World

ટ્રમ્પની અપીલ બાદ મિડલ ઈસ્ટમાં શાંતિ? ઈરાને હુમલા રોક્યા, પણ ઈઝરાયલ હજુ મૌન

By GS Team
8 Jun 20262 mins read
TukuTouch Logo
Iran Stops Missile Attacks on Israel: મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા ભયાનક મિસાઈલ યુદ્ધ વચ્ચે સોમવારે સાંજે આશ્ચર્યજનક વળાંક આવ્યો છે. ઈરાની સરકારી મીડિયાના અહેવાલો અનુસાર, ઈરાને હવે ઈઝરાયલ પર પોતાના સૈન્ય હુમલાઓ રોકવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ઈરાની સેનાએ સ્પષ્ટ કર્યું છે કે અમારો બદલો હવે પૂરો થઈ ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પની અપીલ બાદ મિડલ ઈસ્ટમાં શાંતિ? ઈરાને હુમલા રોક્યા, પણ ઈઝરાયલ હજુ મૌન

Iran Stops Missile Attacks on Israel: મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા ભયાનક મિસાઈલ યુદ્ધ વચ્ચે સોમવારે સાંજે આશ્ચર્યજનક વળાંક આવ્યો છે. ઈરાની સરકારી મીડિયાના અહેવાલો અનુસાર, ઈરાને હવે ઈઝરાયલ પર પોતાના સૈન્ય હુમલાઓ રોકવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ઈરાની સેનાએ સ્પષ્ટ કર્યું છે કે અમારો બદલો હવે પૂરો થઈ ગયો છે.

ટ્રમ્પની અપીલ બાદ ઈરાને ઈઝરાયલ પર હુમલા રોક્યા

જોકે, આ મોટી જાહેરાત છતાં ઈઝરાયલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી અને તેઓ બિલકુલ ચૂપ છે. આ નવો વળાંક અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એ અપીલ બાદ આવ્યો છે, જેમાં તેમણે બંને દેશોને તાત્કાલિક ગોળીબાર અને હુમલા રોકવા માટે આદેશ આપ્યો હતો.

ટ્રમ્પની એન્ટ્રી અને ઈરાનનો મોટો નિર્ણય

છેલ્લા 24 કલાકમાં ઈરાન અને ઈઝરાયલે એક બીજા હુમલા કર્યા બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક તણાવને રોકવા માટે મધ્યસ્થતા કરી હતી અને બંને દેશોને તાત્કાલિક યુદ્ધવિરામ જાહેર કરવા જણાવ્યું હતું. ટ્રમ્પના આ આહ્વાન બાદ ઈરાને નરમ વલણ અપનાવીને ઈઝરાયલ પર હુમલા ન કરવાનો નિર્ણય લીધો છે.

જો ઈઝરાયલ લેબેનોન પર હુમલો કરશે તો અમે ચૂપ નહીં બેસીએ: ઈરાન

ઈરાનની સત્તાવાર 'ફાર્સ ન્યૂઝ એજન્સી'ના અહેવાલ મુજબ, ઈરાનની આર્મ્ડ ફોર્સે ઈઝરાયલ સામેનું પોતાનું સૈન્ય ઓપરેશન સમાપ્ત કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. પરંતુ, આ સાથે જ તેમણે ઈઝરાયલને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું છે કે જો ઈઝરાયલે લેબેનોન પર પોતાના સૈન્ય હુમલા ફરી શરૂ કર્યા, તો ઈરાન આગામી સમયમાં આનાથી પણ વધુ કડક અને ઘાતક જવાબી હુમલા કરશે.

નોંધનીય છે કે અગાઉ પણ પ્રમુખ ટ્રમ્પની સતત શાંતિની અપીલ છતાં આજે ઈઝરાયલે ઈરાનની સરહદની અંદર સખત બોમ્બમારો કર્યો હતો. 

સીઝફાયર છતાં ઈઝરાયલે લેબેનોન પર 3500 એરસ્ટ્રાઈક કરી, 3600 મોત

લેબેનોન પર ઈઝરાયલના સતત હુમલા બાદ ઈરાન મેદાને આવ્યું હતું અને ઈઝરાયલ પર હુમલા શરૂ કર્યા હતા. લેબેનોનના વડાપ્રધાનનો દાવો છે કે, એપ્રિલ મહિનાના મધ્યમાં અમેરિકા દ્વારા લેબેનોન માટે યુદ્ધવિરામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તે બાદ પણ ઈઝરાયલે લેબનાન પર આશરે 3500થી વધુ એરસ્ટ્રાઇક કરી છે. 

લેબેનોનના આરોગ્ય મંત્રાલયના સત્તાવાર ડેટા અનુસાર, 2 માર્ચ 2026ના રોજ યુદ્ધ શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઈઝરાયલી હુમલાઓમાં ઓછામાં ઓછા 3613 લોકોના મોત નીપજ્યા છે.