World

ઈઝરાયલ વિરુદ્ધ યુદ્ધ ખતમ કરવા હમાસને ટ્રમ્પની 20માંથી 2 શરતો નામંજૂર, જાણો શું કરી માગ

By GS TEAM
2 Oct 20252 mins read
TukuTouch Logo
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ તાજેતરમાં ગાઝામાં શાંતિ અને યુદ્ધવિરામની શરતો પર સંમત થયા છે. પ્રમુખ ટ્રમ્પે તેમની શાંતિ યોજનાના ભાગ રૂપે 20-મુદ્દાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેના પર ઇઝરાયલે સંમતિ આપી છે, પરંતુ હમાસે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. હમાસે આ યોજના પર જવાબ આપવા માટે 72 કલાકનો સમય આપવામાં આવ્યો છે. જો કે, પેલેસ્ટિનિયન સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, હમાસે ટ્રમ્પની 20 મુદ્દા યોજનામાં બે મુખ્ય શરતો પર પ્રશ્ન ઉઠાવ્યો છે અને તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈઝરાયલ વિરુદ્ધ  યુદ્ધ ખતમ કરવા હમાસને ટ્રમ્પની 20માંથી 2 શરતો નામંજૂર, જાણો શું કરી માગ

Hamas Isarael War: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ તાજેતરમાં ગાઝામાં શાંતિ અને યુદ્ધવિરામની શરતો પર સંમત થયા છે. પ્રમુખ ટ્રમ્પે તેમની શાંતિ યોજનાના ભાગ રૂપે 20-મુદ્દાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેના પર ઇઝરાયલે સંમતિ આપી છે, પરંતુ હમાસે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. હમાસે આ યોજના પર જવાબ આપવા માટે 72 કલાકનો સમય આપવામાં આવ્યો છે. જો કે, પેલેસ્ટિનિયન સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, હમાસે ટ્રમ્પની 20 મુદ્દા યોજનામાં બે મુખ્ય શરતો પર પ્રશ્ન ઉઠાવ્યો છે અને તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, હમાસના અધિકારીઓ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનામાં નિઃશસ્ત્રીકરણની જોગવાઈઓમાં સુધારા ઇચ્છે છે. આ અંગે માહિતી નજીકના પેલેસ્ટિનિયન સ્રોત દ્વારા પૂરી પાડવામાં આવી હતી. નામ ન આપવાની અરજી કરતાં સૂત્રે જણાવ્યું હતું કે, હમાસના પ્રતિનિધિઓએ મંગળવારે દોહામાં તુર્કી, ઇજિપ્ત અને કતારના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન, તેઓએ ટ્રમ્પની બે શરતો સાથે અસંમતિ વ્યક્ત કરી હતી અને ફેરફારો ઇચ્છતા હતા.

નિઃશસ્ત્રીકરણ સામે હમાસનો વાંધો

પેલેસ્ટિનિયન સ્રોતે જણાવ્યું હતું કે, હમાસ તેના જૂથના નિઃશસ્ત્રીકરણ અને ગાઝામાંથી તેના લડવૈયાઓને હાંકી કાઢવા જેવી કેટલીક જોગવાઈઓમાં સુધારો કરવા માંગે છે. વધુમાં હમાસના નેતાઓ ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયલની સેનાને સંપૂર્ણપણે પાછી ખેંચી લેવા માટે આંતરરાષ્ટ્રીય ગેરંટી ઇચ્છે છે. હમાસના સભ્યો એ પણ સુનિશ્ચિત કરવા માંગે છે કે તેમના લોકો પર ગાઝાની અંદર કે બહાર ક્યાંય પણ હુમલો ન થાય, અને આંતરરાષ્ટ્રીય સમુદાય ખાતરી આપે કે ભવિષ્યમાં હમાસના સભ્યોની હત્યા કરવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ અમેરિકામાં શટડાઉનના ઘાતક પરિણામ આવી શકે! 43000 લોકો સામે બેરોજગારીનું સંકટ

હમાસ યુએઈ ભાગીદારો સાથે સંપર્કમાં

ઇઝરાયલે ગયા મહિને દોહામાં યુદ્ધવિરામ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે યોજાયેલી બેઠક દરમિયાન હમાસના અધિકારીઓ પર હુમલો કર્યો હતો, જેમાં છ લોકો માર્યા ગયા હતા. પેલેસ્ટિનિયન સૂત્રએ, વિગતવાર માહિતી આપ્યા વિના, કહ્યું કે હમાસ અન્ય પ્રાદેશિક અને યુએઈના ભાગીદારો સાથે પણ સંપર્કમાં છે. 

હમાસની અંદર બે મંતવ્યો

પેલેસ્ટિનિયન સૂત્રએ જણાવ્યું હતું કે હમાસ હાલ ટ્રમ્પની શાંતિ યોજના પર બે મત ધરાવે છે. હમાસનું પહેલું જૂથ બિનશરતી રીતે ટ્રમ્પની શાંતિ યોજનાને સમર્થન આપે છે કારણ કે તે ગાઝામાં યુદ્ધવિરામની ખાતરી આપે છે, પરંતુ બીજું જૂથ નિઃશસ્ત્રીકરણ અને ગાઝામાંથી પાછા ખેંચવાની શરતોનો વાંધો ઉઠાવી રહ્યું છે. તેઓ નિઃશસ્ત્રીકરણ અને ગાઝામાંથી કોઈપણ પેલેસ્ટિનિયન નાગરિકને હાંકી કાઢવાનો વિરોધ કરી રહ્યા છે. હમાસ પાસે હવે ટ્રમ્પની 20-મુદ્દાની યોજનાનો જવાબ આપવા માટે ખૂબ ઓછો સમય રહ્યો છે. તે આગામી બે કે ત્રણ દિવસમાં જવાબ આપી શકે છે.