Get The App

ભારતમાં UPI, તો અમેરિકામાં કઈ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે? જાણો આ વિશે...

Updated: Oct 9th, 2025

GS TEAM

Google News
Google News
ભારતમાં UPI, તો અમેરિકામાં કઈ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે? જાણો આ વિશે... 1 - image

Digital Transaction in World: આજકાલ મોટાભાગના દરેક લોકો ખિસ્સામાં પૈસા નથી રાખતા. આ માટેનું કારણ ડિજિટલ પેમેન્ટ છે. ભારતમાં હવે મોટાભાગની વ્યક્તિ દરેક કામ માટે UPIનો ઉપયોગ કરે છે. ભારતની આ ટેકનોલોજી હવે ધીમે-ધીમે અન્ય દેશમાં પણ લોન્ચ કરવામાં આવી રહી છે. આ સર્વિસને હાલમાં જ દોહામાં લોન્ચ કરવામાં આવી છે. જોકે ઘણાં લોકોને એ પણ સવાલ થતો હશે કે એવા ઘણાં દેશો છે જે ટેકનોલોજીમાં ભારત કરતાં પણ આગળ છે. તો આ દેશ પાસે UPI જેવી સર્વિસ છે કે નહીં?

અમેરિકા અને યુરોપ બન્ને માર્કેટમાં ઘણાં પ્રકારની પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે બન્ને માર્કેટમાં UPI કામ નથી કરી રહી. અમેરિકામાં ACH, Zelle અને Venmo જેવી ઘણી સર્વિસ કામ કરી રહી છે. જોકે આ UPI જેવી નથી. અમેરિકામાં અને યુરોપમાં ઇન્સ્ટન્ટ પેમેન્ટ માટે હવે લોકો વોલેટનો ઉપયોગ કરે છે. એપલ પે અને સેમસંગ પે જેવા ઘણાં ઓપ્શન એમાં આપવામાં આવ્યાં છે. આ એપ્સની મદદથી યુઝર્સ ત્યાં પેમેન્ટ કરે છે. જોકે આ પૈસા બેન્ક-ટુ-બેન્ક ટ્રાન્સફર નથી થતા. એને વોલેટ-ટુ-વોલેટ ટ્રાન્સફર કરવામાં આવે છે.

UPI જેવા વિકલ્પ પણ છે અમેરિકામાં

અમેરિકામાં કેટલીક સર્વિસ એવી છે જે UPIની જેમ કામ કરે છે. અમેરિકાની બેન્કો દ્વારા Zelle પેમેન્ટ સિસ્ટમ બનાવવામાં આવી છે. આ સિસ્ટમ ઘણાં અંશે UPI જેવી છે. એનાથી યુઝર્સ બેન્ક-ટુ-બેન્ક ટ્રાન્સફર કરી શકે છે. મોટાભાગની દરેક મોટી બેન્કમાં આ સર્વિસનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જ રીતે કેશ અને વેન્મો એપ્લિકેશનનો પણ સમાવેશ થાય છે. જોકે આ દરેક એપ્લિકેશનનું કામ કરવાની રીત એકમેકથી અલગ છે.

UPIથી પેમેન્ટ થયું સરળ

બીએલએસ ઇ-લિમિટેડના ચેરમેન શેરક અગરવાલે કહ્યું કે ભારતના કેબિનેટ મિનિસ્ટર દ્વારા એ કરી દેખાડ્યું છે, જે દુનિયાના ઘણાં દેશ હજી સુધી વિચારી પણ નથી શકતા. તેમણે એક એવી ડિજિટલ પેમેન્ટ સર્વિસ તૈયાર કરી જેના દ્વારા બેન્ક અને પેમેન્ટ્સ લોકોના મોબાઇલ સુધી પહોંચી ગઈ છે. અન્ય દેશમાં હજી પણ પેમેન્ટ સિસ્ટમ અલગ-અલગ એપ્લિકેશન અને બેન્ક વચ્ચે વહેંચાયેલું છે. ઉદાહરણ તરીકે ACH, Zelle, Venmo અને Cash એપ્સ વગેરે અલગ-અલગ પેમેન્ટ સિસ્ટમ પર કામ કરે છે. બીજી તરફ ભારતમાં મોટાભાગની એપ્લિકેશન UPI પર કામ કરે છે. આથી દરેક એપ્લિકેશન અને બેન્ક એકમેક સાથે જોડાયેલા છે. આ સર્વિસની મદદથી યુઝર્સ દિવસ-રાત ગમે તે સમયે પૈસા ટ્રાન્સફર કરી શકે છે.

ભારતની UPI અન્ય દેશની સિસ્ટમથી કેવી રીતે અલગ છે?

ભારતની UPI એક ઇન્ટરઓપરેબલ સિસ્ટમ છે. અહીં કોઈ પણ બેન્ક અથવા એપ્લિકેશન અન્ય એપ્લિકેશનથી જોડાઈ શકે છે. આ વિદેશી સિસ્ટમની ક્લોઝ્ડ સિસ્ટમથી એકદમ અલગ છે. ત્યાં Venmoના યુઝર Cash એપના યુઝર્સને પૈસા નથી મોકલી શકતા. આ જ સૌથી મોટો ફરક છે, જ્યાં ભારતના યુઝર્સ કોઈ પણ પ્લેટફોર્મ પર પૈસા ટ્રાન્સફર કરી શકે છે.

સુરક્ષાની જ્યાં સુધી વાત હોય ત્યાં સુધી ભારતની RBI અને NPCI દ્વારા આ એપ્લિકેશનને રેગ્યુલેટ કરવામાં આવે છે. આ UPI સિસ્ટમને મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશનથી સુરક્ષિત રાખવામાં આવી છે. વિદેશમાં મોટાભાગની પેમેન્ટ સિસ્ટમ પ્રાઇવેટ કંપનીના હાથમાં છે અને તેઓ એને રેગ્યુલેટ કરે છે.

આ પણ વાંચો: મોદીએ લોન્ચ કરી ‘મુંબઈ વન’ એપ: જાણો કેવી રીતે મુસાફરને થશે ફાયદો…

ફક્ત 9 વર્ષની અંદર ભારતમાં હવે 85 ટકા ટ્રાન્ઝેક્શન ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવે છે. દુનિયાભરમાં જ્યાં પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થાય છે એમાંથી અડધા ટ્રાન્ઝેક્શન ભારતીય ટેકનોલોજીના આધારે થાય છે. ભારત દ્વારા ઘણાં દેશમાં UPIની સર્વિસ પૂરી પાડવામાં આવી છે. એક રૂપિયોનું ટ્રાન્ઝેક્શન હોય પછી અન્ય કરન્સીમાં પૈસા ચૂકવવાના હોય આ સિસ્ટમ દરેકમાં કામ આવે છે.

એક વાત ચોક્કસ છે કે UPI હવે ફક્ત એક પેમેન્ટ સિસ્ટમ નથી રહી. ગ્લોબલ ફાઇનાન્સ માટે હવે આ એક પ્રેરણા બની ગઈ છે. ધીમે-ધીમે ઘણાં દેશ આ સિસ્ટમને અપનાવી રહ્યા છે. ઘણાં દેશમાં ટુરિસ્ટ પ્લેસ પર પણ આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમ જ આ ટ્રાન્ઝેક્શન સુરક્ષિત પણ છે.