World

ફ્રાન્સની કોર્ટનો અભૂતપૂર્વ નિર્ણય ! ચૂંટણી માટેના ફન્ડિંગ કેસમાં પૂર્વ રાષ્ટ્રપ્રમુખને ફટકારી પાંચ વર્ષની જેલ

By GS TEAM
21 Oct 20252 mins read
TukuTouch Logo
ફ્રાન્સની કોર્ટે ચૂંટણીમાં ફન્ડિંગ માટે ષડયંત્ર રચવાના કેસમાં પૂર્વ રાષ્ટ્રપ્રમુખ નિકોલ સરકોજીને પાંચ વર્ષની જેલની સજા ફટકારવાનો અભૂતપૂર્વ નિર્ણય લીધો છે. ફ્રાન્સમાં કોઈ રાષ્ટ્રપ્રમુખને સજા ફટકારવામાં આવી હોય, તેવો આ પ્રથમ બનાવ બન્યો છે. સરકોજીને રાજધાની પેરિસના લા સેન્ટે જેલમાં વીવીઆઈપી સેક્શનમાં રાખવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફ્રાન્સની કોર્ટનો અભૂતપૂર્વ નિર્ણય ! ચૂંટણી માટેના ફન્ડિંગ કેસમાં પૂર્વ રાષ્ટ્રપ્રમુખને ફટકારી પાંચ વર્ષની જેલ

France Former President Nicolas Sarkozy : ફ્રાન્સની કોર્ટે ચૂંટણીમાં ફન્ડિંગ માટે ષડયંત્ર રચવાના કેસમાં પૂર્વ રાષ્ટ્રપ્રમુખ નિકોલ સરકોજીને પાંચ વર્ષની જેલની સજા ફટકારવાનો અભૂતપૂર્વ નિર્ણય લીધો છે. ફ્રાન્સમાં કોઈ રાષ્ટ્રપ્રમુખને સજા ફટકારવામાં આવી હોય, તેવો આ પ્રથમ બનાવ બન્યો છે. સરકોજીને રાજધાની પેરિસના લા સેન્ટે જેલમાં વીવીઆઈપી સેક્શનમાં રાખવામાં આવશે.

સરકોજી પર આરોપ

વાસ્તવમાં ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ નિકોલસ સરકોઝીને વર્ષ 2007ના એક કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે, જેમાં તેમના પર તેમના ચૂંટણી પ્રચાર અભિયાનને લિબિયામાંથી મળેલા નાણાંથી ફંડિંગ કરવા માટે ગુનાહિત ષડયંત્ર રચવાનો આરોપ લાગ્યો છે. જોકે સરકોઝીએ તમામ આરોપોને ખોટા ગણાવીને પોતાને નિર્દોષ ગણાવ્યા છે.

આ પણ વાંચો : હદમાં રહેજો નહીંતર મારા એક ઈશારે ઈઝરાયલ 2 મિનિટમાં પતાવી નાંખશે, કોના પર ભડક્યા ટ્રમ્પ?

સરકોઝીની અપીલની રાહ જોયા વગર સજા ફટકારાઈ

પેરિસ કોર્ટના ન્યાયાધીશે આ કેસમાં એક અભૂતપૂર્વ ચુકાદો આપતાં કહ્યું હતું કે, સરકોઝીની અપીલની રાહ જોયા વગર જ તેમની જેલની સજા શરૂ થઈ જશે. બીજીતરફ અપીલ પેન્ડિંગ હોવા છતાં જેલની સજા ફટકારાતા સરકોજી નારાજ થયા છે અને તેમણે કોર્ટના આદેશનો વિરોધ કર્યો છે.

સરકોજીએ એક અખબારને કહ્યું કે, ‘મને જેલમાં જવાનો ડર નથી, હું મારું માથું ઊંચુ રાખીશ, લા સેંટેની જેલમાં પણ હું માથું ઊંચુ રાખીશ. હું અંતિમ ઘડી સુધી લડતો રહીશ.’

આ પણ વાંચો : અમેરિકામાં ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં બુલડોઝર કાર્યવાહી, સામે આવ્યું ચોંકાવનારું કારણ