Get The App

ટ્રમ્પની એક જાહેરાતથી મોટા સંકટમાં ફસાયું પાકિસ્તાન! ભારતે ડીલ કરી 'ખેલ' પાડી દીધો

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પની એક જાહેરાતથી મોટા સંકટમાં ફસાયું પાકિસ્તાન! ભારતે ડીલ કરી 'ખેલ' પાડી દીધો 1 - image


Donald Trump and Pakistan News : ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ઐતિહાસિક ટ્રેડ ડીલ તેમજ યુરોપિયન યુનિયન (EU) સાથેના કરારે પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દીધી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો પરના ટૅરિફમાં કરેલા મોટા ઘટાડાથી પાકિસ્તાનના નિકાસ ક્ષેત્ર, ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયા છે.

પાકિસ્તાની નિષ્ણાતોની ચિંતા: વૈશ્વિક બજારમાં ભારતનું વર્ચસ્વ વધશે

પાકિસ્તાનના 'કોટન જીનર્સ ફોરમ' ના અધ્યક્ષ એહસાનુલ હકે ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન સરકાર કોટન અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે તાત્કાલિક નીતિઓ નહીં લાવે, તો નિકાસમાં ભારે ઘટાડો જોવા મળશે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના મુક્ત વ્યાપાર કરાર(FTA)ને કારણે ભારતીય ઉત્પાદનો પર ઇમ્પોર્ટ ડ્યુટી શૂન્ય થઈ ગઈ છે, જ્યારે અમેરિકાએ પણ ભારતીય સામાન પરના ટૅરિફ ઘટાડીને 18-25%ની રેન્જમાં લાવી દીધા છે. તેની સરખામણીએ પાકિસ્તાની ઉત્પાદનો હજુ પણ અમેરિકામાં 19% ટૅરિફનો સામનો કરી રહ્યા છે, જેના કારણે કિંમતોની હરીફાઈમાં ભારત આગળ નીકળી જશે.

'મધર ઑફ ઓલ ડીલ્સ'થી ભારતની નિકાસ બમણી થશે

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેની ડીલને 'મધર ઑફ ઓલ ડીલ્સ' તરીકે ઓળખવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના જણાવ્યા મુજબ, આ કરાર લાગુ થવાના પ્રથમ દિવસથી જ ભારતની 99% નિકાસને યુરોપિયન યુનિયનમાં ડ્યુટી ફ્રી એન્ટ્રી મળશે. આનાથી આગામી પાંચ વર્ષમાં ભારતની નિકાસ બમણી થવાની સંભાવના છે. ભારત પહેલેથી જ યુરોપ સાથે વ્યાપારમાં સરપ્લસ સ્થિતિમાં છે, જે હવે વધુ મજબૂત બનશે.

પાકિસ્તાનની માંગ: ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરો

પાકિસ્તાની ઉદ્યોગપતિઓએ સરકાર પાસે માંગ કરી છે કે દેશમાં ઉત્પાદન ખર્ચ પાડોશી દેશો(ભારત)ના સ્તર પર લાવવામાં આવે. લાંબા સમયથી બાકી રહેલા રિફંડ જાહેર કરવા અથવા સુપર ટેક્સ લાયબિલિટી સામે તેને એડજસ્ટ કરવાની પણ માંગ ઉઠી છે. જો સરકાર નીતિઓ લાવવામાં મોડું કરશે, તો પ્રાદેશિક સ્તરે ખર્ચનો તફાવત વધશે અને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું માર્કેટ ગુમાવી શકે છે.