Get The App

ગૂગલનું નવું સાહસ : એઆઈ ચિપ માર્કેટમાં એનવીડિયાને પડકારશે

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
ગૂગલનું નવું સાહસ : એઆઈ ચિપ માર્કેટમાં એનવીડિયાને પડકારશે 1 - image


- માર્વેલ ટેકનોલોજી સાથે ભાગીદારીની ચર્ચા

- માર્વેલ અમેરિકાની જાણીતી સેમિકન્ડક્ટર કંપની : ગૂગલ સાથે AI સિસ્ટમને ઝડપી બનાવતી ઈન્ફરન્સ ચિપ્સ બનાવશે 

કેલિફોર્નિયા : ગૂગલ હવે આટફિશિયલ ઇન્ટેલિજન્સ સેક્ટરમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે નવી ચિપ્સ પર કામ કરી રહ્યું છે. આ માટે કંપનીએ માર્વેલ ટેકનોલોજી સાથે ભાગીદારી અંગે ચર્ચા કરી રહી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

બંને કંપનીઓ સાથે મળીને  એઆઈ ઇન્ફરન્સ ચિપ્સ બનાવશે. જે એઆઈ સિસ્ટમને ઝડપી અને વધુ અસરકારક રીતે જવાબ આપવા મદદ કરે છે. ગૂગલ પહેલાથી જ પોતાના ટેન્સર પ્રોસેસિંગ યુનિટ્સ દ્વારા એઆઈ ચિપ્સ બનાવે છે અને હવે તે આ ક્ષેત્રમાં વધુ વિસ્તરણ કરવા માંગે છે.ગૂગલ અત્યાર સુધી બ્રોડકોમ સાથે કામ કરતું આવ્યું છે. તેની માર્વેલ સાથેની ભાગીદારી કંપનીની ચિપ સ્ટ્રેટેજીમાં ફેરફાર સૂચવે છે.

હાલમાં એનવીડિયા એઆઈ ચિપ માર્કેટમાં નંબર-૧ કંપની છે.  તેની ચિપ મોટા એઆઈ મોડેલ્સ માટે ઉપયોગમાં લેવાતા પ્રોસેસર્સમાં વાપરવામાં આવે છે. પરંતુ હવે ગૂગલ જેવી મોટી કંપનીઓ પોતાની જ ચિપ્સ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. જેથી ખર્ચ ઘટે અને વધુ સારું પરફોર્મન્સ મેળવી શકાય.

માર્વલ ટેકનોલોજી અમેરિકાની સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવતી કંપની છે. જેની સ્થાપના ૧૯૯૫માં થઈ હતી. આ કંપની ડેટા સેન્ટર, ક્લાઉડ અને એઆઈ માટે ચિપ્સ ડિઝાઈન કરે છે. જેનો ઉપયોગ ગૂગલ, એમેઝોન, માઈક્રોસોફ્ટ જેવી મોટી ટેક કંપનીઓ કરે છે.