World

37.5 ટન રાહત સામગ્રી સાથે ભારતે બીજી વિમાન ખેપ નેપાળ મોકલી

By GS Team
27 Aug 20262 mins read
TukuTouch Logo
નેપાળમાં પ્રચંડ તબાહી પછી ભારતે ત્વરિત સહાય મોકલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન બાલેન શાહ સાથે વાતચીત કરી તમામ સહાયની ખાતરી આપી. આજે, 37.5 મેટ્રિક ટન રાહત સામગ્રી ભરેલું બીજું C-130 વિમાન કાઠમંડુ પહોંચ્યું. તેમાં દવાઓ, ખાદ્યસામગ્રી અને કપડાં જેવી જીવનજરૂરિયાતની ચીજો હતી. દલાઈ લામાએ સદ્ગતો માટે પ્રાર્થના સભા યોજી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

37.5 ટન રાહત સામગ્રી સાથે ભારતે બીજી વિમાન ખેપ નેપાળ મોકલી
  • દલાઈ લામાએ સદ્ગતો માટે પ્રાર્થના સભા યોજી
  • ઔષધીઓ, ખાધા ખોરાકી તથા જીવન જરૂરિયાતની તમામ ચીજો ભરેલું બીજું C-130 વિમાન કાઠમંડુ રવાના

નવી દિલ્હી : નેપાળમાં થયેલ પ્રચંડ તબાહી પછી નેપાળને સૌથી પહેલી અને ત્વરિત સહાય ભારતે જ મોકલી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન બાલેન શાહ સાથે ફોન પર વાતચીત કરતા નેપાળને તમામ પ્રકારની સહાય માટે ભારતની કટિબદ્ધતા દર્શાવી હતી. સામે બાલેન શાહે મોદીનો અને ભારતની જનતાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. ભારતે આજે (ગુરૂવારે) ૩૭.૫ મે. ટન જેટલી રાહત સામગ્રી ભરેલું માલવાહક વિમાન સી-૧૩૦ રવાના કર્યું હતું. તેમાં જરૂરી ઔષધીઓ, ખાધા-ખોરાકીની ચીજો તથા કપડાં સહિતની જીવન જરૂરિયાતની ચીજો ભગવાન પશુપતિનાથના દેશમાં મોકલી આપી હતી.
સોશ્યલ મીડીયા પોસ્ટ ઠ ઉપર વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારત કઠમંડુ સાથે તેના કટોકટીના સમયે મજબૂત રીતે ઉભું રહેશે જ. જીવન જરૂરિયાતની તમામ ઔષધીઓ અને ફૂડ પેકેટ્સ વગેર લઈ જતું ભારતનું બીજું સી-૧૩૦ વિમાન કઠમંડુ પહોંચી રહ્યું છે. આ બધી સામગ્રીનું કુલ વજન ૩૭.૫ ટન જેટલું થવા જાય છે. ભારત નેપાળના સત્તાધીશો સાથે સતત સંપર્કમાં છે તેટલું જ નહીં પરંતુ હજીયે વધુ પુરવઠો મોકલવાની તૈયારીઓ ચાલે છે.
ભારતમાંથી રાહત સામગ્રી લઈને વિમાન કાઠમંડુના વિમાનગૃહે પહોંચ્યું ત્યારે ભારતના નેપાળ સ્થિર રાજદૂત નવીન શ્રીવાસ્તવે સત્તાવાર રીતે તે ભારતીય સામગ્રી નેપાળના સાંસ્કૃતિક બાબતો અને પર્યટન તથા સિવિલ એવિએશન મંત્રી ખડગરાજ પૌડેલને વિધિવત્ સુપ્રત કરી હતી
આ રાહત સામગ્રી મોકલવાના 'પેકેજીઝ' નિશ્ચિત કરવા તે બહુ મહત્ત્વનું છે. તેમાં જીવન જરૂરીયાતની મહત્ત્વની ચીજો, દવાઓ તથા ખાધા-ખોરાકીની કઈ કઈ બાબતો અનિવાર્ય છે તે બરોબર ધ્યાનમાં રાખવુ ંપડે છે.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, નેપાળના આ કટોકટીના કાળમાં ભારત તેની સાથે મજબૂત રીતે ઉભું રહેશે.
દરમિયાન બૌદ્ધ ધર્મના સર્વોચ્ચ ગુરૂ હિઝ હાઇનેસ દલાઈ લામાએ નેપાળના તથા તિબેટમાં થયેલી પારાવાર નુકસાની અને જાનહાનિ અંગે સંવેદના પ્રદર્શિત કરતા જણાવ્યું હતું કે, હું મારા અનુયાયી સાથે તે દિવંગતોના આત્માની શાંતિ માટે સમુહ પ્રાર્થના કરવાના છીએ.'