World

બાંગ્લાદેશમાં મોટા બળવાના ભણકારા: 300 અધિકારીઓ પર નજર, પોલીસ પણ શંકાના ઘેરામાં

By GS Team
17 Nov 20262 mins read
TukuTouch Logo
બાંગ્લાદેશમાં રાજકીય સંકટ ઘેરું બન્યું છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ડિસેમ્બર 2026માં દિલ્હીથી ઢાકા પરત ફરવાના અહેવાલો વચ્ચે તારિક રહેમાન સરકારે 300 વરિષ્ઠ અધિકારીઓને સર્વેલન્સ હેઠળ મૂક્યા છે. હસીના શાસનકાળમાં શક્તિશાળી રહેલા આ અધિકારીઓ પર બળવાની શંકા છે. આવામી લીગે લાખો કાર્યકરોને શક્તિ પ્રદર્શન માટે આહ્વાન કર્યું છે, જ્યારે મજૂરોનો વિરોધ પણ ચાલુ છે. સરકારે ગુપ્તચર એજન્સીઓને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાંગ્લાદેશમાં મોટા બળવાના ભણકારા: 300 અધિકારીઓ પર નજર, પોલીસ પણ શંકાના ઘેરામાં

Bangladesh Political Crisis 300 Officials Under Surveillance: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ડિસેમ્બર 2026 માં આશરે અઢી વર્ષ બાદ દિલ્હીથી ફરી ઢાકા પરત ફરી રહ્યા હોવાના અહેવાલો વચ્ચે દેશમાં આંતરિક સંઘર્ષ અને બળવાની આશંકા વધી ગઈ છે. આ પરિસ્થિતિને જોતા તારિક રહેમાનની સરકારે 300 વરિષ્ઠ અધિકારીઓને સર્વેલન્સ હેઠળ મૂક્યા છે અને પોલીસ અધિકારીઓ પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સરકારે તમામ ગુપ્તચર એજન્સીઓને હાઈ અલર્ટ પર રહેવા સૂચના આપી છે.

બાંગ્લાદેશમાં તણાવ અને ટકરાવ પાછળના મુખ્ય કારણો

અધિકારીઓ પર શંકા: સ્થાનિક મીડિયા મુજબ, સરકારે એવા 300 અધિકારીઓને દેખરેખ હેઠળ રાખ્યા છે જેઓ શેખ હસીનાના શાસનકાળમાં શક્તિશાળી હતા. યુનુસ સરકારમાં તેમને સાઇડલાઇન કરાયા હતા, પરંતુ સેનાની દખલગીરી બાદ તેઓ ફરી સક્રિય થયા છે. સરકારને ડર છે કે આ અધિકારીઓ હસીનાના સમર્થકો સાથે મળીને કોઈ મોટો ખેલ પાડી શકે છે.

આવામી લીગનું શક્તિ પ્રદર્શન અને મજૂરોનો વિરોધ: ડિસેમ્બર 2026 માં હસીનાની વાપસી સમયે આવામી લીગે લાખો કાર્યકરોને રસ્તા પર ઉતરી શક્તિ પ્રદર્શન કરવા આહ્વાન કર્યું છે. બીજી તરફ, બાંગ્લાદેશમાં કાપડ યુનિયનના મજૂરો પગાર વધારાની માંગ સાથે પહેલેથી જ વિરોધ કરી રહ્યા છે. જો આ મજૂરો હસીનાના સમર્થકો સાથે જોડાઈ જાય, તો વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બની શકે છે.

આગળ શું થશે?

તારિક રહેમાન સરકારની કોશિશ શેખ હસીનાની ધરપકડ કરવાની છે, જ્યારે આવામી લીગ બોર્ડર મારફતે હસીનાને સુરક્ષિત રીતે બાંગ્લાદેશ પાછા લાવવાની તૈયારી કરી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમને પગલે બાંગ્લાદેશનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે.