World

'હું પ્લેન હાઈજેક કરીને ક્રેશ કરી દઈશ...', ફ્લાઈટમાં મુસાફરને મજાક ભારે પડી, વિમાન પાછું ફર્યું

By GS Team
29 Oct 20262 mins read
TukuTouch Logo
અમેરિકામાં સુરક્ષાને ગંભીર જોખમમાં મૂકતો એક કિસ્સો સામે આવ્યો છે. લાસ વેગાસથી ન્યૂ જર્સી જતી યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટમાં 25 વર્ષીય ડાન્ટે મિલ્ન નામના યુવકે "હું હાઇજેક કરવા જઈ રહ્યો છું" એવો મેસેજ મોકલતા ચકચાર મચી હતી. વિમાન હવામાં 10,000 ફૂટની ઊંચાઈએ પહોંચ્યા બાદ પાયલટે તાત્કાલિક પરત લાસ વેગાસ યુ-ટર્ન લેવડાવ્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'હું પ્લેન હાઈજેક કરીને ક્રેશ કરી દઈશ...', ફ્લાઈટમાં મુસાફરને મજાક ભારે પડી, વિમાન પાછું ફર્યું

United Airlines Flight Hijack Message : અમેરિકામાં સુરક્ષાને ગંભીર જોખમમાં મૂકતો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લાસ વેગાસથી ન્યૂ જર્સી જતી યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટમાં એક મુસાફરે મજાકમાં કરેલી મેસેજબાજી ભારે પડી હતી. વિમાન હવામાં પહોંચ્યા બાદ એક મુસાફરે ફ્લાઇટ હાઇજેક અને ક્રેશ કરવાની વાત લખીને મેસેજ મોકલતા ચકચાર મચી ગઈ હતી, જેના પગલે પાયલટે તાત્કાલિક વિમાનને પરત લાસ વેગાસ યુ-ટર્ન લેવડાવવો પડ્યો હતો. પોલીસે આ મામલે 25 વર્ષીય આરોપી યુવકની ધરપકડ કરી છે.

ફ્લાઇટ અટેન્ડન્ટે મેસેજ જોતાં જ સર્જાયો એલર્ટ

મળતી માહિતી મુજબ, લાસ વેગાસથી નેવાર્ક (ન્યૂ જર્સી) જતી ફ્લાઇટમાં ડાન્ટે મિલ્ન નામના યુવકે તેના જ એક સહકર્મી સાથે ટેક્સ્ટ મેસેજ પર વાતચીત શરૂ કરી હતી. આ દરમિયાન ડ્યુટી પર રહેલી એક ફ્લાઇટ અટેન્ડન્ટની નજર મેસેજ પર પડી, જેમાં "I'm gonna hijack" (એટલે કે હું હાઇજેક કરવા જઈ રહ્યો છું) શબ્દો લખેલા હતા. આ ગંભીર મામલો તરત જ લીડ ફ્લાઇટ અટેન્ડન્ટ અને કેપ્ટન સુધી પહોંચાડવામાં આવ્યો. વિમાને 10,000 ફૂટની ઊંચાઈ વટાવી લીધા બાદ સુરક્ષા પ્રોટોકોલ મુજબ પાયલટે વિમાનને પરત લાસ વેગાસ એરપોર્ટ પર લેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. વિમાન લેન્ડ થતાં જ સુરક્ષા દળોએ ડાન્ટે મિલ્નની અટકાયત કરી લીધી હતી.

આરોપી બોલ્યો – "હું માત્ર સહકર્મી સાથે મજાક કરી રહ્યો હતો"

પકડાય્યા બાદ પોલીસ પૂછપરછમાં આરોપી ડાન્ટે મિલ્ને દાવો કર્યો હતો કે તે અંડરવોટર વેલ્ડિંગનું કામ કરે છે અને તાલીમ અર્થે લાસ વેગાસ ગયો હતો. તેણે દારૂના નશામાં તેના સહકર્મી સાથે માત્ર મજાકમાં જ આ મેસેજ કર્યા હોવાનું રટણ કર્યું હતું. તેનો ઈરાદો ક્યારેય કોઈને નુકસાન પહોંચાડવાનો કે વિમાન હાઇજેક કરવાનો નહોતો તેમ છતાં શબ્દોની ગંભીરતાને કારણે તેના પર આતંકવાદી ઘટનાથી જોડાયેલી ખોટી માહિતી આપવા અને ધમકીના આરોપસર ગુનો નોંધવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓ વિમાનમાં કરવામાં આવતી આવી બેજવાબદાર મજાકો સામે અત્યંત કડક વલણ અપનાવતી હોય છે.