Get The App

હોર્મુઝની ખાડી તો ખોલાવીને જ રહીશ : ટ્રમ્પનો ઇરાનને પડકાર

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
હોર્મુઝની ખાડી તો ખોલાવીને જ રહીશ : ટ્રમ્પનો ઇરાનને પડકાર 1 - image

- આગામી દિવસોમાં યુદ્ધ વધુ તીવ્ર બનવાના એંધાણ

- મધ્યપૂર્વમાં અમેરિકાને સહયોગ કરનારી ઓઇલ કંપનીઓને રાખ બનાવી દઇશુ : ઇરાનની ધમકી

- ઇરાનના હુમલામાં સાઉદી અરેબિયાના પાંચ માલવાહક યુદ્ધજહાજોને નુકસાન પહોંચ્યાની સંભાવના

નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આક્રમક અંદાજ દાખવતા ઇરાનને પડકાર ફેંક્યો છે કે કંઇપણ થાય હોર્મુઝની ખાડી તો ખોલાવીને જ રહીશ. પછી તેના માટે ભલેને ગમે તે કરવું પડે. તેની સાથે હોર્મુઝની ખાડી ખોલવામાં બીજા દેશો પણ અમેરિકાનો સહયોગ કરશે અને તેમના જહાજ મોકલશે. તેમણે આશા વ્યક્ત કરી કે ચીન, ફ્રાન્સ, બ્રિટન, દક્ષિણ કોરીયા અને અન્ય દેશ પણ પોતાના જહાજ મોકલશે. 

ટ્રમ્પે આ ઉપરાંત જણાવ્યું હતું કે તેઓએ ઇરાનના એક મહત્ત્વના ઓઇલ ક્ષેત્ર પર હુમલો કરીને ત્યાંના તેના લશ્કરી થાણા નષ્ટ કરી નાખ્યા હતા. તેની સાથે ચેતવણી આપી હતી કે જો ઇરાન હોર્મુઝની ખાડીમાથી જતા જહાજો પર હુમલા કરવાનુ ચાલુ રાખશે ઇરાનના બીજા ઓઇલ ક્ષેત્રો પર પણ હુમલા કરવામાં આવશે. અમેરિકન લશ્કરે શુક્રવારે ખાર્ગ દ્વીપ સ્થિત ઇરાનના લશ્કરી થાણાને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા. ખાર્ગ દ્વીપ ઇરાનની ઓઇલ નિકાસનું મુખ્ય ટર્મિનલ છે.

ટ્રમ્પે આ ઉપરાંત જણાવ્યું હતું કે ઇરાનના આખા મધ્યપૂર્વને તેના અંકુશમાં કરવાના પ્રયત્નોને ફટકો પડયો છે. ઇરાન આખા મધ્યપૂર્વ પર રાજકીય પ્રભાવ પાથરીને ઇઝરાયેલને ખતમ કરવા માંગતુ હતુ, હવે તેના આયોજનને મોટો ફટકો પડયો છે. 

અમેરિકાના શુક્રવારે ખાર્ગ દ્વીપ પર હુમલાના જવાબમાં ઇરાને સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલ્તાન એરબેઝ પર હુમલો કર્યો હતો. તેના કારણે ત્યાં ઉપલબ્ધ અમેરિકાના પાંચ રીફ્યુલિંગ જહાજને નુકસાન પહોંચ્યુ હતુ. જો કે આ વિમાન પૂરેપૂરા નષ્ટ થયા નથી, પરંતુ તેને ઉપયોગમાં લાવવામા સમય લાગશે. આ હુમલામાં કોઈનો જીવ ગયો નથી. 

ઇરાની સશસ્ત્ર દળોએ શનિવારે જણાવ્યું હતું કે ઇરાનના ઓઇલ અને ઉર્જાના માળખા પર કોઈપણ હુમલાનો જવાબ આ ક્ષેત્રમાં અમેરિકા  સાથે સહયોગ કરનારી કંપનીઓ અને તેના ઉર્જા માળખા પર હુમલો કરીને આપવામાં આવશેઅને તેને રાખ કરી દેવાશે. તેઓએ જણાવ્યું હતુંકે અમેરિકા હવે મહાસત્તા નથી. પશ્ચિમ એશિયામાં અમેરિકાની દખલગીરી બંધ કરવી જોઈએ. ઇરાની સશસ્ત્ર દળોના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અબોલફઝલ શેખાચીએ મુસ્લિમ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને મોકલેલા સંદેશામાં ઇરાન અને ઇરાનની પ્રજા પર વિશ્વાસ મૂકવા આહવાન કર્યુ. 

આ દરમિયાન ઇઝરાયેલે જણાવ્યું હતુંકે તે ઇરાનના ઇન્ફ્રાસ્ટ્રકચરને ટાર્ગેટ બનાવી રહ્યુ છે અને છેલ્લા ૨૪ કલાકમાં તેણે ૨૦૦થી વધુ ટાર્ગેટ હિટ કર્યા હતા. તેમા મિસાઇલ લોન્ચર, ડિફેન્સ સિસ્ટમ્સ અને શસ્ત્રોનુંઉત્પાદન કરતી સાઇટ્સનો સમાવેશ થાય છે.