World

અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થી 6 દિવસથી લાપતા, પોલીસને જીવના જોખમની આશંકા

By GS TEAM
14 Feb 20262 mins read
TukuTouch Logo
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કેલિફોર્નિયાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલે (UC Berkeley) માં અભ્યાસ કરતો મૂળ કર્ણાટકનો વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયા છેલ્લા 6 દિવસથી રહસ્યમય રીતે લાપતા થયો છે. સ્થાનિક પોલીસે તેની શોધખોળ તેજ કરી છે અને તેની જાનને જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થી 6 દિવસથી લાપતા, પોલીસને જીવના જોખમની આશંકા

Image From Linked In 



USA Indian Students : અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કેલિફોર્નિયાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલે (UC Berkeley) માં અભ્યાસ કરતો મૂળ કર્ણાટકનો વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયા છેલ્લા 6 દિવસથી રહસ્યમય રીતે લાપતા થયો છે. સ્થાનિક પોલીસે તેની શોધખોળ તેજ કરી છે અને તેની જાનને જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી છે.


છેલ્લે ક્યારે જોવા મળ્યો હતો? 

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મોત અને ગુમ થવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે બર્કલેમાં 22 વર્ષીય સાકેત શ્રીનિવાસૈયાના ગુમ થવાની ઘટનાએ ચિંતા જગાવી છે. સાકેત કર્ણાટકનો રહેવાસી છે અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાં કેમિકલ એન્ડ બાયોમોલીક્યુલર એન્જિનિયરિંગ વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યો હતો. તેને છેલ્લે 9 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યે જોવામાં આવ્યો હતો, ત્યારબાદ તેનો કોઈ પત્તો નથી.

સાકેતની લંબાઈ 6 ફૂટ 1 ઇંચ 

પોલીસના જણાવ્યા અનુસાર, સાકેતની લંબાઈ 6 ફૂટ 1 ઇંચ છે અને વજન આશરે 72 કિલો છે. તેની આંખો કથ્થઈ રંગની અને વાળ ટૂંકા છે. સેન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે આ ઘટના અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે તેઓ સ્થાનિક વહીવટીતંત્ર અને સાકેતના પરિવાર સાથે સતત સંપર્કમાં છે. સાકેતે વર્ષ 2025 માં જ IIT મદ્રાસમાંથી બી.ટેક પૂર્ણ કર્યું હતું અને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયો હતો.

મિત્રોએ સોશિયલ મીડિયા પર કરી અપીલ 

સાકેતની સાથે રહેતા તેના મિત્ર બનેતસ સિંહે સોશિયલ મીડિયા પર મદદ માટે અપીલ કરી છે. પોસ્ટ મુજબ, સાકેતને છેલ્લે બર્કલે હિલ્સ પાસે જોવામાં આવ્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર વિદેશમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે સવાલો ઉભા કર્યા છે. અગાઉ પણ અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને વંશીય ભેદભાવના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, જેના પગલે ભારતીય વિદેશ મંત્રાલય પણ આ મામલે સતર્ક બન્યું છે.