World

આ અમારું યુદ્ધ નથી અને અમે નહીં કૂદીએ, યુરોપના શક્તિશાળી દેશે ટ્રમ્પને બતાવ્યો ઠેંગો

By GS TEAM
26 Mar 20262 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ગંભીર વળાંક પર પહોંચ્યો છે. એક તરફ ઈરાન દ્વારા કરવામાં આવેલી હોર્મુઝની નાકેબંધીને કારણે વૈશ્વિક તણાવ ચરમસીમાએ છે, તો બીજી તરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ જંગમાં નાટો (NATO) સહયોગી દેશોને ઉતારવા માટે સતત અપીલ કરી રહ્યા છે. જોકે, ટ્રમ્પની આ અપીલ સામે યુરોપના દેશોએ પીછેહઠ શરૂ કરી છે. ખાસ કરીને જર્મનીએ હવે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે કે તેઓ આ વિનાશક યુદ્ધનો ભાગ બનવા માંગતા નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

આ અમારું યુદ્ધ નથી અને અમે નહીં કૂદીએ, યુરોપના શક્તિશાળી દેશે ટ્રમ્પને બતાવ્યો ઠેંગો
(IMAGE - IANS)

Germany on US-Iran War: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ગંભીર વળાંક પર પહોંચ્યો છે. એક તરફ ઈરાન દ્વારા કરવામાં આવેલી હોર્મુઝની નાકેબંધીને કારણે વૈશ્વિક તણાવ ચરમસીમાએ છે, તો બીજી તરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ જંગમાં નાટો (NATO) સહયોગી દેશોને ઉતારવા માટે સતત અપીલ કરી રહ્યા છે. જોકે, ટ્રમ્પની આ અપીલ સામે યુરોપના દેશોએ પીછેહઠ શરૂ કરી છે. ખાસ કરીને જર્મનીએ હવે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે કે તેઓ આ વિનાશક યુદ્ધનો ભાગ બનવા માંગતા નથી.

જર્મનીએ કહ્યું- 'આ અમારું યુદ્ધ નથી'

જર્મનીના સંરક્ષણ મંત્રી બોરિસ પિસ્ટોરિયસે આ મુદ્દે કડક વલણ અપનાવતાં જણાવ્યું છે કે આ જંગ વિશ્વના અર્થતંત્ર માટે આર્થિક રીતે આફત સમાન સાબિત થશે. હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા પિસ્ટોરિયસે પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે, 'જંગ શરૂ કરતાં પહેલા અમારી સાથે કોઈ જ ચર્ચા કરવામાં આવી નહોતી. આ અમારું યુદ્ધ નથી અને અમે તેમાં બિનજરૂરી રીતે ખેંચાવવા માંગતા નથી.' તેમણે આ સંઘર્ષને વૈશ્વિક ઈકોનોમી માટે વિનાશકારી ગણાવીને તાત્કાલિક યુદ્ધવિરામની માંગ કરી છે. જોકે, તેમણે આશ્વાસન આપ્યું છે કે શાંતિ સ્થાપવા માટે જર્મની દરેક રીતે મદદ કરવા તૈયાર છે.

આ પણ વાંચો: ઈરાનમાં યુદ્ધ વચ્ચે લેબેનોનમાં 'નવું ગાઝા' બનાવી રહ્યું છે ઈઝરાયલ? 1100 મોત, 12 લાખ બેઘર

શું મે મહિનામાં જંગ પર લાગશે પૂર્ણવિરામ?

બીજી તરફ, Wall Street Journalના રિપોર્ટ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ હવે આ યુદ્ધને લાંબું ખેંચવાના મૂડમાં નથી. ટ્રમ્પ ઇચ્છે છે કે આગામી 4થી 6 અઠવાડિયામાં જ આ મહાજંગનો અંત આવે, જેથી તેઓ પોતાના ઘરેલું અને રાજકીય એજન્ડા પર ધ્યાન આપી શકે. વ્હાઇટ હાઉસના અધિકારીઓ મે મહિનાના મધ્યમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે બીજિંગમાં એક મહત્ત્વપૂર્ણ શિખર સંમેલન યોજવાની તૈયારી કરી રહ્યા છે. અમેરિકાની એવી ગણતરી છે કે આ હાઇ-પ્રોફાઇલ બેઠક શરૂ થાય તે પહેલા જ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી હિંસા પર પૂર્ણવિરામ મૂકાઈ જાય.