World

નેપાળમાં ફરી હાઈ એલર્ટ : પ્રવાસીઓને જોખમી વિસ્તારોમાં ન જવા તાકીદ

By GS Team
24 Sep 20262 mins read
TukuTouch Logo
નેપાળમાં 25 થી 27 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. નેપાળ ટુરિઝમ બોર્ડે પ્રવાસીઓ અને સામાન્ય જનતાને નદી, ખીણો અને ઊંચાઈવાળા વિસ્તારોથી દૂર રહેવા ચેતવણી આપી છે. કોશી, મધેશા, બાગમતિ, કર્નાલી, ગંડકી અને લુમ્બીની જેવા વિસ્તારોમાં વધુ વરસાદની સંભાવના છે. લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા અને સ્નોફોલથી સાવચેત રહેવા જણાવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેપાળમાં ફરી હાઈ એલર્ટ : પ્રવાસીઓને જોખમી વિસ્તારોમાં ન જવા તાકીદ
  • 25 થી 27 સપ્ટે. દરમિયાન નેપાળમાં ભારેથી અતિ ભારે વર્ષાની આગાહી : લોકોને ખીણવાળા વિસ્તારોથી દૂર રહેવા ચેતવણી

કાઠમંડુ : સપ્ટેમ્બર ૨૫થી ૨૭ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહીને પગલે નેપાળ ટુરિઝમ બોર્ડે ટુરિસ્ટોને દેશના કેટલાયે વિસ્તારોથી દૂર રહેવા જણાવી દીધું છે. તેણે આપેલી એડવાઇઝરીમાં જનસામાન્યને પણ નદી, ખીણો, તથા ઉંચાઈવાળા વિસ્તારોથી દૂર રહેવા સલાહ (એડવાઇઝરી) આપી દીધી છે.
ઉલ્લેખનીય છે કે નેપાળમાં ૨૬મી ઓગસ્ટે અત્યંત ભારે વર્ષાને લીધે નદીઓમાં પ્રચંડ પૂરો આવ્યાં હતાં, તેમાં પર્વતો પરનો બરફ ઓગળતાં પૂરોએ વિકરાળ રૂપ લઈ લીધું હતું. જેથી હજ્જારો મૃત્યુ પામ્યાં હતા કે ગૂમ થઈ ગયા હતા. નેપાળનાં ડીઝાસ્ટર મેનેજમેન્ટે સત્તાવાર રીતે ૧૪૫૧ના મૃત્યુ થયા હોવાનું તથા ૫૭૮૬ લાપત્તા થયા હોવાનું સ્વીકાર્યું હતું. આ લાપત્તા થયેલાઓમાં ૬૩૬ વિદેશી નાગરિકો પણ હતા.
આ પછી નેપાળનાં હાઈડ્રોલોજી એન્ડ મીટીઓરોલોજી ડીપાર્ટમેન્ટે જાહેર કર્યું છે કે શુક્રથી રવિવાર સુધી દેશમાં ભારેથી અતિભારે વર્ષાની સંભાવના છે. વિશેષત: કોશી, મધેશા, બાગમતિના વિસ્તારો તથા સુદૂર પશ્ચિમના વિસ્તારો જેવા કે કર્નાલી, ગંડકી અને લુમ્બીનીમાં અતિભારે વર્ષા થવાની ભીતિ છે. સાથે ચક્રવાત પણ થઈ શકે. આથી તે ડીપાર્ટમેન્ટે ટૂરિસ્ટો અને જનતાને ઉંચાઈવાળા વિસ્તારોમાં ચાલ્યા જવા જણાવ્યું છે અને ત્યાં પણ સ્નોફોલથી સાવચેત રહેવા કહ્યું છે. ૨૬મી ઓગસ્ટે ભાટે કોશી અને ત્રિશુલ નદી ખીણો વધુ ભયાવહ બની રહી તે નજરમાં રાખી ટુરિસ્ટો અને જનતાને સાવચેત રહેવા પણ કહ્યું છે તથા ફલાઇટ અને ટ્રેકીંગ રૂટની પરિસ્થિતિ જાણી લેવા કહ્યું છે.