વોશિંગ્ટન,૨૩ માર્ચ,૨૦૨૬,સોમવાર
ઇરાન યુધ્ધ વચ્ચે અમેરિકી ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઇરાન યુધ્ધને લઇને સમજુતી કરવા ઇચ્છે છે. આ સંબંધે છેલ્લા બે દિવસથી ઇરાન અને અમેરિકા વચ્ચે વાતચીત ચાલી રહી છે. જો કે ઇરાને ટ્રમ્પેના વાતચીતના આવા કોઇ પણ દાવાને નકારી કાઢયા છે. આમ ટ્રમ્પ અને ઇરાનના દાવામાં વિરોધાભાસ જોવા મળે છે. અમેરિકી રાષ્ટ્રપતિએ મીડિયા સાથે વાત કરતા કહયું હતું કે અમેરિકાના વિશેષ રાજદૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર (ટ્રમ્પના જમાઇ) ઇરાનીઓ સાથે વાત કરી રહયા છે. વાતચીત રવીવારે સાંજ સુધી ચાલી હતી. ટ્રમ્પે આગળ જતા એવો પણ દાવો કર્યો છે કે અમેરિકા અને ઇરાન કદાંચ જલદીથી મળશે અથવા તો ફોન પર વાત કરશે કારણ કે આમને સામને વાતચીત માટે કોઇ દેશ શોધવો મુશ્કેલ છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહયું હતું કે અમેરિકા મિડિલ ઇસ્ટમાં પોતાના મકસદની પુરુ કરવાની ખૂબ નજીક છે. મિલિટરી ઓપરેશન ઓછુ કરવાનો પ્રયાસ શરુ કરી શકે છે. ટ્રમ્પને પુછવામાં આવ્યું કે ઇરાનના કયા નેતા સાથે ડીલ ચાલી રહી છે તો તેનો ખુલાસો કર્યો ન હતો. ટ્રમ્પ એટલું જણાવ્યું હતું કે મારી દ્વષ્ટીએ ઇરાનમાં સૌથી ઇજજતદાર નેતા છે તેની સાથે ડીલ ચાલે છે. જો કે ડીલ ઇરાનના સુપ્રીમ લીડર સાથે વાતચીત થઇ રહી છે? તો આનો સંપૂર્ણ ઇન્કાર કર્યો હતો. ઇરાનની કથિત વાતચીત અંગે ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે ઇરાનવાળા જ ફોન કર્યો હતો. નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પે યુધ્ધ વચ્ચે એક વિવાદાસ્પદ નિવેદન કર્યુ છે કે ઇરાની નેતાઓને મારવામાં આવે એવું હું ઇચ્છતો નથી. હાલમાં ત્યાં કોઇ પણ નેતાનું કામ કરવા તૈયાર નથી. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો છે કે આ ડીલથી ઇઝરાયેલ પણ ખૂશ છે. ઇઝરાયેલ સાથે વાતચીત થઇ છે જે લાંબા સમયની શાંતિ માટે છે.


