Get The App

ચહેરો કદરૂપો બની ગયો છે : 3 વખત પગનું ઓપરેશન કરાયું છે : મોં તથા પગ પર હવે પ્લાસ્ટિક સર્જરી કરાશે

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
ચહેરો કદરૂપો બની ગયો છે : 3 વખત પગનું ઓપરેશન કરાયું છે : મોં તથા પગ પર હવે પ્લાસ્ટિક સર્જરી કરાશે 1 - image

- ઈરાનના સર્વોચ્ચ નેતા દિવસોથી જાહેરમાં નથી દેખાયા

- અમેરિકાના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા ગંભીર રીતે ઘાયલ થયા છે : તેઓ રશિયામાં સારવાર લઈ રહ્યા હોવાનું કહેવાય છે : ઈરાનમાં કમાન્ડ કોની પાસે છે ?

નવી દિલ્હી : ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલિ ખામેઇની જન્નત નશીન થયા પછી હવે મુલ્કની જવાબદારી તેમના પુત્ર મોજતબા ખામેઇની ઉપર આવી પડી છે. પરંતુ તેઓ તે પદ ઉપર આવ્યા પછી હજી સુધી એક વાર પણ જાહેરમાં દેખાયા નથી. આ સાથે અનેકવિધ પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા કે તેઓ છે ક્યાં ?

છેલ્લી માહિતી પ્રમાણે મોજતબા અત્યારે ગંભીર ઘાવો સામે ઝઝૂમી રહ્યા છે. એક મોટા હુમલામાં એટલા ઘાયલ થયા હતા કે સંભવત: મોસ્કોમાં તેમને સારવાર અપાઈ રહી છે. તેઓના પગે ત્રણ ત્રણ વાર ઓપરેશન કરવા પડયા છે. કહેવાય છે કે પગ કાપવો પડે તેમ છે. તેથી કૃત્રિમ પગની પણ જરૂર પડી શકે. આ ઉપરાંત એક હાથની પણ સર્જરી કરવામાં આવી છે. આટલું જ નહીં પરંતુ તેમનો ચહેરો અને હોઠ પણ ઘણા જ સળગી ગયા છે. તેથી તેઓને બોલવામાં પણ મુશ્કેલી પડે છે. તબીબોનું કહેવું છે કે તેઓને પ્લાસ્ટિક સર્જરી કરવી જ પડશે. (કારણ કે દાઝવાને લીધે ચહેરો ઘણો કદરૂપો બની ગયો છે.)

ફેબ્રુઆરી ૨૮મીએ (૨૦૨૬)ના દિવસે થયેલ પ્રચંડ એર સ્ટ્રાઇક દરમિયાન તેમના પિતા આયાતોલ્લાહ અલિ ખામેઇનીનું મૃત્યુ થયું હતું અને મોજતબા ગંભીર રીતે ઘાયલ થયા હતા.

રિપોર્ટસ જણાવે છે કે અત્યારે એક સુરક્ષિત જગ્યાએ તેમની ઉપર સર્જરી થઈ રહી હતી. સંભવત: તેઓને મોસ્કોમાં સારવાર અપાઈ રહી છે. તેઓ અત્યારે કોઇ આદેશ આપી શકે તેમ નથી. દેશ અંગે નિર્ણયો ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) અને વરિષ્ઠ અધિકારીઓ જ લઇ રહ્યા છે.