ગૂગલે બંધ પડેલી એરલાઇન્સનો ડેટા ખરીદવા માટે 95 કરોડની બોલી લગાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- એઆઈને સજ્જ કરવા માટે ટેક કંપનીઓ વચ્ચે હોડ જામી
- કર્મચારીઓના વર્તણૂકલક્ષી અભિગમને સમજવા માટે કંપનીનો આંતરિક ડેટા ઘણો ઉપયોગી નીવડી શકે
- બંધ પડેલી સ્પિરિટ એરલાઇન્સમાં કુલ 10 કરોડ ઇ-મેઇલ અને 50 કરોડ એમએસ ટીમના મેસેજ સાથે અન્ય રેકોર્ડ
વોશિંગ્ટન : આપણે ત્યાં કહેવત છે જીવતો હાથી લાખનો તો મરેલો હાથી સવા લાખનો. આવુ અમેરિકામાં બન્યું છે. અમેરિકામાં એક એરલાઇન્સને તાળા વાગી ગયા. કંપનીએ દેવાળું ફૂંક્યુ અને તે હરાજીમાં ગઈ. હવે આ બંધ પડેલી કંપનીના ઇન્ટર્નલ ડેટાની કિંમત ગૂગલ એઆઈએ ૯૫.૭૫ કરોડ :પિયા લગાવી છે. ગૂગલે અહીં કંપનીનો કારોબાર કે તેના પ્રવાસીઓની જાણકારી નહીં પરંતુ કંપનીની અંદર ઉપયોગમાં લેવાયેલા ડેટા એટલે કે ઇન્ટરર્નલ ડેટાની બોલી લગાવી છે. આવું કદાચ પહેલી જ વખત બન્યું છે.
આ આખો કિસ્સો અમેરિકાની સ્પિરિટેડ એરલાઇન્સનો છે. કંપનીએ દેવાળું ફૂક્યું છે અને તેની હરાજી ચાલી રહી છે ત્યારે ગૂગલે તેના ઇન્ટર્નલ ડેટા જેવા કર્મચારીઓના ઇ-મેઇલ, માઇક્રોસોફ્ટ ટીમ્સની ચેટ, કેલેન્ડર, ડોક્યુમેન્ટ્સ, સ્પ્રેડશીટ, મીટિંગ્સ રેકોર્ડ અને કારોબાર સાથે જોડાયેલા બીજા રેકોર્ડ્સની બોલી લગાવી છે. આ પ્રકારનો ડેટા સામાન્ય રીતે ખાનગી હોય છે અને કોઈપણ કંપની ઇચ્છતી નથી તેનો ઉપયોગ કરવામાં આવે, પરંતુ હવે સમય બદલાઈ ચૂક્યો છે.
અહેવાલ મુજબ આ ડેટામાં લગભગ ૧૦ કરોડ ઇ-મેઇલ્સ અને માઇક્રોસોફ્ટ ટીમ્સના ૫૦ કરોડ મેસેજ છે. આ ઉપરાંત કંપનીની કામ કરવાની પદ્ધતિ, સોફ્ટવેર અને બીજા આંતરિક રેકોર્ડ પણ આ પેકેજનો હિસ્સો છે. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે ગૂગલ આ ડેટાનો ઉપયોગ તેના એઆઈ મોડેલને વધુ સારો બનાવવા માટે કરવા માંગે છે. એઆઈ હવે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ આર્ટિકલ્સ, ફોટો અને પુસ્તકોના વાંચન પૂરતુ જ મર્યાદિત નથી. તાજેતરમાં એવા સમાચાર આવ્યા છે કે એમેઝોન અને બીજી કંપનીઓ કરોડો પુસ્તકોને સ્કેન કરીને એઆઈને તાલીમ આપી રહી છે.
મોટી ટેક કંપનીઓને એવા ડેટાની જ:રત છે જેથી એઆઈ તે સમજી શકે કે અસલી કંપનીઓમાં કામ કઈ રીતે થાય છે. કોઈ કર્મચારીઓ ઇ-મેઇલમાં સમસ્યા કેવી રીતે બતાવી. ટીમે ટીમ્સમાં આ સમસ્યા પર કઈ રીતે ચર્ચા કરી. કોઈ નિર્ણય પર પહોંચવામાં કેટલો સમય લાગ્યો. કોઈ ગ્રાહકની ફરિયાદનો જવાબ કઈ રીતે આપવામાં આવ્યો. જુદાં-જુદાં વિભાગ વચ્ચે કામ કેવી રીતે આગળ વધ્યું. આ પ્રકારની જાણકારી એઆઈ માટે અત્યંત ઉપયોગી નીવડી શકે છે.જો કે અહીં ગૂગલે એરલાઇન્સના કર્મચારીઓના સંગઠનના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. તેના પગલે કોર્ટે સુનાવણી ૯ સપ્ટેમ્બર સુધી ટાળી દીધી છે. ગૂગલનો આ સંભવિત સોદો બદલાતા જતા વિશ્વની ઝાંખી કરાવે છે. આગામી સમયમાં કંપનીઓમા કર્મચારીઓએ કઈ રીતે કામ કર્યુ, કયા નિર્ણયો લેવાયા અને કઈ રીતે સમસ્યાઓ ઉકેલાઈ તે ડેટા પણ બહુ મોટો ખજાનો બની શકે છે.









