World

ડોનાલ્ડ ટ્રમ્પને ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણને આપ્યો ઝટકો, AI નીતિ સલાહકાર પદ છોડ્યું

By GS Team
7 Jun 20263 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારને એક મોટો આંચકો લાગ્યો છે. વ્હાઇટ હાઉસના ચીફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સલાહકાર અને ભારતીય મૂળના ટેક એક્સપર્ટ શ્રીરામ કૃષ્ણનને પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. અમેરિકાની રાષ્ટ્રીય એઆઈ નીતિ અને એક્શન પ્લાન તૈયાર કરવામાં જેમણે સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી છે, તેવા શ્રીરામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર એક પોસ્ટ મૂકીને જણાવ્યું છે કે તેઓ આ ચાલુ જૂન 2026 ના મહિનાના અંત સુધી જ પોતાની સેવાઓ આપશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડોનાલ્ડ ટ્રમ્પને ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણને આપ્યો ઝટકો, AI નીતિ સલાહકાર પદ છોડ્યું

Indian-Origin AI Expert Sriram Krishnan Resigns : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારને એક મોટો આંચકો લાગ્યો છે. વ્હાઇટ હાઉસના ચીફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સલાહકાર અને ભારતીય મૂળના ટેક એક્સપર્ટ શ્રીરામ કૃષ્ણનને પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. અમેરિકાની રાષ્ટ્રીય એઆઈ નીતિ અને એક્શન પ્લાન તૈયાર કરવામાં જેમણે સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી છે, તેવા શ્રીરામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર એક પોસ્ટ મૂકીને જણાવ્યું છે કે તેઓ આ ચાલુ જૂન 2026 ના મહિનાના અંત સુધી જ પોતાની સેવાઓ આપશે.



18 મહિનાના ટૂંકા ગાળામાં મોટું યોગદાન

શ્રીરામ કૃષ્ણનને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન વ્હાઇટ હાઉસમાં એઆઈ પોલિસી એડવાઇઝર અને મુખ્ય વ્યૂહરચનાકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના 18 મહિનાના કાર્યકાળ દરમિયાન તેમણે અમેરિકા માટે એક મજબૂત 'નેશનલ એઆઈ ફ્રેમવર્ક' અને નિયમનકારી મુસદો તૈયાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, "એક નાનકડા બ્રેક બાદ તેઓ ફરી એકવાર અમેરિકા અને તેના મિત્ર દેશો સામે એઆઈ ટેકનોલોજીના કારણે ઊભા થનારા ડેટા સેન્ટર્સના વિસ્તરણ અને ઉર્જા વપરાશ જેવા જટિલ પડકારોને ઉકેલવા પર કામ કરશે."

ચેન્નાઈથી વ્હાઇટ હાઉસ સુધીની સફર

શ્રીરામ કૃષ્ણન મૂળ ભારતના તમિલનાડુના વતની છે. તેમનો જન્મ ચેન્નાઈમાં થયો હતો અને તેમણે ચેન્નાઈની જ એસઆરએમ (SRM) એન્જિનિયરિંગ કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ તેમણે વિશ્વની અગ્રણી ટેક કંપનીઓ જેવી કે ટ્વિટર (Twitter), ફેસબુક (Facebook), માઇક્રોસોફ્ટ (Microsoft) અને સ્નેપ (Snap) માં ઉચ્ચ હોદ્દા પર કામ કરીને વૈશ્વિક સ્તરે નામના મેળવી હતી. તેઓ લાંબા સમય સુધી જાણીતી વેન્ચર કેપિટલ ફર્મ 'એન્ડ્રીસન હોરોવિટ્સ' (Andreessen Horowitz) સાથે પણ ભાગીદાર તરીકે જોડાયેલા રહ્યા હતા.

ભારે વિરોધ છતાં ટ્રમ્પે ભરોસો મૂક્યો હતો

વર્ષ 2024 માં જ્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં તેમની નિમણૂક કરી ત્યારે ટ્રમ્પના જ અત્યંત નજીકના ગણાતા લોરા લૂમર સહિતના લોકોએ આ નિર્ણયનો ભારે વિરોધ કર્યો હતો. વિરોધીઓનું કહેવું હતું કે એક તરફ ટ્રમ્પ સરકાર ઇમિગ્રેશનના નિયમો કડક કરી રહી છે, ત્યારે બીજી તરફ ભારતીય મૂળના વ્યક્તિને આટલું મોટું પદ કેમ અપાયું? જો કે, આ તમામ વિવાદોની વચ્ચે પણ શ્રીરામે પોતાની ક્ષમતા સાબિત કરી બતાવી હતી.

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈએ તેમની સરખામણી 'વ્હાઇટ હાઉસના અનમોલ રત્ન' સાથે કરી હતી. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સાર્વજનિક મંચો પરથી શ્રીરામની કામગીરીની પ્રશંસા કરી ચૂક્યા છે. શ્રીરામે પણ ટ્રમ્પના નેતૃત્વના વખાણ કરતા કહ્યું હતું કે તેમના વિઝન વગર એઆઈની વૈશ્વિક રેસમાં અમેરિકા આટલું આગળ વધી શક્યું ન હોત.