ભારત-ગ્રીસ-ઈઝરાયલની 'ત્રિશક્તિ' તૈયાર: પાકિસ્તાન અને તુર્કીયેના 'નાપાક ગઠબંધન'માં ફફડાટ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Greece Relations : ભારત અને ગ્રીસ વચ્ચેના સંબંધો લગભગ 2,500 વર્ષ જૂના છે, પરંતુ હાલના સમયમાં બંને દેશોના સંબંધોમાં એક નવી ઊર્જા જોવા મળી રહી છે. ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રે બંને દેશો વચ્ચે જે નવી જુગલબંધી થઈ રહી છે, તે પ્રાદેશિક જીઓપોલિટિક્સમાં નવા સમીકરણો સર્જી રહી છે. આ ગઠબંધનમાં ઈઝરાયેલનો એંગલ પણ ઉમેરાતા આ ત્રણેય દેશો 'ત્રિશક્તિ' તરીકે ઉભરી રહ્યા છે.
સંબંધોમાં ગરમાવો: તુર્કી-પાકિસ્તાન માટે ખતરાની ઘંટી
'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારતને તુર્કીના રૂપમાં એક નવા પડકારનો સામનો કરવો પડ્યો હતો. તુર્કી દ્વારા ઇસ્લામના નામે પાકિસ્તાનની નાપાક હરકતોને સમર્થન આપવાના પ્રયાસો બાદ ભારતે ગ્રીસ સાથેના સંબંધોને નવા સ્તરે લઈ જવાની શરુઆત કરી છે. ગ્રીસ અને તુર્કી પરંપરાગત દુશ્મનો રહ્યા છે, તેથી ભારત અને ગ્રીસની આ નિકટતા પાકિસ્તાન અને તુર્કી બંને માટે ચિંતાનો વિષય બની છે.
સંરક્ષણ સંબંધોમાં નવો અધ્યાય
ન્યૂઝ એજન્સી આઇએનએસના અહેવાલ મુજબ, ગ્રીસ અને ભારત તેમની વ્યૂહાત્મક વાતચીતને નોંધપાત્ર રીતે મજબૂત કરી રહ્યા છે. બંને દેશોના સૈન્ય સંબંધો હવે એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છે. આ મજબૂત સંબંધો માત્ર દ્વિપક્ષીય હિતો માટે જ નહીં, પરંતુ ભૂમધ્ય સમુદ્ર અને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સંતુલન અને સ્થિરતા જાળવવા માટે પણ અત્યંત મહત્ત્વના છે.
PM મોદી અને ગ્રીસના PM મિત્સોટાકિસની મુલાકાત
હાલમાં દિલ્હીમાં યોજાયેલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટ(AI Summit)માં ભાગ લેવા માટે ગ્રીસના વડાપ્રધાન ક્યરિયાકોસ મિત્સોટાકિસ ભારત આવ્યા હતા. PM મોદીએ આ મુલાકાત અંગે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, "તાજેતરના વર્ષોમાં ભારત-ગ્રીસ વ્યૂહાત્મક ભાગીદારીમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે."
ભારત-ગ્રીસ દ્વિપક્ષીય સહયોગ
- ભારત-ગ્રીસના ઐતિહાસિક સંબંધો 2500 વર્ષ જૂના સાંસ્કૃતિક અને વેપારી સંબંધો છે.
- પૂર્વી ભૂમધ્ય સમુદ્રમાં ગ્રીસની હાજરી ભારત માટે યુરોપના દ્વાર ખોલે છે. જેથી ભારત માટે ગ્રીસ ગેટવે ઑફ યુરોપ બને છે.
- પ્રસ્તાવિત IMEC પ્રોજેક્ટ 'ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર' માટે ગ્રીસ મહત્વનું કેન્દ્ર છે.
- તુર્કી-પાકિસ્તાનના ગઠબંધન સામે ભારત માટે એક મજબૂત અને ભરોસાપાત્ર સાથી છે
- નૌકાદળ સહયોગ: ભૂમધ્ય સમુદ્રમાં ગ્રીસનો અનુભવ અને હિંદ મહાસાગરમાં ભારતનું વર્ચસ્વ બંને દેશોને સાથે લાવે છે.
નિષ્ણાતોના મતે, મધ્ય પૂર્વ અને હિંદ-પ્રશાંત ક્ષેત્રની બદલાતી પરિસ્થિતિમાં ભારત, ગ્રીસ અને ઈઝરાયેલનો ત્રિપક્ષીય સહયોગ ભવિષ્યમાં વિશ્વની સુરક્ષા અને વેપાર માર્ગો માટે નિર્ણાયક સાબિત થશે.








