World

3 દિવસમાં 12 લાશો, ક્યાંક બ્રિજ પર લટકાવી તો ક્યાંક જંગલોમાં માર્યા, એવો દેશ જ્યાં ગેંગવૉર થાય તો અમેરિકા પણ ડરે

By GS TEAM
22 Dec 20252 mins read
TukuTouch Logo
મધ્ય અમેરિકામાં એક એવો દેશ આવેલો છે જે કાયદાથી પોતાની સમૃદ્ધ માયા સંસ્કૃતિ, જ્વાળામુખીઓ, લીલાછમ જંગલો અને પ્રાચીન ખંડેર માટે જાણીતો હોવો જોઈએ. પરંતુ તે વૈશ્વિક સ્તરે તેની ઓળખ એક એવા દેશ તરીકે છે જ્યાં ગેંગવૉરે તબાહી મચાવી રાખી છે, જ્યાં હત્યાનો દર વૈશ્વિક સરેરાશ કરતા બમણો છે. અમે વાત કરી રહ્યા છીએ ગ્વાટેમાલાની. એક અહેવાલ પ્રમાણે ગ્વાટેમાલા સિટીની બહાર એક જંગલી વિસ્તારમાં ત્રણ દિવસમાં 12 લાશો મળી આવી છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે, આ મૃતદેહો ગેંગ હિંસા સાથે જોડાયેલા છે. આ એવો દેશ જ્યાં ગેંગવૉર થાય તો અમેરિકા પણ ડરી જાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

3 દિવસમાં 12 લાશો, ક્યાંક બ્રિજ પર લટકાવી તો ક્યાંક જંગલોમાં માર્યા, એવો દેશ જ્યાં ગેંગવૉર થાય તો અમેરિકા પણ ડરે

Guatemala Gang War: મધ્ય અમેરિકામાં એક એવો દેશ આવેલો છે જે કાયદાથી પોતાની સમૃદ્ધ માયા સંસ્કૃતિ, જ્વાળામુખીઓ, લીલાછમ જંગલો અને પ્રાચીન ખંડેર માટે જાણીતો હોવો જોઈએ. પરંતુ વૈશ્વિક સ્તરે તેની ઓળખ એક એવા દેશ તરીકે છે જ્યાં ગેંગવૉરે તબાહી મચાવી રાખી છે, જ્યાં હત્યાનો દર વૈશ્વિક સરેરાશ કરતા બમણો છે. અમે વાત કરી રહ્યા છીએ ગ્વાટેમાલાની. એક અહેવાલ પ્રમાણે ગ્વાટેમાલા સિટીની બહાર એક જંગલી  વિસ્તારમાં ત્રણ દિવસમાં 12 લાશો મળી આવી છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે, આ મૃતદેહો ગેંગ હિંસા સાથે જોડાયેલા છે. આ એવો દેશ જ્યાં ગેંગવૉર થાય તો અમેરિકા પણ ડરી જાય છે.

3 દિવસમાં 12 લાશો

ફાયર ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક મીડિયા અહેવાલ પ્રમાણે મૃતદેહોને એવા વિસ્તારમાં ફેંકી દેવામાં આવ્યા હતા જ્યાં ગુનેગારો ઘણીવાર લાશોનો ઠેકાણે લગાવે છે. ફાયર ડિપાર્ટમેન્ટના પ્રવક્તા હંસ લેમુસે પત્રકારોને જણાવ્યું કે, શુક્રવારે બે મૃતદેહ મળી આવ્યા હતા અને શનિવારે ત્રણ મૃતદેહ અને એક માનવ હાડપિંજર મળી આવ્યું હતું. રવિવારે સ્નિફર ડોગ્સની મદદથી અધિકારીઓને વધુ 6 માનવ અવશેષો અને ચાદર અને પ્લાસ્ટિકની થેલીઓમાં લપેટાયેલા મૃતદેહ મળી આવ્યા હતા.

પત્રકારોને આપવામાં આવેલા એક સંદેશમાં ગ્વાટેમાલાના ગૃહ મંત્રાલયએ જણાવ્યું કે, આ હત્યાઓ ક્ષેત્ર પર લડનારી ગેંગ સાથે જોડાયેલી હોઈ શકે છે.

ગ્વાટેમાલા ગુનાહિત હિંસાથી પીડિત 

ગ્વાટેમાલા ગુનાહિત હિંસાથી પીડિત છે, જે અહીં મુખ્યત્વે બેરિયો 18 અને મારા સાલ્વાટ્રુચા (MS-13) ગેંગ દ્વારા આચરવામાં આવે છે. મધ્ય અમેરિકન દેશ અને સંયુક્ત રાજ્ય અમેરિકા દ્વારા આ બંને ગેંગને આતંકવાદી સંગઠનો માનવામાં આવે છે.

જાણો કોના દ્વારા કરવામાં આવે છે આ હિંસા

ગ્વાટેમાલામાં આવી લાશો મળવી સામાન્ય વાત છે. ઓક્ટોબરમાં રાજધાની નજીક પેલેન્સિયા શહેરમાં એક બ્રિજ નીચે રેસ્ક્યુ કર્મચારીઓને નવ લાશો મળી આવી હતી. ગ્વાટેમાલાના અધિકારીઓનું કહેવું છે કે દેશની લગભગ અડધી હિંસા ડ્રગ તસ્કરો અને ગેંગના સભ્યો દ્વારા કરવામાં આવે છે જેઓ વેપારીઓ પાસેથી પૈસા ઉઘરાવે છે.

આ પણ વાંચો: થર્ટી ફર્સ્ટ પૂર્વે અમદાવાદમાં ડ્રગ્સ અને દેહ વેચવા કોડવર્ડમાં 'પેકેજ ઓફર', પોલીસના આંખ આડા કાન?

ગ્વાટેમાલામાં ગત વર્ષે હત્યાનો દર પ્રતિ 100,000 રહેવાસીઓ દીઠ 16.1 હતો. આ ખૂબ જ ભયાનક સ્થિતિ છે, કારણ કે અહીં હત્યાનો દર વૈશ્વિક સરેરાશ કરતા બમણાથી પણ વધુ છે.