USA News : અમેરિકાનોના માથે પ્રમુખ ટ્રમ્પના સ્વરૂપમાં ઝીંકાયેલું વાવાઝોડું જાણે ઓછું પડતું હોય તેમ કુદરત પણ તેમને ટોર્નેડોના સ્વરૂપમાં બીજા ફટકા મારી રહી છે. આ બતાવે છે કે અમેરિકનોની બરોબરની માઠી દશા બેઠી છે. અમેરિકામાં દક્ષિણ મિશિગનમાં ફૂંકાયેલા વાવાઝોડામાં છના મોત થયા છે. જ્યારે 12ને ઇજા થઈ છે. તેના કારણે કમસેકમ ૫૦ લાખથી વધુ લોકોને અસર થઈ શકે છે.
અમેરિકા અત્યારે ઇરાનમાં બોમ્બાર્ડિંગ કરી રહ્યું છે તો કુદરત પણ જાણે તેને જવાબ આપતી હોય તેમ અમેરિકામાં તેની આગવી રીતે તોફાન મચાવી રહી છે. અમેરિકામાં થીજી ગયેલા યુનિયન લેક પર સર્જાયેલા વાવાઝોડાને અને પછી તેને ત્રાટકતા એક મહિલાએ જોયું હતું. આ જોઈને તે આઘાતની મારી અવાચક થઈ ગઈ હતી. તેણે જણાવ્યું હતું કે શક્તિશાળી વાવાઝોડાના કારણે અનેક ઘરો જાણે વાવાઝોડામાં ઉડયા હતા. કેટલાય મકાનો ધ્વસ્ત થઈ ગયા હતા. આખા વિસ્તારના મોટાભાગના મકાનોને વાવાઝોડાએ ધ્વસ્ત કરી દીધા હતા.
મિશિગનમાં દર વર્ષે સામાન્ય રીતે 15 વાવાઝોડા આવતા હોય છે. તેની સામે ટેક્સાસમાં 155 અને કેન્સાસમાં 96 જેટલા ટોર્નેડો વર્ષે આવે છે. કદાચ આ જ કારણે અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો સ્વભાવ પણ આ પ્રકારના વાવાઝોડા જેવો બની ગયો લાગે છે, કારણ કે તે પોતે પણ એક આગવું વાવાઝોડું છે.
મિશિગનના ગવર્નરે શુક્રવારથી જ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને સક્રિય કરી દીધુ હતુ, જેથી તે વાવાઝોડાની કટોકટીનો પ્રતિસાદ આપી શકે. બિનસત્તાવાર અહેવાલો મુજબ વાવાઝોડું પ્રતિકલાક 96 કિ.મી.ની ઝડપે ફૂંકાઈ રહ્યુ હોવાનો નજરે જોનારાઓને અંદાજ છે. વાવાઝોડાના કારણે વીજળીના થાંભલા ઉખડી જતાં મોટા હિસ્સામાં લોકોએ વીજવિહીન સ્થિતિમાં જીવવાનું આવ્યું છે. આ ઉપરાંત ટોર્નેડોના કારણે 50 કિ.મી. જેટલા રસ્તાને પણ નુકસાન થયું છે. વાવાઝોડાના કારણે કેન્સાસ સિટી, મિસૌરી અને ટોપેકા સહિતના કેટલાય વિસ્તારોમાં ખરાબ હવામાનનું જોખમ વધી ગયું છે.


