Get The App

ઝેલેન્સ્કીની ગ્રીટિંગની રીતથી જ્યોર્જિયા મેલોની ધૂંધવાયાં? સોશિયલ મીડિયા પર આ ઘટનાને નેટીઝન્સ ડીકોડ કરી રહ્યા છે

Updated: Jun 17th, 2026

GS TEAM

Google News
Google News
ઝેલેન્સ્કીની ગ્રીટિંગની રીતથી જ્યોર્જિયા મેલોની ધૂંધવાયાં? સોશિયલ મીડિયા પર આ ઘટનાને નેટીઝન્સ ડીકોડ કરી રહ્યા છે 1 - image

નવી દિલ્હી : ફ્રાંસનાં ઇવિન લ'બેન્સ નગરમાં જી-7 દેશોનું શિખર સંમેલન ચાલે છે. દુનિયાના સાત સૌથી શક્તિશાળી દેશોના નેતા તેમાં ભાગ લેવા આવી પહોંચ્યા છે. સૌએ એક બીજાનું અભિવાદન કર્યું. ઇટાલીનાં વડાપ્રધાન જ્યોર્જીયા મેલોની અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ પણ પરસ્પરનું અભિવાદન કર્યું. સોશ્યલ મીડીયા પર તેમની મુલાકાત વાયરલ થઇ રહી છે. તેમાં મેલોની જરા છંછેડાયેલાં દેખાય છે. કારણ તે હતું કે ઝેલેન્સ્કીએ તેમના હોઠ ઉપર ચુંબન કરવા પ્રયત્ન કર્યો હતો.

જી-૭ દેશો દુનિયાના સૌથી વધુ સમૃદ્ધ દેશો છે તેમાં અમેરિકા, ફ્રાંસ, કેનેડા, બ્રિટન, જર્મની, જાપાન અને ઇટાલી છે.

ઉલ્લેખનીય છે કે તેમાં સમૃદ્ધીનો આંક જીડીપી ઉપરથી નથી મુકાતો પરંતુ માથાદીઠ આવક ઉપર મુકાય છે. તે રીતે જોઇએ તો ભારતની જીડીપી ફ્રાંસથી વધુ છે. પરંતુ તેની માથાદીઠ આવક ભારતની માથાદીઠ આવક કરતાં આશરે ૩૫ ગણી છે.

જો કે આ સંમેલનમાં કેટલાક મહત્ત્વના દેશોને વિશેષ આમંત્રણ અપાયાં છે તેમાં ભારતની જેમ જ યુક્રેનને પણ આમંત્રણ અપાયું હતું તે પ્રમાણે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી ત્યાં પહોંચ્યા હતા.

જો કે મેલોની જેલેન્સ્કી ઘટના કૈં એકમાત્ર ઘટના નથી. આ પૂર્વે ફ્રાંસના એલિસી પેલેસમાં આયોજિત એક રાજદ્વારી સંમેલનમાં ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો અને મેલોની વચ્ચેની મુલાકાત દરમિયાન પણ બનેલી એક અસહજ ઘટના પણ કેમેરામાં કેદ થઇ હતી.

બ્રિટનના વડાપ્રધાન કીટ સ્ટારમટ અને ફ્રાંસના પ્રમુખ મેક્રોં દ્વારા યોજાયેલાં આ સંમેલનમાં આશરે ૫૦ દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત છે. પરિષદનો મુખ્ય ઉદ્દેશ હોર્મુઝ સ્ટ્રેઇટ ખોલવા માટે માર્ગ શોધવા ઉપરાંત વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સ્થિરતા લાવવા વિચારણા કરવાનો છે.

તેવામાં તેવું બન્યું કે ફ્રાંસના પ્રમુખ મેલોનીને ભેટી પડયા અને તેઓના ગાલ સાથે ગાલ ઘસ્યા. આથી મેલોની આંચકો ખાઈ ગયાં અને જરા ધૂંધવાયેલાં પણ દેખાતાં હતાં. આ ઘટનાનો પણ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

 કેટલાયે નેટીઝન્સ તે ઘટનાઓ ડીકોડ કરી રહ્યા છે. સામે તે પણ ભૂલવું ન જોઇએ કે પશ્ચિમના દેશોમાં કેટલીયે ગતિવિધિઓ સામાન્ય મનાય છે.