ટ્રમ્પના 100 ટકા ટેરિફ સામે ભારત ઝૂકશે નહીં, રશિયા પાસેથી તેલ ખરીદશે જ !
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અમેરિકન સંસદમાં આજે રજૂ થનારા બિલ અંગે ભારતનું અડગ વલણ
- ભારત પોતાની ઓઇલ ખરીદી ૧૪૦ કરોડ નાગરિકોની ઉર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરે છે, તેથી પીછેહઠનો સવાલ જ નથી
વોશિંગ્ટન : ભારતે અમેરિકાને સ્પષ્ટપણે જણાવી દીધું છે કે તે તેની ૧૦૦ ટકા ટેરિફની ધમકી સામે ઝૂકશે નહી અને રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું જારી રાખશે. અમેરિકાએ રશિયા પાસેથી વધુ ઓઇલ ખરીદી રહેલા દેશો પર ૧૦૦ ટકા ટેરિફ લગાવવાનો કાયદો બનાવવાની પ્રક્રિયા શરુ કરી છે. યુએસ કોંગ્રેસના નીચલા ગૃહમાં આ બિલ પર ગુરુવારે વોટિંગ થશે. આ બિલ પાસ થાય છે તો ભારત પર ૧૦૦ ટકા ટેરિફ લાગી શકે.
ભારતે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકા ભલે ટેરિફ લગાવી લે, પરંતુ ભારત દબાણ હેઠળ નહીં આવે અને રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું જારી રાખશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો અંગેના નિર્ણયો ૧૪૦ કરોડ નાગરિકોના હિતોને ધ્યાનમાં રાખીને કરે છે. તે આગળ પર આ અંગે કાયમ રહે છે.
અમેરિકાએ આ બિલને લિન્ડસે ગ્રેહામ સેન્કશનિંગ રશિયા એન્ડ ઇરાન નામ આપ્યું છે. અમેરિકાની સેનેટમાં તે ૮૬-૧૧થી પસાર થઈ ગયું છે. તેનું સીધુ ધ્યેય બારત-ચીન પર ટેરિફ નાખવાનું છે. તેમા રશિયા પાસેથી સૌથી વધુ ઓઇલ ખરીદતા દેશો પર ૧૦૦ ટકા ટેરિફ લગાવવાની જોગવાઈ છે. ભારત સરકાર સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે તે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, પરંતુ તે સ્પષ્ટ છે કે ભારત સરકાર આ અંગેની પોતાની નીતિને બદલશે નહીં. તે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું જારી રાખશે.
આ પહેલા સમાચાર આવ્યા હતા કે કેટલાક અમેરિકન સાંસદે આ બિલમાં કેટલાક પરિવર્તનની ભલામણ કરી છે. તેમની માંગ હતી કે આ હિસામાં પ્રતિબંધ લાગતો હોય તેવા દેશોનું સીધેસીધુ ભારતનું નામ લખવામાં આવે. આ પહેલા બિલમાં ફક્ત રશિયા પાસેથી ઓઇલ ખરીદનારા દેશો તેવો ઉલ્લેખ હતો. હવે ભારતનું નામ અલગથી જોડવાની માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત સાંસદોનું કહેવું છે કે બિલમાં રશિયા પાસેથી સૌથી વધુ ઓઇલ ખરીદનારા દસ દેશોનું નામ સ્પષ્ટપણે લખવામાં આવે અને તેના પર ૧૦૦ ટકા ટેરિફ નાખવામાં આવે.
આ દેશોમાં ભારત, ચીન, તુર્કી, અઝરબૈજાન, હંગેરી, સ્લોવાકિયા, યુએઈ, સિંગાપોર, કઝાખસ્તાન અને કિર્ગિસ્તાન સામેલ છે.




