અમેરિકા જો ફરી હુમલો કરશે તો, ઇરાન હિન્દ-મહાસાગર સુધી યુદ્ધ લઈ જશે : ખામેનેઈના સલાહકારની ખુલ્લી ધમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- હિન્દ મહાસાગરમાંથી મહત્વના જળમાર્ગો પસાર થાય છે
- હિન્દ-મહાસાગર વિશ્વનો ત્રીજા ક્રમનો મહાસાગર છે તે આશરે ૭૦.૫ મિલિયન ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે
નવી દિલ્હી : ઇરાન તેનાં યુદ્ધનો ભૌગોલિક વ્યાપ હિન્દ-મહાસાગર સુધી લઈ જવા માગે છે તેમ કહેતાં ઇરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈના અંગત સલાહકારે ધમકી ઉચ્ચારી હતી કે, જો તહેરાન અને વોશિંગ્ટન વચ્ચે તણાવ વધતો જ જશે, તો ઇરાન તેનો યુદ્ધ-વ્યાપ હિન્દ મહાસાગર સુધી લઈ જ જશે.
ઇરાનની ફાર્સ ન્યૂઝ એજન્સી દ્વારા યાહ્યા રહીમ, સફાવીના વાયરલ કરાયેલા વિડીયોમાં જણાવવામાં આવ્યું હતું કે, આ સંઘર્ષ હવે પર્શિયન ગલ્ફ અને સ્ટ્રેઈટ્સ ઓફ હોર્મુઝથી આગળ વધી હિન્દ મહાસાગર અને તેથી કદાચ આગળ જઈ શકે તેમ છે.
યાહ્યા રહીમે આ વિધાનો તેવા સમયે કર્યા હતાં કે જ્યારે ઇરાન-અમેરિકા યુદ્ધ પર્શિયન ગલ્ફ (ઇરાનના અખાત), ગલ્ફ ઓફ ઓમાન અને મહત્વના વ્યાપારી જળમાર્ગો ઉપર ધમકીરૂપ બની રહ્યું છે.
અમેરિકા-ઇરાન યુદ્ધ સંદર્ભે ઇરાનના અધિકારીઓ વારંવાર ચેતવણી ઉચ્ચારે છે કે, કોઈપણ અમેરિકી સેનાકીય પગલાં સામે અમેરિકાનાં આ વિસ્તારમાં રહેલાં મથકો અને હિતો ઉપર તેટલાં જ જોરથી વળતા પ્રહારો કરવામાં આવશે.
આ પૂર્વે સોમવારે ઇરાનના રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે એસોસિએટ પ્રેસને જણાવ્યુ ંહતું કે, જો અમને વધુ છંછેડવામાં આવશે, તો તેની યુદ્ધ-વ્યૂહરચના જ બદલી નાખશે.
પ્રશ્ન સહજ રીતે તે ઉપસ્થિત થાય કે, હિન્દ મહાસાગરનું આટલું બધું મહત્વ શા માટે ? આ યુદ્ધ સંદર્ભે છે તો નોંધી લો કે, હિંદ મહાસાગર વિશ્વમાં ત્રીજા ક્રમનો વિશાળ મહાસાગર છે. તેનો વ્યાપ આશરે ૭૦.૫ મિલિયન ચોરસ કિ.મી. જેટલો છે. વિશ્વના જળ સંગ્રહનો ૨૦ ટકા ભાગ તેમાં રહેલો છે. તે એશિયા, આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાને સ્પર્શે છે. ભારતીય ઉપખંડના ત્રણે દેશો ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશને પણ સ્પર્શે છે. તેનો એડનનો અખાત, બાબ-અલ-મંડબની સમુદ્રધૂની રાતા સમુદ્રથી જોડાયેલો છે. આ મહાસાગર દ્વારા વિશ્વના મહત્વના જળમાર્ગો પસાર થાય છે તેમાં આવેલી સ્ટ્રેઈટ્સ ઑફ હોર્મુઝ, પર્શિયન ગલ્ફને, ગલ્ફ ઓફ ઓમાન સાથે જોડે છે.
અમેરિકા-ઇરાન યુદ્ધની ભારત ઉપર અસર પડવી શરૂ થઈ ચૂકી છે. ભારતમાં આવતો એલ.પી.જી. તે સ્ટ્રેઈટ્સ દ્વારા જ આવે છે. ભારતમાં ૮૮% જેટલું ક્રૂડ પણ આ સ્ટ્રેટ્સ દ્વારા જ આવે છે. હવે જો યુદ્ધ વકરે તો ભારતના એનર્જી-સપ્લાયમાં ભારે મોટી ખાધ ઊભી થાય તેમ છે.
સપ્ટેમ્બરમાં, બ્રેન્ટ ઓઈલ ૧૦૦ ડૉલર (બેરલ દીઠ) થી ઉપર પહોંચ્યું છે. ભારત સુધી તે ક્રૂડ પહોંચતાં ખરાજાત ચઢી, તે બેરલ દીઠ ૧૦૨.૧૧ ડૉલર પહોંચ્યું છે. તેના ભાવમાં કેટલો ઝડપી વધારો થયો છે તે આ ઉપરથી જાણી શકાશે. જુલાઈમાં તે ભાવ બેરલ દીઠ ૮૨.૦૪ ડૉલર હતા, ઓગસ્ટમાં વધીને બેરલ દીઠ ૯૦.૧૭ ડોલર થયા અને સપ્ટેમ્બરમાં તો તે બેરલ દીઠ ૧૦૨.૧૧ ડોલર પહોંચ્યા છે. ભીતિ તો હજી પણ ભાવ વધવાની છે.




