Get The App

તુર્કીમાં સાંસદો વચ્ચે છૂટ્ટા હાથે મારામારી : સંસદ જંગ મેદાન બની

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
તુર્કીમાં સાંસદો વચ્ચે છૂટ્ટા હાથે મારામારી : સંસદ જંગ મેદાન બની 1 - image

- વિપક્ષી સાંસદો ચીફ પ્રોસિક્યુટર અકીન ગુરૂલેકને ન્યાયમંત્રી પદના શપથ લેતા ભડક્યા : વાત સાંસદો વચ્ચે મારામારી સુધી પહોંચી

અંકારા : તુર્કીની સંસદમાં બુધવાર તા. ૧૧મીની રાત્રિ 'કાળ રાત્રિ' બની ગઈ. કેબિનેટમાં ફેરફાર કરતા ચીફ પ્રોસીક્યુટર અકીનગુરલેકને ન્યાયમંત્રી પદના શપથ લેતાં વિપક્ષી સાંસદો ભડક્યા, મારામારી શરૂ થઈ મીડીયા પર આ મારામારી વાયરલ થઈ રહી છે જેમાં સાંસદો એક બીજાને ઘૂસા અને પાટુ મારતા જોવા મળે છે. આ હિંસામાં એક- બે નહિ ડઝનબંધ સાંસદો મારામારી કરતા જોવા મળ્યા હતા.

વિપક્ષી સાંસદોએ ચીફ પ્રોસીક્યુટર અકીન ગુરૂલેકને સંસદમાં ન્યાયમંત્રી પદના શપથ લેતા એટલા માટે રોક્યા હતા કે તેમણે ઇસ્તંબુલના ચીફ પ્રોસીક્યુટર તરીકે મુખ્ય વિપક્ષ રિપબ્લીકન પીપલ્સ પાર્ટીના કેટલાય સભ્યો વિરૂદ્ધ ચાલેલી હાઇ પ્રોફાઇલ ટ્રાયલની અધ્યક્ષતા કરી હતી તે ટ્રાયલ તુર્કીમાં વિપક્ષની કાર્યવાહીને, રાજકારણ પ્રેરિત દર્શાવી હતીતેવામાં અકીન ગુરૂલેક ન્યાયમંત્રી તરીકે શપથ લે તે વિપક્ષો ચલાવી લે તેમ ન હતા.

વિપક્ષોનો બીજો વાંધો તે પણ છે કે, પૂર્વ પ્રાંત એર્જુરમના ગવર્નર મુસ્તુફા સિફ્રીને પણ પ્રમુખ એર્દોગને નામાંકિત કર્યા આ સિફરી ઉપર તો ભ્રષ્ટાચારના અનેક કેસો થયેલા છે તેથી તેમની સામે પણ વિપક્ષોને વાંધો છે.