World

ઈરાન પર ભડક્યું ફ્રાન્સ, ‘હોર્મુઝ જળમાર્ગ’ બંધ કરતા ઈરાની કમાન્ડરને આપી ચેતવણી

By GS TEAM
9 Mar 20262 mins read
TukuTouch Logo
ઈરાનનો અમેરિકા-ઈઝરાય બાદ હવે ફ્રાન્સ સાથે વિવાદ થયો છે. અમેરિકા-ઈઝરાયલના ભયાનક હુમલા બાદ ઈરાને વિશ્વના મુખ્ય જળમાર્ગ હોર્મુઝમાંથી કોઈપણ કન્ટેનરના આવવા-જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેના કારણે ફ્રાન્સ ગુસ્સે થયું છે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને સોમવારે (9 માર્ચ) ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ઈરાનના ટોચના સુરક્ષા અધિકારી અલી લારિજાનીએ કહ્યું કે, જ્યાં સુધી ઈરાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યાં સુધી હોર્મુઝ સામુદ્રધુની સુરક્ષિત નહીં રહે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન પર ભડક્યું ફ્રાન્સ, ‘હોર્મુઝ જળમાર્ગ’ બંધ કરતા ઈરાની કમાન્ડરને આપી ચેતવણી

France Warns Iran : ઈરાનનો અમેરિકા-ઈઝરાય બાદ હવે ફ્રાન્સ સાથે વિવાદ થયો છે. અમેરિકા-ઈઝરાયલના ભયાનક હુમલા બાદ ઈરાને વિશ્વના મુખ્ય જળમાર્ગ હોર્મુઝમાંથી કોઈપણ કન્ટેનરના આવવા-જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેના કારણે ફ્રાન્સ ગુસ્સે થયું છે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને સોમવારે (9 માર્ચ) ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ઈરાનના ટોચના સુરક્ષા અધિકારી અલી લારિજાનીએ કહ્યું કે, જ્યાં સુધી ઈરાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યાં સુધી હોર્મુઝ સામુદ્રધુની સુરક્ષિત નહીં રહે.

હોર્મુઝ જળમાર્ગ સંપૂર્ણ બંધ થતા ફ્રાન્સ ચિંતિત

અમેરિકા-ઈઝરાલના હુમલા બાદ ઈરાને પોતાના હોર્મુઝ (Strait of Hormuz) જળમાર્ગને સંપૂર્ણ બંધ કરી લીધો છે. આ રસ્તો વિશ્વનો સૌથી મહત્તવનો વેપારી માર્ગ છે અને તે બંધ થવાના કારણે તેલની કિંમતમાં ધરખમ ઉછાળો થયો છે. હોર્મુઝમાં અનેક દેશોના કન્ટેનરો ફસાઈ જતા, સપ્લાય ચેન સંપૂર્ણ બંધ થતા વિશ્વભરના અનેક દેશો હોર્મુઝ ખોલવાની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : તેલના ભાવ ભડકે બળ્યા, છતાં ચીન કેમ છે શાંત? 31 માર્ચ પછી મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ટ્રમ્પ-જિનપિંગ!

યુદ્ધના કારણે હોર્મુઝમાંથી પસાર થવું મુશ્કેલ

હોર્મુઝ મામલે ફ્રાન્સ રાષ્ટ્રપ્રમુખ મેક્રોની ટિપ્પણીની માહિતી આપતા લારિજાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, ‘અમેરિકા-ઈઝરાયલે ઈરાનમાં યુદ્ધ ભડકાવ્યું છે, જેના કારણે હોર્મુઝમાં કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવી મુશ્કેલ પડી ગઈ છે. ખાસ કરીને હોર્મુઝ ખોલવાની યોજના તે લોકો કરી રહ્યા છે, જેઓ યુદ્ધનું સમર્થન કરી રહ્યા છે અને યુદ્ધને ભડકાવવાનું કામ કરી રહ્યા છે.’

હોર્મુઝ ખોલવાની ફ્રાન્સની યોજના

મેક્રોને કહ્યું છે કે, ‘ફ્રાન્સ હોર્મુઝ જળમાર્ગમાં કન્ટેનર જહાજો અને તેલ ટેન્કરોની સુરક્ષા માટે સૈન્ય એસ્કોર્ટ મિશન શરૂ કરવા ઈચ્છે છે. જોકે જ્યાં સુધી મધ્ય-પૂર્વમાં યુદ્ધ ચાલુ છે, ત્યાં સુધી આવું ઓપરેશન શરૂ કરવું અસંભવ છે. હોર્મુઝનો સપ્લાય માર્ગ અટકી જતા તેલની કિંમતોમાં ધરખમ વધારો થયો છે. વિશ્વભરના અનેક દેશો માટે હોર્મુઝ મુખ્ય સપ્લાય માર્ગ છે અને આ જળમાર્ગ પરથી દૈનિક લગભગ 20 ટકા વૈશ્વિક ક્રુડ ઓઈલની સપ્લાય થાય છે. હોર્મુઝ માર્ગે સપ્લાય ચેન શરૂ કરવાનો ફ્રાન્સનો સંપૂર્ણ પ્લાન રક્ષણાત્મક છે અને આમાં યુરોપ અને અન્ય દેશો પણ સામેલ થઈ શકે છે.’

આ પણ વાંચો : યુદ્ધ અમેરિકા-ઈરાનમાં પણ સૌથી મોટો લાભ થયો રશિયાને! ચીનને અબજો ડૉલરનું નુકસાન