લંડનમાં કાર પાર્કિગની જગ્યામાં નિરાંતની પળ માણવા માટે વધતા જતા પાર્કલેટ્સ

લંડન,1 ઓકટોબર,2025,બુધવાર
પાર્કલેટ્સ કહેવાતી આ જગ્યાઓ પર લોકો સાથે બેસે છે. કોફી પીવે છે અને એક શાંત વાતાવરણનો આનંદ ઉઠાવે છે. શેરી કે નજીકની સોસાયટીમાં રહેતા લોકો જ તેનો ઉપયોગ કરી શકે છે. જેઓ દુકાન કે કાફેની મુલાકાત લેવા ઇચ્છતા નથી તેમના માટે એક તક પુરી પાડે છે. લંડનમાં કાર પાર્કિગની પડતર જગ્યાનો ઉપયોગ કરીને પાર્કલેટસ તૈયાર કરવામાં આવી રહયા છે.
પાર્કલેટસ તૈયાર કરવાની મુવમેન્ટ શરુ થઇ હતી તેના પરિણામ સ્વરુપ પાર્કલેટસમાં વૃધ્ધિ થઇ છે. કોમ્યુનિટી પાર્કલેટ એક એવી જાહેર નાનકડી જગ્યા જે એક અથવા વધુ ઓન સ્ટ્રીટ પાર્કિગ સ્પોટને લોકો એક જગ્યાએ બેસી શકે એવી રીતે રુપાંતરિત કરવામાં આવે છે. આ બેઠક વ્યવસ્થામાં લીલોતરીને કલાત્મક રીતે પ્રસ્તુત કરવામાં આવે છે.
પાર્કલેટસ આમ જોવા જઇએ તો ફૂટપાથ જેવી જગ્યાનું વિસ્તરણ છે જે સમુદાય કેન્દ્ર તરીકે સેવા આપે છે. યુકેના હાર્દ સમા લંડનમાં ટ્રાફિક એક મોટી સમસ્યા છે. ઘણા લોકો રોડ પર ગાડીઓની સતત અવરથી પરેશાન રહેતા હોય છે. નિવાસીઓ પોતાના ઘર આસપાસની જગ્યાને લીલોતરીવાળી બેઠક વ્યવસ્થા બનાવે છે આના માટે તંત્ર તરફથી મંજુરી પણ સરળતાથી મળી જાય છે.

પાર્કલેટસ કહેવાતી આ જગ્યાઓ પર લોકો સાથે બેસે છે. કોફી પીવે છે અને એક શાંત વાતાવરણનો આનંદ ઉઠાવે છે. શેરી કે નજીકની સોસાયટીમાં રહેતા લોકો જ તેનો ઉપયોગ કરી શકે છે. જેઓ દુકાન કે કાફેની મુલાકાત લેવા ઇચ્છતા નથી તેમના માટે એક તક પુરી પાડે છે. અન્ય લોકોને જોવા માટે બહાર વિતાવેલા સમયથી એકલતા ઘટે છે.
પાર્કલેટ્સ પાડોશીઓ અને સમુદાયના માણસો વચ્ચે સંબંધ સેતુનું કામ કરે છે. ૨૦૧૮માં હેકના સ્થાપિત ઉદાહરણને અનુસરીને લંડનમાં વોલ્થમ ફોરેસ્ટ અને હાઉન્સલો કાઉન્સિલે સપ્ટેમ્બર ૨૦૨૨માં કોમ્યુનિટી પાર્કલેટ પરમિટ સિસ્ટમ શરુ કરી છે. સૌ પહેલા વોલ્થેમ ફોરેસ્ટમાં એક અદ્ભૂત કોમ્યુનિટી પાર્કલેટ તૈયાર કરાયું હતું.

યુકેમાં વર્ષ ૨૦૧૫માં હેકની કોમર્શિયલ પાર્કલેટસ બનાવનાર પ્રથમ કાઉન્સિલ બન્યું હતું. કાઉન્સિલે પાર્કેલેટસથી કોઇ જ ખતરો નથી એવી કાર માલિકોને ખાતરી આપી હતી. આ પાર્કલેટસ માત્ર ફાલતું અને મોટે ભાગે બિન ઉપયોગી કાર પાર્કિગ સ્થળ પર જ સ્થાપિત કરવામાં આવે છે.
છેલ્લા બે વર્ષમાં પાર્કલેટસની સંખ્યામાં ઉતરોત્તર વધારો થયો છે .૨૦૨૦માં સ્થપાયેલ પાર્કલેટ્સ ઝુંબેશ સમાન વિચારધારા ધરાવતા સ્વયંસેવકોનું એક જૂથ છે જે લંડનને વિશ્વની પાર્કલેટ રાજધાની બનાવવા ઇચ્છે છે. તેમનું મિશન રહેણાંક શેરીઓમાં પાર્કલેટ બનાવવાનું અને તેના માટે પરમિશન લેવાનું છે.








