વિદેશમાં AI ડેટા સેન્ટર બનાવનાર પર ભારે ટેક્સ : ટ્રમ્પ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- એઆઇ ટેકનોલોજીને બહાર જતી અટકાવવા અમેરિકાનો પ્રયત્ન
- ટ્રમ્પે એઆઈ સેન્ટરો સ્થાપવા માટે વીજ યોજનાઓને મંજૂરીની ગતિ ઝડપી બનાવી અને લોકોને સહયોગ કરવા અપીલ કરી
- અમેરિકા-ચીન વચ્ચે એઆઈ જંગ વધુ તીવ્ર બન્યો: ૨૦૨૪માં પ્રતિબંધ છતાં પણ ૨,૪૦,૦૦૦ એઆઈ ચિપ્સ ચીનમાં ગઈ
વોશિંગ્ટન : વિદેશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સેન્ટરો બનાવનારી અમેરિકન કંપનીઓએ જબરદસ્ત ટેક્સનો સામનો કરવો પડશે, એમ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું. ટ્રમ્પે તેની વિગતો આપી ન હતી, પરંતુ જણાવ્યું હતું કે તેમણે તેમના આ આયોજન અંગે તેમના અધિકારીઓને પણ જણાવ્યું નથી. ટ્રમ્પે અમેરિકનોને વિનંતી કરી હતી કે તેમની કમ્યુનિટીમાં બનતા ડેટા સેન્ટરોે તે આવકારે અને તેના બદલ ડેવલપરો પાસેથી મહત્તમ રાહતો મેળવે. તેમણે મિડટર્મ ચૂંટણીમાં પણ આ જ વાત જણાવી હતી.
ટ્રમ્પે વ્હાઇટ હાઉસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે તમારે ડેટા સેન્ટરોનો ફાયદો લેવો જોઈએ. આ ડેટા સેન્ટરો પાસેથી તમારે નાણાકીય વળતર લેવુ જોઈએ, તમારી કમ્યુનિટીએ નાણાકીય વળતર લેવું જોઈએ, પરંતુ તેને બંધ ન કરવા જોઈએ. અમેરિકાની વિવિધ કમ્યુનિટીઝમાં ડેટા સેન્ટરો સામે આક્રોશ વધી રહ્યો છે ત્યારે તેને ઠંડો પાડવા માટે ટ્રમ્પે આ વાત જણાવી છે.
અમેરિકાની ટેકનોલોજી જાયન્ટ્સે આ માટે કેટલીક રકમની ચૂકવણીનું વચન આપ્યું છે, કેટલીકે સીક્રેટ રાખ્યું છે અથવા તો સર્વર વેરહાઉસીસ સ્થાપવાની મંજૂરી આપવા દેવા બદલ કમ્યુનિટીઝને વધુ નાણાકીય વળતર આપવાની તૈયારી દાખવી છે. રિપબ્લિકનની આગેવાની હેઠળની સેનેટે નવા વીજમથકો અને વીજલાઇનો સ્થાપવાની સાથે અન્ય એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર સ્થાપવાની સમીક્ષાને મંજૂરી આપવાની પ્રક્રિયા વેગવંતી બનાવતી દરખાસ્ત પસાર કરી છે. તેના લીધે માંગમાં થયેલા વધારાની સાથે દેશમાં વીજ પુરવઠો વધે અને વીજ ભાવ નીચા રહે.
આ ઠરાવમાં મહાકાય વીજ યોજનાઓ શરુ કરવા માટેના સમયગાળામાં નોંધપાત્ર ઘટાડો કરવા નિયમોમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. હાલમાં ડેટા સેન્ટરો સામે જબરદસ્ત આક્રોશ છે અને વીજળીના ઊંચા ભાવે ડેમોક્રેટ્સને મદદ કરી છે, જેમણે મહાકાય વીજ કંપનીઓ પર ત્રાટકવાનો વાયદો કર્યો હતો.
