હેનલે ગ્લોબલ પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારતીય પાસપોર્ટ નબળો પડ્યો, 81માં સ્થાને પહોંચ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indian Passport News : તાજેતરમાં જાહેર થયેલા ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સની યાદીમાં ભારતીય પાસપોર્ટની રેન્કિંગમાં મોટો ઘટાડો નોંધાયો છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ દ્વારા જુલાઈ 2026ની સુધારેલી યાદીમાં ભારતીય પાસપોર્ટ એક સ્થાન વધુ નીચે સરકીને 81મા સ્થાને પહોંચી ગયો છે. ભારતીય પાસપોર્ટધારક નાગરિકો માત્ર 55 દેશોમાં જ વિઝા-ફ્રી અથવા વિઝા-ઓન-અરાઇવલની સુવિધા મેળવી શકે છે.
આ યાદીમાં ભારત 81મા સ્થાને પહોંચી ગયું છે જ્યારે અગાઉની ફેબુ્રઆરી મહિનાની યાદીમાં તે 75મા સ્થાને હતું. જોકે વર્ષની શરૂઆતમાં થોડો સુધારો થયો બાદમાં ફરી રેન્કિંગમાં ઘટાડો નોંધાયો છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ છેલ્લા બે દાયકામાં વૈશ્વિક પ્રવાસમાં મોટા ફેરફાર થયા છે. ઇન્ડેક્સ મુજબ છેલ્લા 20 વર્ષમાં ભારતીય પાસપોર્ટના મૂલ્યમાં મોટો ઘટાડો થયો છે. 2006માં તે ભારતીય પાસપોર્ટનું સ્થાન 71 હતું. 2021માં ઘટીને સૌથી નીચલા 91મા સ્થાને પહોંચી ગયું હતું.
બે દસકા પહેલા સૌથી શક્તિશાળી પાસપોર્ટ ધરાવતા દેશોમાં અમેરિકા, ડેનમાર્ક, ફિનલેન્ડ સામેલ હતા, અને 130 દેશો કે પ્રાંતમાં જવાની છૂટ મળતી હતી. જોકે હવે આ દેશો પણ પાછળ રહી ગયા છે અને સિંગાપોર રેન્કિંગમાં સૌથી આગળ છે. સિંગાપોરના પાસપોર્ટ ધારકો 192 જગ્યાએ વિઝા વગર જ જઇ શકે છે.
જ્યારે યુએઇ દક્ષિણ કોરિયાની સાથે બીજા સ્થાન પર છે. આ તમામ દેશોના પાસપોર્ટથી 188 સ્થળે જવાની સુવિધા મળે છે. નોંધનીય છે કે ભારતીય પાસપોર્ટ ધારકોને જે દેશોમાં વિઝા વગર પ્રવેશ મળે છે તેમાં મોટાભાગના આસપાસના દેશો જેમ કે નેપાળ, ભૂટાન વગેરે નાના દેશો છે.




