પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન નિધન પામ્યા છે : પત્રકારે કરેલો વિસ્ફોટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- રાવલપિંડી પાસેની કુખ્યાત આદીઆલા જેલમાં બંદી રખાયેલા પૂર્વ ક્રિકેટરને તેમના તબીબ કે કુટુંબીજનોને મળવા દેવાતા નથી : તેથી શંકાએ જોર પકડયું છે
ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન રાવલપિંડી પાસેની કુખ્યાત આદીઆલા જેલમાં જ જન્નત નશીન થયા છે. આવો ભયંકર વિસ્ફોટ કરી દેશના વરિષ્ટ પત્રકાર વજાહત ખાને ચક્રવાત સર્જી દીધો છે.
એક પછી એક ઉભા કરેલા આરોપોના પગલે વિશ્વકક્ષાના આ પૂર્વ ક્રિકેટર અને દેશના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને ૨૦૦૩ થી બંદીવાન બનાવાયા છે. પરંતુ તે પછી છેલ્લા ૩ વર્ષથી તેઓ જાહેરમાં દેખાયા જ નથી. તેમજ તેઓના અંગત તબીબીને પણ તેમની તંદુરસ્તીની તપાસ કરવા દેવામાં આવતા નથી. ઇમરાન ખાનના કુટુંબીજનોને પણ મળવા દેવામાં આવતા નથી.
આ બધા ઉપરથી વજાહત ખાને આ અહેવાલ આપ્યો છે.
આટલુ જ નહીં પરંતુ વજાહત ખાને આગળ તેમ પણ કહ્યું કે અનામી રહેવા માગતા પાકિસ્તાનના ત્રણ લશ્કરી અધિકારીઓએ તેઓને જણાવ્યું હતું કે, તેમણે જે કંઈ સાંભળ્યું છે, તે ઉપરથી તેઓ માને છે કે પૂર્વ વડાપ્રધાન જેલમાં જ જન્નતનશીન થઇ ગયા છે. આથી જ તેઓ જાહેરમાં દેખાતા નથી કે તેમના કુટુંબીજનો કે તેમના તબીબને પણ ખાનને મળવા દેવામાં આવતા નથી.
જો કે પાકિસ્તાન સરકાર તરફથી કોઇ સત્તાવાર નિવેદન કરવામાં આવ્યું નથી કે તેમની તંદુરસ્તી કે નિધન એકે અંગે કશી સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
ઇમરાન ખાને તેવી પણ ફરિયાદ કરી હતી કે, તેઓને આંખની તકલીફ થઇ છે. ત્યારે પણ સરકારે ગુપચુપ બંધ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જઇ કશી સારવાર કરાવી હતી. પરંતુ તે પછી તેઓની આંખની તકલીફ દૂર થઈ છે, તેવી કોઈ સત્તાવાર માહિતી તો મળી જ નથી.
ઇમરાન ખાનની સામે પાકિસ્તાન સરકારે જાતજાતના કેસો ઉભા કર્યા છે. તે કેસોની સુનાવણી પણ હાથ ધરવામાં આવતી ન હતી. તેથી ઇમરાન ખાનની પાર્ટી - પાકિસ્તાન-તહેરિક- એ- ઇન્સાફ (પીટીઆઈ)ના વરિષ્ટ નેતાઓ સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રારને મળ્યા હતા. તેમણે આગામી સપ્તાહથી તે કેસોની સુનાવણી હાથ ધરાશે તેમ કહેતાં તે નેતાઓએ સુપ્રીમ કોર્ટ સમક્ષ ધરણા યોજવાનું માંડી વાળ્યું હતું.
બીજી તરફ ખૈબર-પખ્તુનવા પ્રાંતના મુખ્ય મંત્રી અને પીટીઆઈના નેતા (ખૈબર-પખ્તુનવા પ્રાંત પીટીઆઈના કબજામાં છે) સોહેલ આફ્રીદીએ કહ્યું હતું કે, અમે ઇમરાન ખાનની તંદુરસ્તીને રાજકીયરૂપ આપવા માગતા નથી. તેમજ ઇમરાન ખાન પણ તેને રાજકીય રૂપ આપવા માગતા નથી. પરંતુ અમારા અને ખાનનાં કુટુંબીજનોની માગણી છે કે ખાનની સારવાર તેઓના અંગત તબીબોની દેખરેખ નીચે જ થવી જોઈએ સાથે તેમનાં કુટુંબીજનોની હાજરીમાં થવી જોઇએ.
દેશભરમાં ઇમરાન ખાનની તંદુરસ્તીના અહેવાલે તંગદીલી વ્યાપી ગઇ છે.