આના પગલે હવે આગામી દિવસોમાં એઆઈ જાયન્ટ્સ અને ડેટા સેન્ટર ડેવલપરો માટે આકરી નિયમનકારી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. કદાચ એઆઈ અને ડેટા સેન્ટરના સૌથી મોટા પુરસ્કર્તા ટ્રમ્પ પોતે આ પ્રકારના ફેડરલ આક્રમણને અટકાવે તો જ તેમને અટકાવી શકાય છે. ટ્રમ્પના સમર્થન છતાં ડેટા સેન્ટરોની બાબત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં આવેલી તેજીના સાથે રાજકીય રીતે વિવાદનો મુદ્દો બની ગઈ છે.
ટ્રમ્પ તંત્રએ સોમવારે એડવાન્સ્ડ યુએસ કમ્પ્યુટિંગ ચિપ્સ અને સર્વરનું રિમોટ એક્સેસ મર્યાદિત કરતાં નવા નિયમો જારી કર્યા હતા. તેના કારણે ચીન માટે અમેરિકન ચિપ્સનું એક્સેસ મર્યાદિત બની જશે. આમ અમેરિકા અને ચીન વચ્ચે હવે એઆઈ વોર શરૂ થઈ ગઈ છે. એનવિડિયા પર રેગ્યુલેટરી દબાણ વચ્ચે આ પગલું લેવાયું છે, જેથી વિદેશી ડેટા સેન્ટર દ્વારા પણ ચીનની પહોંચ રોકી શકાય.
અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે અમેરિકા અને ચીન વચ્ચેની ટેકનોલોજી હોડ નવા તબક્કામાં પ્રવેશી ચૂકી છે. તેમા વોશિંગ્ટને એડવાન્સ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ ) ચિપ્સ પર પ્રતિબંધ વધારી દીધો છે, જેથી ચીનની કંપનીઓ વિદેશી ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રકચર દ્વારા અમેરિકન ટેકનોલોજી સુધી પહોંચી ન શકે. યુએસ બ્યૂરો ઓફ ઇન્ડસ્ટ્રી સિક્યોરિટી (બીઆઈએસ)એ અમેરિકન કંપનીઓની ક્વોલિફાઇંગ એક્સપોર્ટને છોડીને મલેશિયા, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને બ્રાઝિલ મોકલવામાં આવનારી એઆઈ ચિપ્સ માટે લાઇસન્સિંગનો પ્રારંભ કર્યો છે. એક અંદાજ મુજબ ૨૦૨૪માં પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં પણ લગભગ ૨.૪૦ લાખ જેટલી એઆઈ ચિપ્સ ચીન મોકલવામાં આવી હશે.
ટેક ઇન્ડસ્ટ્રીનું કહેવું છે કે તેમને આ મુદ્દે સંદેશો મળી ગયો છે. નાણાકીય પ્રોત્સાહનોની વાતને સ્વીકારતા ગૂગલ અને મેટાના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ એઆઈને લઈને લોકોમાં જાગેલા અવિશ્વાસને તેમની કમ્યુનિટીઝમાં વધુને વધુ પારદર્શક અભિગમથી દૂર કરવા પ્રયત્ન કરી રહ્યા છે, જ્યાં તેઓ આ પ્રકારના સેન્ટર બનાવવાના છે.
કંપનીઓ આ પ્રકારના સેન્ટર બનાવતા પર્યાવરણ પર ઓછામાં ઓછી અસર પડશે તે પ્રકારની પ્રતિજ્ઞાા લઈ રહી છે અને ડેટા સેન્ટરના લીથે સ્થાનિક સ્તરે મિલકતોના ભાવ ઉચકાશે તેવી ખાતરીઓ આપી રહી છે. આ રીતે એઆઈ અંગે સંશય છતા અમેરિકન અર્થતંત્ર માટે હકારાત્મક પરિબળ હોવાના વલણ પર દ્રઢ છે.




