Get The App

દિલ્હી કરતા અર્ધી વસ્તી ધરાવતું ઇઝરાયલ આટલું શક્તિશાળી કઈ રીતે બન્યુ ?: તેના પાંચ મુખ્ય કારણો

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હી કરતા અર્ધી વસ્તી ધરાવતું ઇઝરાયલ આટલું શક્તિશાળી કઈ રીતે બન્યુ ?: તેના પાંચ મુખ્ય કારણો 1 - image

- નવ વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલની મુલાકાતે ગયા છે ભારત- ઇઝરાયલ વચ્ચે ખૂબ મહત્ત્વના સંરક્ષણ કરારો થયા છે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ઇઝરાયલની મુલાકાતે ગયા છે તેઓ કહે છે કે તેઓની આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો ગાઢ બનશે. તેઓની આ મુલાકાત દરમિયાન સૌથી વધુ વજન સંરક્ષણ કરારો ઉપર મૂકવામાં આવશે તે અંગેના એમઓયુમાં સંવેદનશીલ ટેક્નોલોજી શેરિંગ તથા સંયુક્ત ઉત્પાદન ઉપર પણ ભાર મૂકવામાં આવશે.

દિલ્હી કરતાં ય અર્ધી વસ્તી ધરાવતું ઇઝરાયેલ આટલું શક્તિશાળી કઈ રીતે બન્યું તેના પાંચ મુખ્ય કારણો સમજવા જેવા છે.

તેની સૌથી મોટી તાકાત તેની જાસૂસી સંસ્થા મોસાદ છે. તે દુનિયાની સૌથી શક્તિશાળી જાસૂસી સંસ્થાઓ પૈકીની એક મનાય છે તે આતંકી કાર્યવાહી રોકવામાં, ગુપ્ત અભિયાન ચલાવવામાં તથા વિશ્વના મહત્ત્વના દેશો વિષે પૂરી માહિતી મેળવવામાં તે અવ્વલ મનાય છે.

(૨) રાફેલ એડવાન્સ ડીફેન્સ સીસ્ટમ્સ અને એલ્બિટ સીસ્ટમ્સ જેવી કંપનીઓ વિશ્વભરમાં શસ્ત્રો, ડ્રોન, રડાર સીસ્ટમ્સ  તથા સાઇબર ઉપરકરણો બનાવે છે તેનું પ્રમુખ ઉદાહરણ આયર્ન ડોમ જે એક મિસાઇલ  પ્રણાલી છે. જે આક્રમક મિસાઇલ્સથી તથા રોકેટને તે હવામાં જ ઉડાડી શકે છે તે ટેકનિકના ઉપકરણો ને દુનિયાભરમાં વેચે છે તેથી તેના અર્થતંત્રને લાભ થાય છે તે પ્રભાવ પણ વધે છે.  (૩) રીસર્ચ અને ડેવલપમેન્ટ ઉપર સૌથી વધુ ભાર મૂકવામાં આવે છે તે જીડીપીના ૬ ટકા જેટલો ખર્ચ કરે છે. તેમાં સૌથી વધુ ડ્રાયવર સંરક્ષણ, સાઇબર સુરક્ષા, કૃષિ, એ.આઇ. આરોગ્ય અને સ્પેસ ટેક્નોલોજીમાં કરવામાં આવે છે તેમાં યુનિવર્સિટીઝ, ખાનગી કંપનીઓ અને એના વચ્ચેનું મજબૂત ઇકોસિસ્ટમ રચવામાં થાય છે. તેનું સંશોધન ન રોકી શકાય તેવા ઇનોવેશન્સ સાથે આગળ વધી રહ્યું છે. ૪. ઇઝરાયલમાં ૧૮ વર્ષના આયુ પછી સૈન્ય સેવા અનિવાર્ય છે. પુરૂષો તેમના મહિલાઓ બંને સશસ્ત્ર દળોમાં સેવા આપે છે કોઈપણ યુદ્ધ માટે દેશ સતત તૈયાર રહે છે. ૫. ઇઝરાયલમાં સ્ટાર્ટઅપ કલ્ચર ઘણું વિકસ્યું છે ટેક્નોલોજી સાયબર સલામતી ફિનટેક બાયોટેક અને એ.આઇ.માં હજ્જારો લોકો સક્રિય છે સૈન્યના નિવૃત્ત અધિકારીઓ પણ સફળ ટેક્નિકલ કંપનીઓ ચલાવી રહ્યા છે. 

આથી ઇઝરાયેલ વધુ ને વધુ પ્રગતિ કરી રહ્યું છે.