હૂતીના હુમલાથી રાતો સમુદ્ર સળગે છે : અમેરિકાનાં હેલ-ફાયર મિસાઇલ્સથી હોર્મુઝ ભડકે બળે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- આ યુધ્ધનો અંત ત્રીજા વિશ્વ યુધ્ધના અંત સાથે આવશે
- અમેરિકી સેનાએ એક જહાજ ઉપર મિસાઈલ હુમલો કર્યો, સેનાએ કહ્યું તે ઇરાનની નાકાબંધી તોડી જઈ રહ્યું હતું
નવી દિલ્હી : દુનિયાના સૌથી મહત્વના જળમાર્ગો હોર્મુઝ જલ સંધી અને બાબ-અલ-મંડબ અત્યારે બંધ પડયા છે. આ હુમલાઓ અને તણાવને લીધે સમુદ્રીય વ્યાપાર બંધ સમાન છે. હૂતી આતંકીઓએ એક નાના એવા માલવાહક જહાજ ઉપર બે મિસાઈલ છોડતા છનાં મૃત્યુ થયા છે. તો બીજી તરફ હોર્મુઝ સ્ટ્રેઇટસમાંથી જહાજ નીકળી મસ્કતના ગલ્ફ તરફ જતાં જહાજ ઉપર અમેરિકાએ (અમેરિકી નૌકા દળે) મિસાઈલ છોડી તેનો મિશનરૂમ જ તોડી નાખતા જહાજ એક ખોખુ બની ગયું છે. તે આગળ વધી શકે તેમ જ નથી. બીજા જહાજો પણ ગલ્ફ ઓફ ઇરાનમાં અટકીને ઉભા છે. તેમાં તેલ વાહક જહાજો પણ છે. પરિણામ સહજ છે. ફરી તેલની કટોકટી ઉભી થશે. સાથે વિશ્વ બજારમાં તેલના ભાવ ઊંચકાશે, ફરી મોંઘવારી વધશે.
રાતા સમુદ્ર ઉપર તો હૂતીનું ચક્રવર્તી શાસન ચાલે છે. સઉદી અરબસ્તાનમાંથી તેલ લઇને આવતું કોઇ પણ જહાજ બાળ-અલ-મંડેબના સાંકડા જળમાર્ગમાંથી એડનના અખાતમાં જઇ શકતું નથી. પરિણામે બંને તરફથી તેલનો પ્રવાહ બંધ છે. તેથી તેલના ભાવ વધવાના જ છે. જેની વૈશ્વિક અર્થતંત્ર પર સીધી અસર પડવાની છે.
ઇરાન-અમેરિકા યુધ્ધ છેવટે વિશ્વ યુધ્ધ જ નોતરશે તેમ કહેતા વિશ્લેષકો જણાવે છે કે છેવટે તો તે સંભવિત ત્રીજુ વિશ્વયુધ્ધ ગમે ત્યારે બંધ તો થશે જ. તે સાથે ઇરાન-અમેરિકા યુધ્ધનો અંત આવશે.









