિકન બેઝનો ઉપયોગ થઈ શકે છે. ઈરાનનો આરોપ છે કે તેના પર થયેલા તાજેતરના હુમલાઓમાં UAEની જમીન અને આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકા મિડલ ઈસ્ટમાં હજારો વધારાના સૈનિકોની તહેનાતી કરવાની તૈયારી કરી રહ્યું છે, જે સંકેત આપે છે કે યુદ્ધનો આગામી તબક્કો વધુ આક્રમક બની શકે છે.