World

'અમેરિકાએ સ્વીકાર્યું હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવું તે એના હાથમાં નથી?' ઈન્ટેલિજન્સ રિપોર્ટે પોલ ખોલી

By GS TEAM
4 Apr 20262 mins read
TukuTouch Logo
અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે હોર્મુઝ સ્ટ્રેટ સૌથી મોટું યુદ્ધમેદાન બનીને ઉભરી છે. વૈશ્વિક ઉર્જા પુરવઠાની આ જીવનરેખા પર ઈરાને મજબૂત પકડ જમાવી છે. તાજેતરના અમેરિકી ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર, આ માર્ગને ફરીથી ખોલાવવો એ અમેરિકા માટે દેખાય છે એટલું સરળ નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

'અમેરિકાએ સ્વીકાર્યું હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવું તે એના હાથમાં નથી?' ઈન્ટેલિજન્સ રિપોર્ટે પોલ ખોલી

Hormuz Strait Crisis: અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે હોર્મુઝ સ્ટ્રેટ સૌથી મોટું યુદ્ધમેદાન બનીને ઉભરી છે. વૈશ્વિક ઉર્જા પુરવઠાની આ જીવનરેખા પર ઈરાને મજબૂત પકડ જમાવી છે. તાજેતરના અમેરિકી ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર, આ માર્ગને ફરીથી ખોલાવવો એ અમેરિકા માટે દેખાય છે એટલું સરળ નથી.

હોર્મુઝ સ્ટ્રેટ ઈરાનનું વ્યૂહાત્મક હથિયાર

અહેવાલો અનુસાર, વિશ્વના કુલ ઓઈલ અને ગેસ પુરવઠાનો આશરે 20 ટકા હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થાય છે. ઈરાન આ માર્ગનો ઉપયોગ વ્યૂહાત્મક હથિયાર તરીકે કરી રહ્યું છે. ઈરાન હાલમાં આ માર્ગ ખોલવાના મૂડમાં નથી જેથી તે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન પર દબાણ બનાવી શકે. તેહરાનનો હેતુ ઓઈલના ભાવ ઊંચા રાખીને અમેરિકા પર આર્થિક અને રાજદ્વારી દબાણ વધારવાનો છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત દાવો કરે છે કે, અમેરિકા ઈચ્છે તો ગમે ત્યારે હોર્મુઝ સ્ટ્રેટ ખોલી શકે છે. જોકે, સંરક્ષણ નિષ્ણાતો આ દાવા સામે સવાલ ઉઠાવી રહ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ તેના સૌથી સાંકડા બિંદુએ માત્ર 33 કિલોમીટર પહોળી છે, જે તેને લશ્કરી દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ બનાવે છે.

IRGCની ઘેરાબંધી અને પડકારો

ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ આ વિસ્તારમાં ડ્રોન, એન્ટી-શિપ મિસાઇલો અને દરિયાઈ ખાણો (Sea Mines)નું જાળ બિછાવ્યું છે. આ સુરક્ષા કવચને કારણે વ્યાપારી જહાજો હવે આ માર્ગ ટાળી રહ્યા છે. પૂર્વ CIA ડિરેક્ટર બિલ બર્ન્સે ચેતવણી આપી છે કે ઈરાન પોતાની આ શક્તિનો ઉપયોગ શાંતિ કરારમાં 'સિક્યુરિટી ગેરંટી' મેળવવા માટે કરશે.

જો અમેરિકા લશ્કરી બળ વાપરીને આ માર્ગ ખોલવાનો પ્રયાસ કરશે, તો લાંબા ગાળાના પ્રાદેશિક યુદ્ધનું જોખમ વધી શકે છે. હાલના તબક્કે હોર્મુઝ સ્ટ્રેટ માત્ર એક જળમાર્ગ નથી, પરંતુ વૈશ્વિક રાજકારણનું એવું 'ચોકપોઈન્ટ' બની ગયું છે જે આખા વિશ્વના અર્થતંત્રને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે.