World

ચૂંટણી પરાજય પછી ફલેવિયો બોલ્સોનારો બ્રાઝિલ છોડી નાસી ગયા : અમેરિકામાં આશ્રય લીધો

By GS Team
28 Oct 20262 mins read
TukuTouch Logo
બ્રાઝિલના વિપક્ષી નેતા ફ્લેવિયો બોલ્સોનારો ચૂંટણી હાર્યા બાદ વોશિંગ્ટન પહોંચી ગયા છે. અમેરિકાએ તેમને અને પરિવારને વિઝા આપ્યા હતા. બોલ્સોનારો પર ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગ અને કરચોરીના આરોપોની તપાસ ચાલી રહી છે, જેથી તેમને પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ અપાયો હતો. ટ્રમ્પે લુલા દ'સિલ્વાની જીત પર શંકા વ્યક્ત કરી છે, છતાં તેમની સાથે કામ કરવાની ઈચ્છા દર્શાવી.

Summarized by AI; it may make mistakes. Check important info

ચૂંટણી પરાજય પછી ફલેવિયો બોલ્સોનારો બ્રાઝિલ છોડી નાસી ગયા : અમેરિકામાં આશ્રય લીધો
  • ટ્રમ્પનો ગુપ્ત ટેકો ધરાવતા બોલ્સોનાર ઉપર ભ્રષ્ટાચાર, મની લોંડરિંગ તથા કરચોરીના આક્ષેપોની તપાસ ચાલે છે : તેમને પાસપોર્ટ સોંપી દેવા કહેવાયું હતું

વોશિંગ્ટન : બ્રાઝિલના વિપક્ષી નેતા ફલેવિયો બોલ્સોનારો ચૂંટણી પરાજય પછી તુર્ત જ બ્રાઝિલ છોડી અહીં (વોશિંગ્ટન) પહોંચી ગયા છે. અમેરિકાનાં વિદેશ મંત્રાલયે તેઓને અને તેઓનાં કુટુમ્બીજનો સર્વેને વિસા પહેલેથી જ આપી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે બોલ્સોનારોને પ્રમુખ ટ્રમ્પનો આડકતરો ટેકો પણ છે.
વાસ્તવમાં બોલ્સોનારો ઉપર ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગ અને કરવેરા ચોરીના આક્ષેપો અંગે તપાસ ચાલી રહી છે. તેઓને પાસપોર્ટ સોંપી દેવા પણ હુકમ કરાયો હતો.
બીજી તરફ સતત ચોથીવાર પ્રમુખપદે ચૂંટાયેલા બ્યુઈઝ, ઇનાશ્યો, લુલા દ'સિલ્વાની પ્રમુખપદે થયેલી ચૂંટણીમાં ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો પ્રમુખ ટ્રમ્પે આક્ષેપ કર્યો હતો. લુલા દ'સિલ્વાએ ફલેવિયો બોલ્સોનારોને પરાજિત કરી ચોથીવાર ઐતિહાસિક જીત મેળવી હતી. તે ચૂંટણી નિષ્પક્ષ થઈ હોવા અંગે જ પ્રમુખ ટ્રમ્પે શંકા દર્શાવી હતી અને કહ્યું હતું કે હું કોઈની તરફદારી કરતો નથી, પરંતુ એ દુનિયાભર માટે ભયાવહ (પરિણામ) બની રહ્યું છે. તમે તો જાણો છો કે ચૂંટણીઓ હંમેશાં વિવાદોથી પર હોવી જોઈએ અને તે (પરિણામ) ઘણું કડવું લાગ્યું છે, તે ભ્રષ્ટાચાર મુક્ત છે, ઘણું ભયંકર છે.
આમ છતાં પ્રમુખે કહ્યું હતું કે હું લુલા દ'સિલ્વા સાથે સહકારથી કામ કરવા આતુર છું.
તે સર્વવિદિત છે કે આ ચૂંટણીમાં લુલા દ'સિલ્વાને ૫૧.૭૫ ટકા મત મળ્યા હતા. જ્યારે બોલ્સોનારોને ૪૮.૨૫ ટકા મત મળ્યા હતા.