World

LPG ગ્રાહકો માટે મોટા સમાચાર, 1 ઓક્ટોબરથી આધાર ઓથેન્ટિકેશન નહીં હોય તો ગુમાવવો પડશે સબસિડીનો લાભ

By GS Team
19 Sep 20263 mins read
TukuTouch Logo
પેટ્રોલિયમ મંત્રાલયે 1 ઓક્ટોબર, 2026થી સબસિડીવાળા ઘરેલુ LPG રિફિલ માટે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત બનાવ્યું છે. 27.43 કરોડ (89.9%) ગ્રાહકોએ આ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. સબસિડીનો લાભ યોગ્ય ગ્રાહકો સુધી પહોંચાડવા આ નિયમ લાગુ કરાયો છે. ઓથેન્ટિકેશન વિના ગ્રાહકોને બજાર કિંમતે ગેસ સિલિન્ડર મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

LPG ગ્રાહકો માટે મોટા સમાચાર, 1 ઓક્ટોબરથી આધાર ઓથેન્ટિકેશન નહીં હોય તો ગુમાવવો પડશે સબસિડીનો લાભ
ફાઈલ તસવીર

LPG Subsidy Biometric Aadhaar Authentication: ઘરેલુ LPG ગ્રાહકો માટે 1 ઓક્ટોબર 2026થી મહત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યો છે. 1 ઓક્ટોબર 2026થી સબસિડીવાળા ઘરેલુ LPG રિફિલ માટે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત બનશે. આ માહિતી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 27.43 કરોડ ગ્રાહકોએ (89.9 ટકા) પહેલાથી જ ઓથેન્ટિકેશન પૂર્ણ કરી લીધું છે અને તેમને આગળ કશું કરવાની જરૂર નથી.

સબસિડીનો લાભ યોગ્ય ગ્રાહકો સુધી પહોંચાડવા નિયમો કડક બનાવાયા

હવે રેગ્યુલેટેડ રિટેલ સેલિંગ પ્રાઇસ (RSP) પર સબસિડીવાળા LPG રિફિલના બુકિંગ માટે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન (BAA) પૂર્ણ કરવું જરૂરી રહેશે. જે ગ્રાહકોએ પહેલાથી જ બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન કરાવી લીધું છે, તેમણે ફરીથી આ પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર રહેશે નહીં. સરકારના જણાવ્યા અનુસાર, બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશનનો હેતુ સબસિડીનો લાભ વાસ્તવિક અને પાત્ર પરિવારો સુધી પહોંચાડવાનો છે. આનાથી ડુપ્લિકેટ અથવા અપાત્ર કનેક્શન્સની ઓળખ કરવામાં અને ઘરેલુ LPGના વ્યાવસાયિક કે ઔદ્યોગિક ઉપયોગ માટેના ડાયવર્ઝનને રોકવામાં મદદ મળશે.

બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન કેવી રીતે કરાવવું?

  • ડિલિવરી કર્મચારી OMCની મોબાઈલ એપ દ્વારા સ્થળ પર જ ઓથેન્ટિકેશન કરી શકે છે.
  • ગ્રાહકો પોતાના LPG વિતરક પાસે જઈને બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન કરાવી શકે છે.

મોબાઈલ એપ દ્વારા ઘરે બેઠા

  • ઇન્ડેન ગ્રાહકો- IndianOil ONE
  • ભારત ગેસ ગ્રાહકો- HelloBPCL
  • HP ગેસ ગ્રાહકો- HP PAY
  • PMUY પોર્ટલ પર self e-KYC ની પ્રક્રિયા સમજાવતા વિડિયો ટ્યુટોરિયલ પણ ઉપલબ્ધ છે.

ઓથેન્ટિકેશન વિના ગ્રાહકોને માર્કેટ રેટ પર ગેસ સિલિન્ડર મળશે

સરકારના જણાવ્યા અનુસાર, બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન ન કરાવનારા ગ્રાહકોને LPG મળવાનું બંધ નહીં થાય. જોકે, તેમણે પોતાની OMCના ડિજિટલ માધ્યમો (વેબ પોર્ટલ, મોબાઈલ એપ, WhatsApp ચેટબોટ, IVRS વગેરે) દ્વારા પોતાની આ પસંદગી નોંધાવવી પડશે. આવા ગ્રાહકોને સબસિડી વગર બજાર કિંમતે 5 કિલો કે 10 કિલોના સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે સ્થાનિક ઉપલબ્ધતાને આધીન રહેશે.

દેશમાં 89.9 ટકા ગ્રાહકોએ ઓથેન્ટિકેશન કામગીરી પૂર્ણ કરી

19 સપ્ટેમ્બર 2026 સુધીમાં 27.43 કરોડ સક્રિય ઘરેલુ LPG ગ્રાહકો બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કરી ચૂક્યા છે, એટલે કે કવરેજ આશરે 89.9% છે. બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશનની શરૂઆતી સમયમર્યાદા 30 જૂન હતી, જેને ગ્રાહકોને વધારાનો સમય આપવા માટે ઘણી વખત લંબાવવામાં આવી હતી. અંતિમ સમયમર્યાદા 14 સપ્ટેમ્બર 2026 રહી હતી. સરકારના જણાવ્યા મુજબ, ઓક્ટોબર 2023થી OMCs દ્વારા વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું છે. આ દરમિયાન SMS અને WhatsApp મેસેજ, ખાસ કેમ્પ, IVRS મેસેજ, મોબાઈલ નોટિફિકેશન તથા અન્ય માધ્યમો દ્વારા ગ્રાહકોને બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.

ગેસ સબસિડી અને સરકારી નાણાકીય સહાયના મહત્વપૂર્ણ આંકડા

ઘરેલુ LPG ને પડતર કિંમત કરતાં ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવા માટે સરકાર OMCsને આર્થિક સહાય આપે છે. સપ્ટેમ્બર 2026માં 14.2 કિલોના સિલિન્ડર પર અંદાજિત ઈમ્પ્લિસિટ સબસિડી આશરે 210 છે, જ્યારે જૂન 2026માં તે પ્રતિ સિલિન્ડર આશરે 721 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. સરકારે FY 2022-23 માં OMCs ને 22,000 કરોડ રૂપિયાનું વળતર આપ્યું હતું અને FY 2025-26 તથા FY 2026-27 દરમિયાન 30,000 કરોડ રૂપિયાની ચૂકવણી કરી રહી છે.

ગ્રાહકોને 1 ઓક્ટોબર પહેલા ઓથેન્ટિકેશન પૂર્ણ કરવા સલાહ

જે ઘરેલુ LPG ગ્રાહકોએ હજુ સુધી બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન નથી કરાવ્યું, તેમને 1 ઓક્ટોબર 2026 પહેલાં બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે, જેથી સબસિડીવાળા RSP પર રિફિલ બુકિંગમાં મુશ્કેલી ન પડે.