ભારત-આર્જેન્ટિના વચ્ચે લિથિયમ, એનર્જી, એગ્રીકલ્ચર ક્ષેત્ર સંબંધે બહુવિધ કરારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ભારત લેટિન અમેરિકાના દેશો સાથે સતત સંપર્કમાં
- ફાર્માસ્યુટિકલ્સ અને ટેલીકોમ્યુનિકેશન્સ તે બંને ક્ષેત્રે ભારત અગ્રીમ હરોળમાં છે : આર્જેન્ટિના તેનો લાભ લેવા માગે છે
બ્યુનોસ-એરિસ : ભારત અને આર્જેન્ટિના, લિથિયમ, એનર્જી, એગ્રીકલ્ચર, ફાર્માસ્યુટિકલ્સ અને ઇમર્જિંગ ટેકનોલોજીસ અંગે સહકાર સાધવા એકમત થયા છે. આ સાથે, ભારતની એગ્રીકલ્ચર પ્રોડક્ટસ માટે આર્જેન્ટિનાનું બજાર ખોલવા પણ ભારત-અમેરિકા સહમત થયા છે.
અહીંના પેલેશિયો-સાન-માર્ટિન ખાતે ભારતના વાણિજ્ય સિવિલ, રાજેશ અગ્રવાલ, અને આર્જેન્ટિનાના સેક્રેટરી ફોર ઇન્ટરનેશનલ ઇકોનોમિક રીલેશન્સ ફર્નાન્ડો બર્નનાં નેતૃત્વ નીચેનાં પ્રતિનિધિમંડળ વચ્ચે થયેલી મંત્રણામાં આ નિર્ણય લેવાયો હતો.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૪ માં આર્જેન્ટિનાની મુલાકાત સમયે બંને દેશો વચ્ચે આર્થિક સહકાર વધારવા એક રોડ-મેપ તૈયાર કરાયો હતો. તે પછી ભારતમાં પ્રતિનિધિમંડળની આ મુલાકાત દરમ્યાન તે રોડમેપ (વ્યાપાર-વાણિજ્યની રૂપરેખા)ને સુવ્યવસ્થિત કરી તેને કઈ રીતે અમલી કરવો તેની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વ્યાપાર-વાણિજ્યનું કઈ રીતે વિસ્તરણ કરવું તે વિષે પણ ચર્ચા કરવામાં આવી હતી. બંને પક્ષોએ બંને દેશો વચ્ચે વ્યાપાર વાણિજ્ય વધારવા નિર્ણય લીધો હતો. તેમાં એગ્રીકલ્ચર અને ઇમર્જીંગ-ટેકનોલોજીસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.
વિશેષત: એવીએશન, સ્પેસ-ટેકનોલોજી, ટેલીકોમ્યુનિકેશન્સ અને ડીજીટલ સર્વિસીસ ઉપર તે મંત્રણામાં લક્ષ્ય કેન્દ્રિત કરાયું હતું. તા. ૨૪થી શરૂ થયેલી આ મંત્રણાઓ તા. ૨૫ એ પણ આગળ વધારવામાં આવી હતી તે ઉપરથી બંને દેશોની પારસ્પરીક પ્રતિબદ્ધતાઓનો ખ્યાલ આવી જાય તેમ છે.
સૌથી વધુ મહત્વની વાત તે છે કે દાયકાઓ સુધી ભારતની ગત સરકારોને લેટીન અમેરિકા (દ.અમેરિકા)ના દેશો પ્રત્યે બહુ ધ્યાન આપ્યું ન હતું. પરંતુ હવે નરેન્દ્ર મોદી સરકારે જેમ એક્ટ-ઇસ્ટ કાર્યવાહી હાથ ધરી છે તેમજ એક્ટ સાઉથ-વેસ્ટ કાર્યવાહી પણ હાથ ધરી રહી છે.




