માલે અને વિલિંગીલી ટાપુઓને જોડતો ગ્રેટર માલે કનેક્ટિવિટી પ્રોજેક્ટ સંપન્ન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ભારતની આર્થિક અને ઇજનેરી સહાય
- હિન્દ મહાસાગરમાં 'હૃદયનાં સ્થાને' રહેલા માલદીવ દ્વિપ સમૂહનું વ્યૂહાત્મક મહત્ત્વ અસામાન્ય છે : વહાણવટા અને પર્યટન માટે માલદીવ મહત્ત્વના છે
માલે : હિન્દ મહાસાગરમાં હાર્દના સ્થાને રહેલ માલદીવ દ્વિપસમુહના પાટનગર માલે અને તેની બાજુમાં રહેલા વિલિંગીલી ટાપુને જોડતો 'ગ્રેટર માલે' કનેક્ટીવીટી પ્રોજેક્ટ સંપન્ન થતા પાટનગર સાથે અન્ય શહેરોમાં આનંદ- આનંદ છવાઈ રહ્યો છે. માલદીવના પૂર્વ વિદેશમંત્રી અબ્દુલ્લાહ શાહીદે શનિવારે સાંજે આ પ્રોજેક્ટ વિધિવત સંપન્ન થતા ભારતનો ભારોભાર આભાર પણ માન્યો હતો.
આ ૬.૭૪ કી.મી.નો બ્રિજ અને કૉઝૃવે પૈકી બ્રિજનું નામ 'થિલામાલે બ્રિજ' તેવું અપાયું છે તે માટે ભારતે ૧૦૦ મિલિયન ડૉલરની ગ્રાન્ટ (સહાયરૂપે) આપી છે. જ્યારે ૪૦૦ મિલિયન ડૉલરની લાઇન-ઑફ- ક્રેડિટ આપી છે. એટલે કે તે રકમ માલદીવે ટુકડે ટુકડે ચુકવવાની રહેશે.
આ બ્રિજ અંગે માલદીવ અને ભારત વચ્ચે ૨૦૨૧માં કરારો થયા હતા. તેનું કામ ભારતની એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ ઑગસ્ટ ૨૬, ૨૦૨૧થી શરૂ કર્યું હતું.
આ પ્રોજેક્ટમાં ૩ મુખ્ય 'બ્રિજ લિંક્સ' છે. (૧) માલેથી વિલીંગીલી, (૨) વિલિંગીલીથી ગુલહીફાલ્હુ (૩) ગુલ્હીફાલુથી થીલાકુશી.
આ અંગે માલદીવ સ્થિત ભારતના હાઇકમિશનરે તેના ઠ પોસ્ટ પર લખ્યું હતું કે ભારત માલદીવ સંબંધોમાં આ મહત્ત્વનો માઇલસ્ટોન બની રહેશે.
થિલામાલે બ્રિજનું સુપર સ્ટ્રક્ચર ૮.,૧૭૭ મીટર (આશરે ૨૭ ફીટ) જેટલું ઉંચુ જશે તેથી માલદીવના પાટનગર માલે અને તે ટાપુ વચ્ચે કનેક્ટિવિટી વધતા માલે ગ્રેટર માલે બની રહેશે.
આ ઉપરાંત માલે તથા થિલામાલે અને ભારતમાં તુતીકોરિન, કોચી, માલી અને કુલહુફશી વચ્ચે સપ્ટેમ્બર ૨૦૨૦થી ફેરી સર્વિસ શરૂ થઈ છે.
ભારતની 'નેબરહૂડ ફર્સ્ટ' પોલીસી અને મહાસાગર યોજના નીચે પાડોશી દેશો સાથેના સંબંધો ઘનિષ્ઠ કરી રહ્યા છે. મહાસાગર યોજનાનું ફૂલફોર્મ છે : 'મ્યુચ્યુઅલ એન્ડ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ ફોર સિક્યોરિટી એન્ડ ગ્રોથ એક્રોસ રીજીયન્સ'
માલે અને વિલિંગીલી બ્રિજ પુરો થઈ ગયો છે. બીજા ટાપુઓને જોડતા બ્રિજનું નિર્માણ ચાલી રહ્યું છે.









