Get The App

'ભારત અમારું મિત્ર છે : ટેન્શનની કોઈ જરૂર નથી' : અમેરિકાની નાકાબંધી અંગે ઇરાને કહ્યું

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
'ભારત અમારું મિત્ર છે : ટેન્શનની કોઈ જરૂર નથી' : અમેરિકાની નાકાબંધી અંગે ઇરાને કહ્યું 1 - image

- ઇરાનના રાજદૂતે કહ્યું : 'ભારતીય જહાજોને આવવા જવા દેશું : અમેરિકા મંત્રણાના મેજ ઉપર અમારી શરણાગતિ માગતું હતું'

નવી દિલ્હી : અમેરિકા-ઇરાન તંગદિલી વચ્ચે ભારત માટે સુખદ સમાચાર આવ્યા છે. ઇરાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ખાડી દેશોમાં અમેરિકાએ કરેલી નાકાબંધી છતાં ભારતીય જહાજોનાં આવન-જાવન ઉપર કોઈ અસર નહીં થાય.

ભારત સ્થિત ઇરાનના રાજદૂત, મોહમ્મદ ફતહાલી એ એનડીટીવીને આપેલી એક ખાસ મુલાકાતમાં ભરોસો આપ્યો કે તહેરાન ભારતને તેનું નિકટવર્તી મિત્ર માને છે. અને વ્યાપારિક જહાજોને માટે તો એ સમુદ્રી માર્ગ ખુલ્લો રહેશે.

ઇસ્લામાબાદમાં મંત્રણા નિષ્ફળ ગઈ તે પછી મોહમ્મદ ફતહાલી એ આપેલા આ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ઇરાનના વિદેશમંત્રીએ જે પાંચ દેશોની સૂચી તૈયાર કરી છે તેમાં ભારતનું નામ પણ છે.

નિરીક્ષકો કહે છે કે આ આશ્વાસન ભારત માટે એટલા માટે મહત્વનું છે કે દુનિયાના કુલ તેલનો પાંચમા ભાગનો હિસ્સો, હોર્મુઝ પાસેથી પસાર થાય છે. ભારત તેની કુલ જરૂરિયાતનું ૮૦ ટકા તેલ તો તે ખાડી વિસ્તારમાંથી જ મેળવે છે. તેથી આ આશ્વાસન મહત્વનું છે.

ઇસ્લામાબાદમાં યોજાયેલી અમેરિકા-ઇરાન-શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ હોવાનું કારણ દર્શાવતાં તેમણે કહ્યું 'અમેરિકા મંત્રણાના મેજ ઉપર જ અમારી શરણાગતિ માગતું હતું જે શક્ય જ નથી.'