World

VIDEO: UKથી નેપાળ આવેલા પરિવારનું હેલિકોપ્ટર ક્રેશ, ભારે પવનના કારણે સંતુલન બગડ્યું!

By GS TEAM
18 Mar 20262 mins read
TukuTouch Logo
નેપાળના ખુંટાંગ જિલ્લામાંથી એક મોટી ઘટના સામે આવી છે. કાઠમાંડુથી એક મૃતદેહ લઈને ખુંટાંગ પહોંચેલું એર ડાયનેસ્ટી કંપનીનું એક હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર પાયલટ સહિત તમામ 6 લોકોનો આબાદ બચાવ થયો છે. જોકે, એક મુસાફરને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ મળ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: UKથી નેપાળ આવેલા પરિવારનું હેલિકોપ્ટર ક્રેશ, ભારે પવનના કારણે સંતુલન બગડ્યું!

Helicopter Crash in Nepal: નેપાળના ખુંટાંગ જિલ્લામાંથી એક મોટી ઘટના સામે આવી છે. કાઠમાંડુથી એક મૃતદેહ લઈને ખુંટાંગ પહોંચેલું એર ડાયનેસ્ટી કંપનીનું એક હેલિકોપ્ટર લેન્ડિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર પાયલટ સહિત તમામ 6 લોકોનો આબાદ બચાવ થયો છે. જોકે, એક મુસાફરને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ મળ્યા છે.

UKથી નેપાળ આવેલા પરિવારનું હેલિકોપ્ટર ક્રેશ

પહેલેથી જ શોકમગ્ન પરિવાર માટે આ અકસ્માત 'પડ્યા પર પાટું' જેવો સાબિત થયો. આ હેલિકોપ્ટરમાં એક જ પરિવારના પાંચ સભ્યો મુસાફરી કરી રહ્યા હતા. નાગમણિ રાઈના પત્ની મનમછી રાઈનું યુકેમાં નિધન થતાં, તેમના અંતિમ સંસ્કાર માટે પાર્થિવ દેહને નેપાળ લાવવામાં આવ્યો હતો. હેલિકોપ્ટરમાં મર્યાદિત જગ્યા હોવાને લીધે મૃતદેહને સડક માર્ગે મોકલાયો હતો, જ્યારે પરિવારના પાંચ સભ્યો હવાઈ માર્ગે ખુંટાંગ જવા રવાના થયા હતા. જોકે, મુકામ પર પહોંચતા જ લેન્ડિંગ દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી.

લેન્ડિંગ સમયે સંતુલન બગડતા દુર્ઘટના સર્જાઈ

આ ઘટના અંગે વિગતો આપતા ખુંટાંગના મુખ્ય જિલ્લા અધિકારી રેખા કંડેલે જણાવ્યું હતું કે, આ અકસ્માત સવારે આશરે 11:51 વાગ્યે સર્જાયો હતો. એર ડાયનેસ્ટીનું 9N-ASQ હેલિકોપ્ટર જ્યારે ખુંટાંગમાં ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, ત્યારે અચાનક સંતુલન બગડતા તે જમીન પર પટકાયું હતું. આ સમયે હેલિકોપ્ટર પાયલટ સબિન થાપા ચલાવી રહ્યા હતા. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે અને ઈજાગ્રસ્ત મુસાફરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ઈરાનના ટોચના નેતા અલી લારિજાનીની અંતિમ તસવીર આવી સામે, પુત્ર પણ માર્યો ગયો

મુસાફરોનું સુરક્ષિત રેસ્ક્યૂ

દુર્ઘટના પાછળનું મુખ્ય કારણ લેન્ડિંગ સમયે ફૂંકાયેલો જોરદાર પવન હોવાનું માનવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તે સમયે હવામાં ધૂળની ડમરીઓ અને પવનની ગતિ ખૂબ જ વધારે હોવાથી પાયલટને સુરક્ષિત લેન્ડિંગ કરવામાં મુશ્કેલી પડી હતી, જેના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. કંપની દ્વારા અન્ય એક હેલિકોપ્ટર મોકલીને તમામ મુસાફરો અને પાયલટને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હાલ આ સમગ્ર મામલે વિસ્તૃત તપાસના આદેશો આપવામાં આવ્યા છે.