ગૂગલ પિક્સની એન્ટ્રી : AI પ્રોમ્પ્ટ આપતા જ ડિઝાઈન તૈયાર કરશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- કેન્વા અને અડોબી એક્સપ્રેસને ટક્કર આપશે
- જેમિનીના નેનો બનાના ઈમેજ જનરેશન પર આધારિત પિક્સમાં પ્રોફેશનલ લેવલની ટૂલ્સ આપવામાં આવી છે
કેલિફોર્નિયા : ગૂગલે એઆઈ આધારિત ડિઝાઈન અને ઈમેજ એડિટિંગ ટૂલ ગૂગલ પિક્સ લોન્ચ કર્યું છે. ગૂગલ વર્કપ્લેસ સાથે જોડાયેલી આ નવી ટૂલ સામાન્ય ટેક્સ્ટ પ્રોમ્પ્ટના આધારે પોસ્ટર, સોશિયલ મીડિયા ગ્રાફિક, કાર્ટૂન અને અન્ય વિઝ્યુઅલ તૈયાર કરી શકે છે. તેમાં ઈમેજમાં ચોક્કસ ઓબ્જેક્ટ અથવા ટેક્સ્ટને પસંદ કરીને તેમાં ફેરફાર કરવાની સુવિધા આપવામાં આવી છે. એન્ડ્રોઈડ ફોનમાં ગૂગલ ફોટોઝ હોય છે જેમાં, ફોટોઝ સ્ટોર થઈ શકે છે, ગૂગલ પિક્સ તેનાથી બિલકુલ અલગ છે.
ગૂગલ પિક્સની સૌથી મોટી ખાસિયત છે કે, તેમાં યુઝરે દરેક ડિઝાઈન પહેલાથી બનાવવાની જરૂર નથી. યુઝર લખી શકે છે કે, તેને કેવું વિઝુઅલ જોઈએ છે અને એઆઈ તેના આધારે ઈમેજ તૈયાર કરે છે. કોઈ બિઝનેસ માટે સોશિયલ મીડિયા પોસ્ટ, પ્રોડ્કટ ગ્રાફિક કે અનાઉન્સમેન્ટ હોય તેનો પ્રોમ્પ્ટ લખી શકાય છે. પિક્સ એક જ પ્રોમ્પ્ટમાં જ અલગ અલગ વેરિએશન આપી શકે છે.
ઈમેજમાં લખેલા ટેક્સ્ટને એડિટ અથવા ટ્રાન્સલેટ પણ કરી શકાય છે. આ ઉપરાંત ઈમેજને વેબ, સોશિયલ મીડિયા, પ્રિન્ટ અથવા ડિજિટલ યુઝ માટે અલગ અલગ ફોર્મેટમાં ક્રોપ કરી શકાય છે. ગૂગલે ૨કે અને ૪કે સુધી ઈમેજ અપસ્કેલ કરવાની સુવિધા પણ આપી છે. તે વર્કપ્લેસના મોટાભાગના બિઝનેસ કસ્ટમર્સ તેમજ ગૂગલ એઆઈ પ્રો અને અલ્ટ્રાના યુઝર્સ માટે ફ્રીમાં ઉપલબ્ધ છે.




