મારી હત્યા થઈ તો હજાર મિસાઇલો ઇરાનને નકશામાંથી ભૂંસી નાખશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પે ન્યૂયોર્ક પોસ્ટેને આપેલા ઇન્ટરવ્યુમાં કરેલા દાવાથી ખળભળાટ
મારા પિતાએ હુસૈનની જેમ શહાદત વહોરી, ઇરાન તેમની હત્યાનો બદલો લેશે: મોજતબા ખામેનેઈ
ઇરાન જાહેરમાં જણાવે કે તે હોર્મુઝ ખોલશે, જહાજો પર હુમલા નહીં કરેઅને કોઈ ફી નહીં વસૂલે: અમેરિકા
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું છે કે ઇરાને મારી હત્યાનો પ્રયત્ન કર્યો તો એક હજાર મિસાઇલો તૈયાર પડી છે, ઇરાનનો અમે એક એરિયા સલામત નહીં રહેવા દઈએ. ટ્રમ્પે ન્યૂયોર્ક પોસ્ટને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું ઘણા સમયથી ઇરાનના નિશાન પર છું, જો મારી હત્યા થાય છે એક હજાર મિસાઇલો ઇરાનને નકશામાં ભૂંસી નાખશે. ટ્રમ્પના આ દાવાથી ખળભળાટ મચી ગયો છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે જો મારી હત્યા થાય તો ઇરાન પર બોમ્બ વડે હુમલો કરવાની અમેરિકન લશ્કરને છૂટ આપી દીધી છે. આમ ટ્રમ્પે આપેલી ધમકીઓના લીધે ફરીથી મધ્યપૂર્વમાં તણાવ વધી શકે છે. ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકાનું લશ્કર ઇરાન સાથે એક વર્ષ સુધી યુદ્ધ લડવા અને તેને બરબાદ કરી નાખવા માટે સક્ષમ છે. આમ ટ્રમ્પે આ પોસ્ટ દ્વારા અમેરિકન લશ્કરને યુદ્ધ માટે તૈયાર રહેવાનો સંકેત આપ્યો છે આ બતાવે છે કે યુદ્ધ ગમે ત્યારે ફરીથી શરૂ થઈ શકે છે.
બીજી બાજુએ ઇરાન પણ અમેરિકા પર આરોપ લગાવી રહ્યુ છે કે આ બધા તેના જ કારસ્તાન છે. ઇરાનના વિદેશમંત્રી અરાઘાચીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ઇરાને અત્યાર સુધી તેનું વચન નીભાવ્યું છે. જ્યારે અમેરિકાએ સમજૂતીપત્રના પેરા નવનો ભંગ કર્યો છે. અમેરિકા એક પછી એક બધા નિયમોનો ભંગ કરી રહ્યું છે. આમ યુદ્ધવિરામ ચાલુ રહેવાની આશા સંપૂર્ણ તૂટી પડી છે. હવે બંને દેશોની મિસાઇલો ગરજવા અને વરસવા તૈયાર છે.
આ સિવાય સૌથી વધારે આશ્ચર્યજનક વાત એ હતી કે આખા યુદ્ધ દરમિયાન ચૂપ રહેલા ખામનેઈના પુત્ર મોજતબાએ પિતાની પ્રાર્થના સભા પછી એક પછી એક ટ્વીટ કરી હતી. તેમણે પિતાને હુસૈનની જેમ ઇસ્લામિક સિદ્ધાંતો માટે શહીદીના માર્ગે જનારા પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતા. આયોતોલ્લાહ ખામેનેઈ આખું જીવન હુસૈને દર્શાવેલા પથ પર ચાલ્યા અને બીજાને પણ માર્ગ ચીંધ્યો. હુસૈનના માર્ગે ચાલીને જ તેમણે પોતાના પ્રજાજનો માટે શહાદત વહોરી. તેમણે ઇસ્લામિક ક્રાંતિને જન્મ આપ્યો અને ઇસ્લામના સિદ્ધાંતો મુજબ જીવ્યા. ઇરાનીયનો પણ તેમના માર્ગે ચાલીને તેમના પિતાની હત્યાનો બદલો લેશે. અમારો દેશ ફક્ત મારા પિતા જ નહીં બધા શહીદોની હત્યાનો બદલો લેશે.
આમ અમેરિકા-ઇરાનના નેતાઓે સામસામે ધમકી આપતા શાંતિમંત્રણાનું તો હાલમાં નામુ નંખાઈ ગયું છે. અમેરિકાના અધિકાીરીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતિ જોતાં તો લાગે છે કે ઇરાનના કટ્ટરવાદી જૂથે જાણે શાંતિ મંત્રણાને હાઈજેક કરી લીધી છે. અમેરિકાએ તો તેમને વાટાઘાટ કરવા માટે પૂરતો સમય આપ્યો હતો, પરંતુ તેમના અંદર પણ આંતરિક જૂથવાદ એટલો છે કે તેઓ ઝડપથી કોઈ નિર્ણય પર જઈ શકતા નથી. જો કે ઇરાને અમેરિકાની આ વાત નકારી કાઢી ઇરાનમાં કોઈ જૂથવાદ નથી તેવો દાવો કર્યો હતો.
ઇરાનનો દાવો છે કે હોર્મુઝ અમારા અંકુશમાં રહેશે. તેની સામે અમેરિકાનું કહેવું છે કે હોર્મુઝ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ જ રહેશે. તેના પર કોઈનો અંકુશ નહીં હોય. આટલું જ નહીં અમેરિકા માંગ કરી રહ્યું છે કે ઇરાન જાહેરમાં કહે કે હોર્મુઝ ખુલ્લુ છે અને તેના પર કોઈનો અંકુશ નથી. તેની સાથે ત્યાંથી પસાર થતાં જહાજો પર કોઈ ચાર્જ ન વસૂલે.
અમેરિકન અધિકારીઓએ પત્રકારોને જણાવ્યું હતું કે ઇરાન સાથે પરમાણુ મુદ્દે કોઈપણ ડીલમાં તેણે સમૃદ્ધ યુરેનિયમ ખતમ કરવું પડશે ક્યાં તો સોંપવું પડશે. ઇરાન તેનો વારંવાર ઇન્કાર કરતો રહ્યું છે.




