World

'હોસ્પિટલે મારા પતિનો જીવ લીધો..' કેનેડામાં 8 કલાક તડપ્યાં બાદ ભારતીય યુવકનું મોત, પત્નીએ આપવીતી વર્ણવી

By GS TEAM
26 Dec 20252 mins read
TukuTouch Logo
કેનેડામાં રહેતા ભારતીય મૂળના પ્રશાંત શ્રીકુમારનું હોસ્પિટલમાં સમયસર સારવાર ન મળવાને કારણે અવસાન થયું છે. પ્રશાંતની પત્ની નિહારિકા શ્રીકુમારે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો શેર કરીને હોસ્પિટલ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. નિહારિકાના જણાવ્યા અનુસાર, તેના પતિને સતત 8 કલાક સુધી હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં બેસાડી રાખવામાં આવ્યા હતા, જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'હોસ્પિટલે મારા પતિનો જીવ લીધો..' કેનેડામાં 8 કલાક તડપ્યાં બાદ ભારતીય યુવકનું મોત, પત્નીએ આપવીતી વર્ણવી

Indian man death suffered for 8 hours in Canada: કેનેડામાં રહેતા ભારતીય મૂળના પ્રશાંત શ્રીકુમારનું હોસ્પિટલમાં સમયસર સારવાર ન મળવાને કારણે અવસાન થયું છે. પ્રશાંતની પત્ની નિહારિકા શ્રીકુમારે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો શેર કરીને હોસ્પિટલ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. નિહારિકાના જણાવ્યા અનુસાર, તેના પતિને સતત 8 કલાક સુધી હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં બેસાડી રાખવામાં આવ્યા હતા, જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું છે.

શું છે સમગ્ર ઘટના?

નિહારિકાએ વીડિયોમાં જણાવ્યું કે, સોમવાર, 22 ડિસેમ્બરના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ પ્રશાંતને છાતીમાં દુખાવાની ફરિયાદ થઈ હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક બપોરે 12:20 વાગ્યે 'ગ્રે નન્સ કોમ્યુનિટી હોસ્પિટલ' લઈ જવામાં આવ્યા હતા.

બેદરકારીની પરાકાષ્ઠા

નિહારિકાએ હોસ્પિટલ તંત્ર પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, પ્રશાંત બપોરે 12:20થી રાત્રે 8:50 વાગ્યા સુધી, એટલે કે અંદાજે 8 કલાકથી વધુ સમય સુધી માત્ર પ્રાથમિક સારવાર માટે વેઇટિંગ એરિયામાં બેસી રહ્યા હતા. છાતીમાં અસહ્ય દુખાવો અને સતત વધી રહેલા બ્લડ પ્રેશરને કારણે તેમની હાલત કથળી રહી હતી અને છેલ્લી ઘડીએ જ્યારે તેમનું બ્લડ પ્રેશર ચેક કરવામાં આવ્યું ત્યારે તે 210ના અત્યંત જોખમી સ્તરે પહોંચી ગયું હતું. 

તંત્ર સામે સવાલો

આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં, હોસ્પિટલ સ્ટાફે તેમને કોઈ તાત્કાલિક સારવાર આપવાને બદલે માત્ર 'ટાઈલેનોલ' જેવી સામાન્ય પેઈનકિલર આપીને લાંબો સમય રાહ જોવાનું કહ્યું હતું. નિહારિકાએ ભારે આક્રોશ સાથે કહ્યું કે, ગ્રે નન્સ કોમ્યુનિટી હોસ્પિટલના વહીવટીતંત્ર અને સ્ટાફની ઘોર બેદરકારી તેમજ સમયસર તબીબી સહાય ન મળવાને કારણે જ મારા પતિએ જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો: VIDEO: પૂરપાટ દોડતી બસ 600 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, મેક્સિકોમાં ગમખ્વાર અકસ્માત, 10ના મોત, 32 ઇજાગ્રસ્ત

હોસ્પિટલની સ્પષ્ટતા

આ મામલે વિવાદ વધતા હોસ્પિટલનું સંચાલન કરતી સંસ્થા 'કોવેનન્ટ હેલ્થ હેલ્થકેર' એ સત્તાવાર નિવેદન આપ્યું છે. જોકે, તેમણે દર્દીની ગુપ્તતા જાળવવાનું કહીને પ્રશાંતની સારવાર અંગે વિગતવાર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. હોસ્પિટલે જણાવ્યું હતું કે, 'અમે પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ મામલાની તપાસ હાલ ચીફ મેડિકલ એક્ઝામિનર ઓફિસ દ્વારા કરવામાં આવી રહી છે.'

કેનેડાની હેલ્થકેર સિસ્ટમ પર સવાલો

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર કેનેડાની હેલ્થકેર સિસ્ટમ અને લાંબા 'વેઇટિંગ ટાઈમ' સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઈમરજન્સી કેસમાં પણ કલાકો સુધી રાહ જોવડાવવાની પદ્ધતિ સામે ભારતીય સમુદાયે ચિંતા વ્યક્ત કરી છે.