અમેરિકાના ડલ્લાસમાં મોડી રાત્રે અંધાધૂંધ ગોળીબાર, 4 લોકોના મોત, 15 ઈજાગ્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dallas Deep Ellum Mass Shooting 4 Killed 15 Injured: અમેરિકાના ડલ્લાસ શહેરના પ્રસિદ્ધ નાઇટલાઇફ વિસ્તાર ડીપ એલમમાં મોડી રાત્રે ત્રણ અલગ-અલગ સ્થળોએ થયેલા ફાયરિંગમાં 4 લોકોના મોત થયા છે, અને 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે આ મામલે અનેક લોકોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે.
શું છે સમગ્ર ઘટના?
ડલ્લાસ પોલીસ ચીફ ડેનિયલ કોમોના જણાવ્યા અનુસાર પહેલું ફાયરિંગ મોડી રાત્રે આશરે 12:20 વાગ્યે થયું હતું. જ્યારે બીજું ફાયરિંગ રાત્રે 1:00 વાગ્યા પછી થયું હતું. જ્યારે ત્રીજું ફાયરિંગ તેના અડધા કલાક બાદ કરાયું હતું. આ ત્રણેય ઘટનાઓ અડધા કિલોમીટરના દાયરામાં બની હતી. હેલોવીન ઉજવણીના કારણે પોલીસની વધારાની ટુકડીઓ પહેલાથી જ તૈનાત હોવાથી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. હાલમાં આ ત્રણેય ફાયરિંગની ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે.




