World

અમેરિકાથી ભારત માટે 'ગુડ ન્યૂઝ', 100% ટેરિફનો ખતરો લાંબા સમય સુધી ટળી શકે!

By GS Team
5 Sep 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સહિત અન્ય દેશો પર 100% ટેરિફ લાદવાની તૈયારીમાં છે. રશિયા પાસેથી ઓઈલ ખરીદવા બદલ ભારતને નિશાન બનાવાયું છે. જોકે, આ બિલ સેનેટમાં પાસ થયું હોવા છતાં, પ્રતિનિધિ સભામાં તેનો વિરોધ થઈ રહ્યો છે. નવેમ્બરમાં ચૂંટણી હોવાથી આ બિલ અટવાઈ શકે છે, જે ભારત માટે રાહતરૂપ છે. સાંસદો ઓઈલના ભાવ વધારા અંગે ચિંતિત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાથી ભારત માટે 'ગુડ ન્યૂઝ', 100% ટેરિફનો ખતરો લાંબા સમય સુધી ટળી શકે!

Donald trump and tariff News | અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણાં સમયથી અનેક દેશોને ટેરિફની ધમકીઓ આપીને દબાણમાં લાવતા રહ્યા છે. હાલમાં ભારત સામે પણ અમેરિકા દ્વારા 100% ટેરિફ લાદવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. ભારત રશિયા પાસેથી ઓઈલની ખરીદી કરે છે તેના બદલા રૂપે આ કાર્યવાહી થવાની છે પરંતુ આ ખતરા વચ્ચે ભારત માટે એક રાહતભર્યા સમાચાર આવ્યા છે.

ભારતને મળી શકે છે લાંબો સમય

એક રિપોર્ટ મુજબ અમેરિકાની સેનેટમાંથી તો 100% ટેરિફ બિલ પાસ થઈ ગયું છે પરંતુ અમેરિકાની પ્રતિનિધિ સભામાં આ બિલનો સખત વિરોધ થઇ રહ્યો છે. આની સાથે જ અમેરિકામાં નવેમ્બરમાં જ ચૂંટણી આવી રહી છે જેના કારણે આ બિલ અટવાઈ શકે છે. હાલમાં તો આ બિલને લઈને અમેરિકાના ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સ બંને પક્ષો ચિંતિત દેખાઈ રહ્યા છે. સાંસદોને ડર છે કે અમે જે બિલ પસાર કરવા જઈ રહ્યા છે તેનાથી ટ્રમ્પનો ટેરિફ પાવર વધી શકે અને તેના કારણે અમેરિકાના બજારમાં ઓઈલની કિંમતોમાં ભડકો થઈ શકે છે.

રશિયા પર પ્રતિબંધ મૂકવાના બિલમાં શું છે?

દિવંગત સેનેટર લિન્ડસે ગ્રેહામ દ્વારા રજૂ કરાયેલા આ પ્રસ્તાવિત કાયદા હેઠળ ટ્રમ્પને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ અને ગેસ ખરીદતા અથવા પ્રતિબંધોમાંથી બચવામાં મદદ કરતા ટોચના 5 દેશો પર 100% સુધી ટેરિફ લાદવાની સત્તા મળી શકે છે. હાલમાં ચીન, ભારત અને તૂર્કેઇ રશિયન ઓઇલના સૌથી મોટા ખરીદદારો છે. યુક્રેન સમર્થકો તેને રશિયા પર દબાણ વધારવાના રસ્તા તરીકે જુએ છે, પરંતુ ટ્રમ્પ આ સત્તાનો વાસ્તવમાં ઉપયોગ કરશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.

સીનેટમાં 86-11 ના મતોથી કાયદો પસાર

જુલાઈમાં યુક્રેન પ્રવાસ બાદ ગ્રેહામના અચાનક નિધન પછી, સીનેટે આ બિલને 86-11 ની ભારે બહુમતીથી મંજૂરી આપી હતી. પરંતુ પ્રતિનિધિ સભા (હાઉસ) માં તેને આવો ટેકો મળી રહ્યો નથી. હાઉસ સ્પીકર માઇક જોહ્ન્સને સંકેત આપ્યો છે કે 3 નવેમ્બરની મધ્યસત્ર ચૂંટણી પહેલા સમયના અભાવ અને ડેમોક્રેટ તથા રિપબ્લિકન સાંસદો વચ્ચેના મતભેદોને કારણે આ બિલ પર વોટિંગ થવાની શક્યતા ઓછી છે.

અમેરિકાની ઓઇલ અને ગેસના ભાવ પર પણ નજર

સાંસદો આ બિલની ઓઇલના ભાવો પર પડનારી અસર અંગે પણ ચિંતિત છે. જો ભારત જેવા દેશોને રશિયા સિવાયના વિકલ્પો શોધવાની ફરજ પડાશે, તો વૈશ્વિક સ્તરે ઓઇલના ભાવ વધી શકે છે. ઇરાન યુદ્ધ બાદ અમેરિકામાં પેટ્રોલ મોંઘું થયું છે, જે ચૂંટણી ટાણે રિપબ્લિકન પાર્ટી માટે રાજકીય મુશ્કેલી ઊભી કરી શકે છે. આ બિલમાં ઇરાન પરના પ્રતિબંધો યથાવત રાખવાની જોગવાઈ પણ છે.