World

સિંગાપોરમાં ભારતીય નર્સને દર્દી યુવકનું શારીરિક શોષણના આરોપમાં જેલની સજા

By GS TEAM
25 Oct 20252 mins read
TukuTouch Logo
સિંગાપોરની એક જાણીતી હૉસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે કામ કરતા એક ભારતીય નાગરિકને છેડતીના ગંભીર આરોપમાં દોષ કબૂલ કર્યા બાદ સજા ફટકારવામાં આવી છે. 34 વર્ષીય એલિપ શિવ નાગુને કોર્ટે એક વર્ષ અને બે મહિનાની જેલની સજાની સાથે બે કોરડા મારવાની સજા પણ સંભળાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સિંગાપોરમાં ભારતીય નર્સને દર્દી યુવકનું શારીરિક શોષણના આરોપમાં જેલની સજા

Indian Nurse Jailed For Molesting Male Visitor: સિંગાપોરની એક જાણીતી હૉસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે કામ કરતા એક ભારતીય નાગરિકને છેડતીના ગંભીર આરોપમાં દોષ કબૂલ કર્યા બાદ સજા ફટકારવામાં આવી છે. 34 વર્ષીય એલિપ શિવ નાગુને કોર્ટે એક વર્ષ અને બે મહિનાની જેલની સજાની સાથે બે કોરડા મારવાની સજા પણ સંભળાવી છે.

સેનીટાઇઝ કરવાના બહાને કરી છેડતી 

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ઘટના જૂન મહિનામાં રાફલ્સ હૉસ્પિટલમાં બની હતી. એલિપે એક પુરુષ મુલાકાતીની છેડતી કરી હતી, પરંતુ તેણે દાવો કર્યો હતો કે તે પીડિતને સેનીટાઇઝ (disinfect)કરવા માંગતો હતો.

ડેપ્યુટી પબ્લિક પ્રોસિક્યુટર (DPP) યુજીન ફુઆએ કોર્ટને જણાવ્યું હતું કે 18 જૂને પીડિત તેના દાખલ દાદાને મળવા માટે હૉસ્પિટલ આવ્યો હતો. સાંજે લગભગ 7.30 વાગ્યે, પીડિત દર્દીઓ માટેના શૌચાલયમાં હતો ત્યારે એલિપે અંદર ડોકિયું કર્યું. ત્યારબાદ, સેનીટાઇઝ કરવાના બહાને પીડિત સાથે છેડતી કરી હતી.

આ પણ વાંચો: મોટા યુદ્ધના ભણકારા? અમેરિકાએ વેનેઝુએલાને ટારગેટ કરી કેરેબિયન સમુદ્રમાં એરક્રાફ્ટ કેરિયર મોકલ્યું

પીડિત પર ગહન અસર

કોર્ટમાં રજૂ કરાયેલી માહિતી મુજબ, અચાનક થયેલી આ ઘટનાથી આઘાત લાગવાને કારણે પીડિત જરા પણ હલ્યો નહોતો. જોકે, આ આઘાતજનક અનુભવ પછી પીડિત પોતાના દાદાની પથારી પાસે પાછો ફર્યો. કોર્ટે જણાવ્યું કે આ ગુનાને કારણે પીડિતને તે કિસ્સાના ફ્લેશબેક (વારંવાર યાદ આવવું) થવા લાગ્યા હતા. પીડિતની ઉંમર સહિતની વિગતો કોર્ટના દસ્તાવેજોમાંથી ગોપનીયતાના કારણોસર હટાવી દેવામાં આવી છે. આ ગુના બાદ એલિપને તેની નર્સિંગ ફરજોમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.