ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ફેસબુક-ઈન્સ્ટા પહેલા ખૂબ પોપ્યુલર હતું
- ફાઉન્ડરે AI અને અલ્ગોરિધમની જગ્યાએ માનવ સંબંધો પર ભાર મૂકતું નેટવર્ક બનાવવા મંતવ્યો મંગાવ્યા
કેલિફોર્નિયા : ૨૦૦૦ના દાયકામાં ભારતમાં ખૂબ જ પોપ્યુલર થયેલા ગૂગલના સોશિયલ નેટવર્ક ઓરકૂટને ફરી લોન્ચ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેના ફાઉન્ડર ઓરકૂટ બ્યૂયુકોક્ટેને આ માટે અભિયાન શરૂ કર્યું છે.
ઓરકૂટના ફાઉન્ડરે કહ્યું કે, આજના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાસ્તવિક સંબંધો કરતા વધુ ધ્યાન ખેંચવા અને યુઝર્સને લાંબા સમય સુધી ઓનલાઈન રાખવા પર ભાર મૂકવામાં આવે છે. આ સિવાય મોટા પ્રમાણમાં એઆઈ કન્ટેન્ટને કારણે એ ઓળખવું પણ પડકાર બની ગયું છે કે, સામે ઓનલાઈન વાત કરી રહેલી વ્યક્તિ ખરેખર માણસ છે કે નહીં.
તેમના અભિયાનને ૨ લાખથી વધુ સોશિયલ મીડિયા યુઝર્સે સમર્થન આપ્યું છે.
રિપોર્ટ મુજબ, ૧૧૫ દેશોમાંથી ૨.૬૬ લાખથી વધુ લોકોએ તેને ફરીથી શરૂ કરવા વોટ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ૨૦૦૪માં ગૂગલે ઓરકૂટ શરૂ કર્યું હતું. બ્રાઝિલ અને ભારતમાં તે ખૂબ જ પોપ્યુલર હતું. કમ્યુનિટીઝ, ટેસ્ટિમોનિયલ્સ અને સ્ક્રેપ્સ જેવી સર્વિસ તેની ઓળખ બની હતી. ગૂગલે ૨૦૧૪માં તેને બંધ કરવાની જાહેરાત કરી હતી.




