World

અમેરિકામાં 90 વર્ષમાં પહેલીવાર આ રીતે અપાશે મૃત્યુદંડ, ટ્રમ્પ રાજમાં ઉ.કોરિયા જેવા હાલ!

By GS Team
9 Oct 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના ઇતિહાસમાં પ્રથમવાર, 2009માં ફોર્ટ હૂડ લશ્કરી બેઝ પર 13 સૈનિકોની હત્યા કરનાર પૂર્વ આર્મી ઓફિસર મેજર નિદાલ મલિક હસનને 3 ડિસેમ્બરે જાહેરમાં ગોળી મારીને મૃત્યુદંડ અપાશે. આ પ્રક્રિયાનું લાઈવ સ્ટ્રીમિંગ પણ કરાશે. 90 વર્ષ પછી અમેરિકામાં પ્રથમવાર આવી જાહેર સજા જોવા મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં 90 વર્ષમાં પહેલીવાર આ રીતે અપાશે મૃત્યુદંડ, ટ્રમ્પ રાજમાં ઉ.કોરિયા જેવા હાલ!

United States Death Penalty: યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) પોતાના આધુનિક ઈતિહાસમાં ક્યારેય ન જોયેલી ઘટનાનો સાક્ષી બનવા જઈ રહ્યું છે. વર્ષ 2009માં ટેક્સાસના ફોર્ટ હૂડ લશ્કરી બેઝ પર 13 સૈનિકોની અંધાધૂંધ ગોળીબાર કરીને હત્યા કરનાર પૂર્વ આર્મી ઓફિસર મેજર નિદાલ મલિક હસનને જાહેરમાં ટેલિવિઝન પર 'લાઈવ' મૃત્યુદંડ આપવામાં આવશે. અમેરિકામાં આ પ્રકારની જાહેર ફાંસીની પદ્ધતિ લગભગ એક સદી પહેલાં બંધ કરી દેવામાં આવી હતી, જે હવે અમેરિકન સૈન્ય દ્વારા પુનઃ અમલમાં મૂકવામાં આવી રહી છે.

ત્રીજી ડિસેમ્બરે ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અને લાઈવ સ્ટ્રીમિંગ

અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી પીટ હેગસેથે આ અંગે સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, 'નિદાલ હસનને આગામી ત્રીજી ડિસેમ્બરના રોજ ફોર્ટ હૂડ ખાતે ફાયરિંગ સ્ક્વોડ (ગોળીબાર) દ્વારા મૃત્યુદંડ આપવામાં આવશે અને આ સમગ્ર પ્રક્રિયાનું લાઈવ સ્ટ્રીમિંગ (જીવંત પ્રસારણ) કરવામાં આવશે.' નોંધનીય છે કે, સામાન્ય રીતે વિશ્વભરમાં આવી સજાઓનું જીવંત પ્રસારણ કરવામાં આવતું નથી. હાલમાં માત્ર ઈરાન, ઉત્તર કોરિયા અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર જેવા જૂથો કે દેશોમાં જ આવી પ્રથા જોવા મળે છે.

યુએસ મિલિટરી બેઝ પરનો સૌથી ઘાતક હુમલો

દોષિત નિદાલ મલિક હસને ટેક્સાસ સ્થિત ફોર્ટ હૂડ લશ્કરી મથક પર અંધાધૂંધ ગોળીબાર કરીને 13 લોકોની નૃશંસ હત્યા કરી હતી અને 32 જેટલા લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. મૃતકોમાં 12 સક્રિય આર્મી સૈનિકો સામેલ હતા. યુએસ લશ્કરી બેઝના ઈતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી ઘાતક અને ભયાનક ગોળીબારનો બનાવ હતો, જેણે સમગ્ર અમેરિકન આર્મી અને વહીવટીતંત્રને હચમચાવી મૂક્યું હતું.

અમેરિકામાં 90 વર્ષ અગાઉ 1936માં અપાયો હતો છેલ્લો જાહેર મૃત્યુદંડ

અમેરિકામાં સરકાર દ્વારા મંજૂર કરાયેલી આ પ્રકારની જાહેર ફાંસીનો છેલ્લો બનાવ આજથી 90 વર્ષ અગાઉ ઓગસ્ટ 1936માં કેન્ટુકીના ઓવેન્સબોરો ખાતે બન્યો હતો. તે સમયે એક વૃદ્ધ શ્વેત મહિલા પર દુષ્કર્મના દોષિત યુવાન રૈની બેથિયાને જાહેર મંચ પર ફાંસી આપવામાં આવી હતી, જેને જોવા માટે આશરે 20 હજારથી વધુ લોકોની ભીડ એકઠી થઈ હતી. ત્યાર બાદ અમેરિકામાં જાહેર મૃત્યુદંડ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

હવે આશરે એક સદી બાદ, જે સ્થળે લોહિયાળ કાંડ ખેલાયો હતો તે જ ફોર્ટ હૂડ ખાતે નિદાલ હસનને ફાયરિંગ સ્ક્વોડ સામે ઊભો રાખીને મૃત્યુદંડ આપવાની અને તેનું લાઈવ ટેલિકાસ્ટ કરવાની સૈન્ય દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે.