World

174 મુસાફરોના જીવ બચાવનાર ગુજરાતી મૂળના કેપ્ટન સ્મિત મચ્છરને યુએઈનું સર્વોચ્ચ સન્માન

By GS Team
28 Oct 20262 mins read
TukuTouch Logo
યુએઈ દ્વારા ભારતીય પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છરને દેશના સર્વોચ્ચ સન્માન 'ઓર્ડર ઓફ જાયદ II' થી નવાજવામાં આવ્યા છે. દુબઈથી ઇઝરાયલ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 દરમિયાન કો-પાયલોટે હુમલો કરી વિમાન ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઈજાગ્રસ્ત હોવા છતાં કેપ્ટન મચ્છરે 174 મુસાફરોનો જીવ બચાવી, વિમાનને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ કરાવ્યું હતું. દુબઈના ક્રાઉન પ્રિન્સે આ એવોર્ડ અર્પણ કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

174 મુસાફરોના જીવ બચાવનાર ગુજરાતી મૂળના કેપ્ટન સ્મિત મચ્છરને યુએઈનું સર્વોચ્ચ સન્માન

UAE Honours Captain Smit Machchar: ગુજરાતી મૂળના પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છરને ઈઝરાયલ તરફ વિમાનમાં આકાશમાં મોટી દુર્ઘટના ટાળીને 174 મુસાફરોના જીવ બચાવવા અને ગંભીર સંકટના સમયે અસાધારણ સાહસ દાખવવા બદલ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) દ્વારા દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા છે.

યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહ્યાને કેપ્ટન સ્મિત મચ્છર અને તેમના ક્રૂ મેમ્બર્સને પ્રથમ શ્રેણીના ‘ઓર્ડર ઓફ જાયદ II’ (Order of Zayed II) સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમે આ તમામ ક્રૂ સભ્યોને આ એવોર્ડ અર્પણ કર્યો હતો. દુબઈ મીડિયા ઓફિસે સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિશે સત્તાવાર માહિતી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ ક્રૂ સભ્યો સાથે મુલાકાત પણ કરી હતી અને તેમની વફાદારી, સૂઝબૂઝ તથા બહાદુરીની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.

ફ્લાયદુબઈની ફ્લાઇટમાં સર્જાયું હતું જોખમ

કેપ્ટન સ્મિત મચ્છરને આ બહુમાન તાજેતરમાં (30 સપ્ટેમ્બરના રોજ) ફ્લાયદુબઈની ઉડાણ FZ1073 દરમિયાન બનેલી એક ગંભીર ઘટના બાદ મળ્યું છે. આ વિમાન દુબઈથી ઇઝરાયલના તેલ અવીવ જઈ રહ્યું હતું. ઉડાણ દરમિયાન જ કો-પાયલોટે કોકપીટમાં અચાનક કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરી દીધો હતો અને વિમાનનો કાબૂ પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. યુએઈના સરકારી વકીલોની તપાસ અનુસાર, આરોપી આ વિમાનને ઇઝરાયલના બેન ગુરિયન એરપોર્ટ પર ક્રેશ કરવા માંગતો હતો, જેનાથી મોટા પાયે જાનમાલનું નુકસાન થયું હોત.

ઈજાગ્રસ્ત હોવા છતાં હિંમત ન હારી

આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થવા છતાં કેપ્ટન સ્મિત મચ્છરે પોતાની હિંમત ગુમાવી નહોતી. તેમણે ભારે સંઘર્ષ બાદ કોકપીટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ અન્ય ક્રૂ મેમ્બર્સ અને જાગૃત મુસાફરોએ સમય સૂચકતા વાપરીને હુમલાખોરને કાબૂમાં લીધો હતો. આ ગંભીર પરિસ્થિતિને જોતા વિમાનનો રૂટ ડાયવર્ટ કરીને તેને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. આ બહાદુરીના કારણે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોના જીવ બચી ગયા હતા.